Prophets વિશે બાઇબલની કલમો: Sometimes thought it right to reject presents
Sometimes thought it right to reject presents વિશે કલમો
¶ ત્યાર પછી નામાન પોતાની આખી ટુકડી સાથે ઈશ્વરભક્ત એલિશા પાસે પાછો જઈને તેની આગળ ઊભો રહ્યો. તેણે કહ્યું, “જો, હવે મને ખાતરી થઈ કે ઇઝરાયલ સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય ઈશ્વર નથી. તો હવે કૃપા કરીને, આ તારા સેવક પાસેથી ભેંટ લે.”
પણ એલિશાએ કહ્યું, “જીવતા યહોવાહ કે જેમની આગળ હું ઊભો છું તેમના સમ ખાઈને કહું છું કે, હું કોઈ ભેટ લઈશ નહિ.” નામાને તેને ભેટ લેવા માટે આગ્રહ કર્યો, પણ તેણે ના પાડી.