Skip to content

Prophets વિશે બાઇબલની કલમો

655 કલમો · 128 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો.

  2. મથૂશેલાહનો જન્મ થયાં પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.

  3. હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.

  4. હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.

  5. તેથી તેણે કહ્યું કે, “કનાન શાપિત થાય. દાસોનો દાસ તે તેના ભાઈઓને સારુ થશે.”

  6. ¶ તેણે કહ્યું કે, “ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ. કનાન તેનો દાસ થાઓ.

  7. યાફેથને યહોવાહ વૃદ્ધિ આપો, અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. કનાન તેનો દાસ થાઓ.”

  8. તેઓએ તેને કહ્યું, “અમને બન્નેને સ્વપ્ન આવ્યું છે અને તેનો અર્થ બતાવે એવો કોઈ મળી શકે તેમ નથી.” યૂસફે તેઓને કહ્યું, “અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તમારા સ્વપ્ન વિષે મને જણાવો તો ખરા!”

  9. યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, “હું નહિ, પણ ઈશ્વર આપને શાંતિ થાય એવો ઉત્તર આપશે.”

  10. ફારુને પોતાના દાસોને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો અન્ય કોઈ માણસ આપણને મળે ખરો?”

  11. ¶ તેથી ફારુને યૂસફને કહ્યું, “ઈશ્વરે આ સર્વ તને બતાવ્યું છે, તે જોતાં તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ જણાતો નથી.

  12. ¶ યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, “તમે ભેગા થાઓ કે ભવિષ્યમાં તમારું શું થશે તે હું તમને કહી જણાવું.

  13. ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, “હું જે છું તે છું.” તું ઇઝરાયલીઓને કહેજે કે ‘હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.’”

  14. ¶ વળી ઈશ્વરે મૂસાને એવું પણ કહ્યું, “તું ઇઝરાયલીઓને કહેજે કે, ‘તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે એટલે કે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદાને માટે એ જ છે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ યાદ રાખશે.’”

  15. ¶ ત્યારે મૂસાએ ઈશ્વરને જણાવ્યું, “પ્રભુ હું ઇઝરાયલના લોકોને કહીશ કે યહોવાહે મને મોકલ્યો છે, ત્યારે તેઓ મારા કહેવા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે કે, “યહોવાહે તને દર્શન દીધું નથી.”

  16. પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથમાં શું છે?” મૂસાએ જવાબ આપ્યો, “લાકડી.”

  17. ત્યારે યહોવાહે કહ્યું, “તારી લાકડીને જમીન પર નાખ.” એટલે મૂસાએ લાકડી જમીન પર નાખી, ત્યારે તે બદલાઈને સાપ બની ગઈ. તે જોઈને મૂસા બી ગયો અને ત્યાંથી ખસી ગયો.”

  18. ¶ પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તું સાપની આગળ જા અને તારા હાથથી તેને પૂંછડીથી પકડી લે.” એટલે મૂસાએ સાપને પકડ્યો ત્યારે તેના હાથમાં સાપની લાકડી બની ગઈ.

  19. માટે હવે જા, તારા મુખમાં હું શબ્દો મૂકીશ અને તારે શું કહેવું તે હું તને શીખવીશ.”

  20. તું તેની સાથે વાત કરજે અને શું કહેવાનું છે તે તેને શીખવજે. હું તમારા બન્નેના મુખમાં વાણી મૂકીશ અને તમો બન્નેએ શું કરવાનું છે તે તમને શીખવીશ.

  21. ¶ યહોવાહે હારુન સાથે વાત કરી હતી અને તેને કહ્યું હતું, “અરણ્યમાં જા અને તારા ભાઈ મૂસાને મળ.” તેથી હારુન ઈશ્વરના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટ્યો.

  22. પરંતુ યહોવાહે મૂસા અને હારુન સાથે વાતચીત કરી. તેઓને આજ્ઞા કરી કે, “તમે મિસરના રાજા ફારુન પાસે જાઓ. અને તેને તાકીદ આપો કે ઇઝરાયલી લોકોને મિસરમાંથી મુક્ત કરે.”

  23. તેમણે મૂસાને કહ્યું, “હું યહોવાહ છું, હું તને કહું છું, તે બધું જ તું મિસરના રાજા ફારુનને કહેજે.”

  24. ¶ યહોવાહે મૂસાને કહ્યું, “જો, મેં તને ફારુનની આગળ ઈશ્વરને ઠેકાણે ઠરાવ્યો છે. તારો ભાઈ હારુન તારો પ્રબોધક થશે.

  25. હું તને જે આદેશ આપું છું તે બધા તું હારુનને જણાવજે. તારો ભાઈ હારુન એ વિગત ફારુનને જણાવશે કે ફારુન ઇઝરાયલી લોકોને મિસર દેશમાંથી જવા દે.