મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નિર્ગમન ૩૬:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરું કરવા માટે જોઈએ તેના કરતાં વધારે હતું.

  2. નિર્ગમન ૩૬:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેઓમાંના પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે કરુબના આકૃતિ સાથે ભૂરા, જાંબુડા, કિરમજી રંગના, ઝીણા કાંતેલા શણના તથા લાલ ઊનના દશ પડદાઓનો મંડપ બનાવ્યો. આ કામ બસાલેલનું હતું, જે હોશિયાર કારીગર હતો.

  3. નિર્ગમન ૩૬:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પ્રત્યેક પડદાની લંબાઈ અઠ્ઠાવીસ હાથ તથા પ્રત્યેક પડદાની પહોળાઈ ચાર હાથ હતી. સર્વ પડદા એક જ માપના હતા.

  4. નિર્ગમન ૩૬:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    બસાલેલે પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા અને બીજા પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા.

  5. નિર્ગમન ૩૬:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા વસ્ત્રની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના છેલ્લાં પડદાની કિનારે પણ તેણે એ જ પ્રમાણે કર્યું.

  6. નિર્ગમન ૩૬:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એક પડદામાં તેણે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા પડદામાં કિનારે તેણે પચાસ નાકાં બનાવ્યાં. આમ નાકાં એકબીજાની સામસામે હતા.

  7. નિર્ગમન ૩૬:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આ નાકાંઓને જોડવા માટે તેણે પચાસ સોનાની કડીઓ બનાવી અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ મંડપ બન્યો.

  8. નિર્ગમન ૩૬:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માટે બસાલેલે બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદાઓ બનાવ્યાં.

  9. નિર્ગમન ૩૬:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પ્રત્યેક પડદાની લંબાઈ ત્રીસ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી. તે અગિયાર પડદા એક જ માપના હતા.

  10. નિર્ગમન ૩૬:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેણે પાંચ પડદા એકબીજા સાથે જોડ્યા અને બીજા છ પડદાને એકબીજા સાથે જોડ્યા.

  11. નિર્ગમન ૩૬:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેણે પહેલા મોટા પડદાના છેલ્લાં પડદાની કિનારે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં બનાવ્યાં.

  12. નિર્ગમન ૩૬:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેમને જોડીને આખો તંબુ બનાવવા માટે બસાલેલે પિત્તળની પચાસ કડીઓ બનાવી.

  13. નિર્ગમન ૩૬:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેણે તંબુને માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું આચ્છાદન બનાવ્યું અને તે પર ચામડાંનું આચ્છાદન બનાવ્યું.

  14. નિર્ગમન ૩૬:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ બસાલેલે પવિત્રમંડપને માટે બાવળના લાકડાંનાં ઊભાં પાટિયાં બનાવ્યાં.

  15. નિર્ગમન ૩૬:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પ્રત્યેક પાટિયાની લંબાઈ દશ હાથ અને દરેક પાટિયાની પહોળાઈ દોઢ હાથ હતી.

  16. નિર્ગમન ૩૬:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પ્રત્યેક પાટિયાને એકબીજા સાથે જોડવા માટે દરેકને બે સાલ હતાં. મંડપના સર્વ પાટિયાને તેણે એ જ પ્રમાણે કર્યું.

  17. નિર્ગમન ૩૬:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેણે મંડપને માટે પાટિયાં બનાવ્યાં. તેણે દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.

  18. નિર્ગમન ૩૬:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ બસાલેલે તે વીસ પાટિયાંની નીચે ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટિયાં નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ પણ બનાવી.

  19. નિર્ગમન ૩૬:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ઉત્તર તરફ મંડપની બીજી બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.

  20. નિર્ગમન ૩૬:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અને તે વીસ પાટિયાંની ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટીયા નીચે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે બે કૂંભીઓ બનાવી.

  21. નિર્ગમન ૩૬:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછી તેને માટે તેણે છે પાટિયાં બનાવ્યાં હતાં.

  22. નિર્ગમન ૩૬:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેની પછીના છેડાઓને માટે તેણે બે પાટિયાં બનાવ્યાં.

  23. નિર્ગમન ૩૬:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેઓ નીચેથી જોડેલાં હતાં અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્નેને તે જ પ્રમાણે કર્યું.

  24. નિર્ગમન ૩૬:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આમ આઠ પાટિયાં હતાં, તેઓની ચાંદીની સોળ કૂંભીઓ હતી. એટલે દરેક પાટીયા નીચે બબ્બે કૂંભીઓ બનાવી.

  25. નિર્ગમન ૩૬:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેણે બાવળના લાકડાની ભૂંગળો બનાવી. મંડપની એક બાજુનાં પાટિયાને સારુ પાંચ,