મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ યહોવાહે મૂસાને કહ્યું, “તું આ વચનો લખ, કેમ કે આ વચનો પ્રમાણે મેં તારી સાથે વાત કરી છે અને તારી તથા ઇઝરાયલીઓની સાથે કરાર કર્યો છે.”

  2. મૂસા ત્યાં યહોવાહ ની સાથે ચાળીસ દિવસ તથા ચાળીસ રાત હતો; તેણે રોટલી ખાધી ન હતી, તેમ જ પાણી પણ પીધું ન હતું. તેણે શિલાપાટીઓ ઉપર કરારના શબ્દો, એટલે દશ આજ્ઞાઓ લખી.

  3. નિર્ગમન ૩૪:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ જયારે મૂસા સિનાઈ પર્વત પરથી ઊતર્યો, ત્યારે તેના હાથમાં કરારના બે શિલાપાટીઓ હતી, મૂસા જાણતો ન હતો કે તેનો પોતાનો ચહેરો ઈશ્વર સાથે વાત કર્યાને લીધે પ્રકાશતો હતો.

  4. નિર્ગમન ૩૪:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જયારે હારુન તથા સર્વ ઇઝરાયલીઓએ મૂસાને જોયો, ત્યારે તેનો ચહેરો પ્રકાશતો હતો અને તેઓ તેની પાસે આવતાં ગભરાતા હતા.

  5. નિર્ગમન ૩૪:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પણ મૂસાએ તેઓને બોલાવ્યા અને હારુન તથા સભાના સર્વ અધિકારીઓ તેની પાસે આવ્યા. પછી મૂસાએ તેઓની સાથે વાત કરી.

  6. નિર્ગમન ૩૪:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તે પછી સર્વ ઇઝરાયલીઓ મૂસાની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાહે જે બધી આજ્ઞાઓ આપી હતી, તે સર્વ તેણે તેઓને ફરમાવી.

  7. નિર્ગમન ૩૪:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જયારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું, ત્યારે તેણે પોતાના મુખ ઉપર મુખપટ નાખ્યો.

  8. નિર્ગમન ૩૪:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ જ્યારે જ્યારે મૂસા યહોવાહ સમક્ષ વાત કરવા માટે તેમની સમક્ષ જતો, ત્યારે ત્યારે તે ત્યાંથી બહાર આવે ત્યાં સુધી તે મુખપટને રાખતો નહોતો. તે તંબુમાંથી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હતી તે તે ઇઝરાયલીઓને કહી સંભળાવતો.

  9. નિર્ગમન ૩૪:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ઇઝરાયલીઓએ મૂસાનો ચહેરો જોયો, તો તેનો ચહેરો પ્રકાશતો હતો. પણ તે યહોવાહની સાથે વાત કરવાને અંદર જતો ત્યાં સુધી તે પોતાના મુખ ઉપર ફરીથી મુખપટ રાખતો.

  10. નિર્ગમન ૩૫:૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ મૂસાએ સર્વ ઇઝરાયલીઓની એક સભા ભેગી કરીને તેઓને કહ્યું, “આ બાબતો એ છે કે યહોવાહે તમને પાળવા માટે આજ્ઞા આપી છે.

  11. નિર્ગમન ૩૫:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તે તમારે માટે પવિત્ર દિવસ થાય, યહોવાહને માટે તે વિશ્રામવાર થાય. તે દિવસે જે કોઈ કામ કરે તે મારી નંખાય.

  12. નિર્ગમન ૩૫:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    વિશ્રામવારના દિવસે તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં આગ સળગાવવી નહિ.”

  13. નિર્ગમન ૩૫:૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ મૂસાએ ઇઝરાયલીઓની આખી સભાને કહ્યું, “જે આજ્ઞા યહોવાહે આપી છે તે આ પ્રમાણે છે.

  14. નિર્ગમન ૩૫:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    યહોવાહને માટે તમારામાંથી અર્પણ લો, જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાહને સારુ અર્પણ લાવે: એટલે સોનું, ચાંદી, પિત્તળ,

  15. નિર્ગમન ૩૫:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ભૂરા, જાંબુડિયા, કિરમજી રંગનું ઊન, શણનું ઝીણું કાપડ, બકરાંના વાળ;

  16. નિર્ગમન ૩૫:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ઘેટાંનું લાલ રંગેલુ ચામડું, સીલ માછલાંના ચામડાં, બાવળનાં લાકડાં;

  17. નિર્ગમન ૩૫:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    દીવાને માટે તેલ, અભિષેકના તેલ માટે, સુંગધીદાર ધૂપ માટે સુગંધી દ્રવ્યો,

  18. નિર્ગમન ૩૫:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ગોમેદ પાષાણો, એફોદમાં અને ઉરાવરણમાં જડવાના પાષાણો.

  19. નિર્ગમન ૩૫:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તમારામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાહે જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે;

  20. નિર્ગમન ૩૫:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પવિત્રમંડપનો તંબુ, તેનું આચ્છાદન, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તેના સ્તંભો તથા તેની કૂંભીઓ;

  21. નિર્ગમન ૩૫:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    કરારકોશ તથા તેના દાંડા, દયાસન તથા ઓથાનો પડદો.

  22. નિર્ગમન ૩૫:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ મેજ તથા તેને ઊંચકવાની દાંડીઓ, તેનાં બધાં પાત્રો તથા અર્પેલી રોટલી;

  23. નિર્ગમન ૩૫:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    દીપવૃક્ષ તથા તેનાં સાધનો, દીવાઓ તથા દીવાને માટે તેલ;

  24. નિર્ગમન ૩૫:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ધૂપની વેદી અને તેની દાંડીઓ, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ તથા મૂલાકાતમંડપનો પ્રવેશદ્વાર માટેનો પડદો;

  25. નિર્ગમન ૩૫:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    દહનીયાર્પણની વેદી તથા તેની પિત્તળની જાળી, તેના દાંડા તથા તેના પાત્રો, કુંડી તથા તેનું તળિયું.