મુખ્ય સામગ્રી પર જાઓ

Prophets વિશે બાઇબલની કલમો: Called Seers

11 કલમો · 128 પાસાં

"Prophets" શોધો

Called Seers વિશે કલમો

  1. શમુએલે શાઉલને ઉત્તર આપીને કહ્યું, હું જ પ્રબોધક છું. મારી અગાઉ ઉચ્ચસ્થાને જાઓ, કેમ કે આજે તમારે મારી સાથે જમવાનું છે. સવારમાં હું તને જવા દઈશ અને તારા મનમાં જે છે તે સર્વ હું તને કહી બતાવીશ.

  2. ¶ રાજાએ સાદોક યાજકને કહ્યું, શું “તું પ્રબોધક નથી? તારા બે દીકરા, અહિમાઆસને તથા અબ્યાથારના દીકરા યોનાથાનને તારી સાથે લઈને શાંતિથી નગરમાં પાછો જા.

  3. ¶ જયારે દાઉદ સવારે ઊઠ્યો, તે અગાઉ દાઉદ અને ઈશ્વર વચ્ચેના મધ્યસ્થ ગાદ પ્રબોધકની પાસે ઈશ્વરનું વચન આવ્યું કે

  4. ¶ તેમ છતાં યહોવાહે ઇઝરાયલને અને યહૂદિયાને દરેક પ્રબોધક અને દરેક દ્રષ્ટા દ્વારા જાહેર કર્યું હતું કે, “તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, જે નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, જે મેં મારા સેવક પ્રબોધકો દ્વારા તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા વિધિઓ તમે પાળો.”

  5. ¶ એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.

  6. ¶ રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના પુસ્તકોમાં લખેલા છે.

  7. ¶ સુલેમાનનાં અન્ય કૃત્યો તથા બીજી બાબતો વિષે પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકનાં ઇતિહાસમાં, શીલોની અહિયાના ભવિષ્યના પુસ્તકમાં અને નબાટના દીકરા યરોબામ સંબંધીના ઇદ્દો પ્રેરકને થયેલાં દર્શનનોના પુસ્તકમાં લખવામાં આવેલું છે.

  8. ¶ રહાબામનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદ્દો દ્રષ્ટાનાં લખાણોમાં વંશાવળીના અનુક્રમે નોંધેલા છે. રહાબામ તથા યરોબામ વચ્ચે સતત વિગ્રહ ચાલતો રહ્યો હતો.

  9. વળી હિઝકિયા રાજાએ તથા આગેવાનોએ, દાઉદે તથા પ્રેરક આસાફે રચેલાં ગીતો ગાઈને લેવીઓને ઈશ્વરની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનાં ગીતો ગાયા અને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી.

  10. તેઓ દૃષ્ટાઓને કહે છે, “તમે દર્શન જોશો નહિ;” અને પ્રબોધકોને કહે છે, “અમને સત્યની સીધી ભવિષ્યવાણી કહેશો નહિ; પણ અમને મીઠી મીઠી વાતો કહો અને ઠગાઈની ભવિષ્યવાણી કહો;

  11. દ્રષ્ટાઓ લજ્જિત થશે, અને ભવિષ્યવેત્તાઓ ગૂંચવાઈ જશે, તેઓ બધા પોતાના હોઠ બંધ કરી દેશે, કારણ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી.”