મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નિર્ગમન ૩૭:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, આમ દીપવૃક્ષમાંથી નીકળતી કુલ છ શાખાઓ હતી.

  2. નિર્ગમન ૩૭:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ દીપવૃક્ષમાં બદામફૂલના આકારના બનાવેલા ચાર ચાડાં, તેઓની કળીઓ તથા તેઓના ફૂલ હતાં.

  3. નિર્ગમન ૩૭:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું, આમ ચાર ફૂલ હતાં.

  4. નિર્ગમન ૩૭:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં અને એ બધું શુદ્ધ સોનાનાં ઘડતર કામનું હતું.

  5. નિર્ગમન ૩૭:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ બસાલેલે તેના સાત દીવા, દીવી માટે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમારવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં.

  6. નિર્ગમન ૩૭:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેણે દીપવૃક્ષ અને તેનો સાજ બનાવવામાં એક તાલંત શુદ્ધ સોનું વાપર્યું હતું.

  7. નિર્ગમન ૩૭:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ બસાલેલે ધૂપ માટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. તેની લંબાઈ એક હાથ, પહોળાઈ એક હાથ તથા ઊંચાઈ બે હાથ અને સમચોરસ હતી. તેના શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં.

  8. નિર્ગમન ૩૭:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આખી વેદીને તેણે શુદ્ધ સોનાથી મઢી હતી, એટલે તેની ચારે તરફની બાજુઓ તથા તેના શિંગ અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.

  9. નિર્ગમન ૩૭:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેણે તેને માટે બે સોનાનાં કડાં બનાવીને બન્ને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેથી તેને ઊંચકતી વખતે દાંડા પરોવી શકાય.

  10. નિર્ગમન ૩૭:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢ્યા.

  11. નિર્ગમન ૩૭:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેણે અભિષેક માટેનું પવિત્ર તેલ તથા શુદ્ધ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બનાવ્યાં.

  12. નિર્ગમન ૩૮:૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેણે બાવળના લાકડામાંથી દહનીયાર્પણની વેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ, તેની પહોળાઈ પાંચ હાથ તથા તેની ઊંચાઈ ત્રણ હાથ હતી અને તે ચોરસ હતી.

  13. નિર્ગમન ૩૮:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર પિત્તળનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું.

  14. નિર્ગમન ૩૮:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેણે વેદીનાં બધાં જ પાત્રો એટલે ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ત્રિપાંખિયાં અને સગડીઓને પિત્તળનાં બનાવ્યાં.

  15. નિર્ગમન ૩૮:૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેણે વેદીની માટે તેની ધારની નીચે આસપાસ પિત્તળની ગૂંથેલી જાળી તેની અડધી ઊંચાઈએ પહોંચે તેવી બનાવી.

  16. નિર્ગમન ૩૮:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેણે પિત્તળની જાળીના ચાર છેડાને સારુ દાંડા રાખવાને માટે ચાર કડાં બનાવ્યાં.

  17. નિર્ગમન ૩૮:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ બસાલેલે બાવળના લાકડાના દાંડા બનાવીને તેને પિત્તળથી મઢી લીધા.

  18. નિર્ગમન ૩૮:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુ પરનાં કડાંઓમાં પરોવી દીધા. તેણે તે વેદી ખોખા જેવી પોલી રાખી હતી.

  19. નિર્ગમન ૩૮:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.

  20. નિર્ગમન ૩૮:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેણે આંગણું બનાવ્યું. તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત સો હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી.

  21. નિર્ગમન ૩૮:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આ પડદાને પકડી રાખવા માટે વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા ચાંદીના બનાવેલા હતા.

  22. નિર્ગમન ૩૮:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ ઉત્તરની બાજુએ સો હાથ લાંબા પડદા હતા અને તેને માટે પિત્તળના વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ હતી તથા આંકડા અને સળિયા ચાંદીના હતા.

  23. નિર્ગમન ૩૮:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આંગણાની પશ્ચિમ બાજુએ પચાસ હાથ લાંબા પડદા, દસ સ્તંભો તથા દસ કૂંભીઓ હતી અને આંકડા અને સળિયા ચાંદીના હતા.

  24. નિર્ગમન ૩૮:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ આંગણાની પૂર્વ તરફ પચાસ હાથ લાંબા પડદા હતા.

  25. નિર્ગમન ૩૮:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પ્રવેશદ્વારની એક બાજુને માટે પડદા પંદર હાથનાં હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેઓની કૂંભીઓ ત્રણ હતી.