મુખ્ય સામગ્રી પર જાઓ

Prophets વિશે બાઇબલની કલમો: Sometimes received divine communications and uttered predictions under great bodily and mental excitement

7 કલમો · 128 પાસાં

Sometimes received divine communications and uttered predictions under great bodily and mental excitement વિશે કલમો

  1. પ્રબોધકો વિષેની વાત; મારું હૃદય મારામાં વ્યથિત થયું છે. મારાં સર્વ હાડકાં કંપે છે. હું દ્રાક્ષારસથી મગ્ન બનેલ છું, યહોવાહને લીધે અને તેમના પવિત્ર વચનોને લીધે દ્રાક્ષારસથી મગ્ન થયેલા માણસના જેવો છું.

  2. ¶ પછી આત્મા મને ઊંચે ચઢાવીને દૂર લઈ ગયો; હું દુ:ખી થઈને તથા મારા આત્મામાં ક્રોધી થઈને ગયો, કેમ કે, યહોવાહનો હાથ પ્રબળ રીતે મારા પર હતો.

  3. હું તેલ-આબીબ કબાર નદીને કિનારે રહેતા બંદીવાનોની પાસે ગયો, હું સાત દિવસ સુધી તેઓની વચ્ચે સ્તબ્ધ થઈને બેસી રહ્યો.

  4. ¶ અહીં આ બાબતનો અંત છે. હું, દાનિયેલ, મારા વિચારોથી ઘણો ભયભીત થયો અને મારા ચહેરાનો દેખાવ બદલાઈ ગયો. પણ આ વાત મેં મારા હૃદયમાં રાખી.”

  5. હું એકલો રહી ગયો અને આ મહાન સંદર્શન જોયું. મારામાં સામર્થ્ય રહી નહિ; ભયથી મારો દેખાવ ફિક્કો પડી ગયો, હું શક્તિહીન થઈ ગયો.

  6. હે યહોવાહ, તમારા વિષે મેં બયાન સાંભળ્યું છે અને મને બીક લાગી. યહોવાહ, ચાલ્યા જતા સમયોમાં તમારા કામનું પુનર્જીવન કરો; આ વર્ષોમાં તેને પ્રગટ કરો; તમારા ક્રોધમાં પણ દયાને યાદ કરો!

  7. એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડ્યો. અવાજથી મારા હોઠ થથર્યા. મારા હાડકાંમાં સડો લાગ્યો છે અને મારી જગાએ હું કાંપ્યો છું. જ્યારે લોકો પર હુમલો કરવાને લશ્કર ચઢી આવે ત્યારે હું એ સંકટના સમયે પણ ધીરજ રાખું.