મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નિર્ગમન ૩૯:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તે ચોરસ હતું. તેણે ઉરપત્રને બેવડું બનાવ્યું. બેવડાની લંબાઈ એક વેંત અને પહોળાઈ એક વેંત હતી.

  2. નિર્ગમન ૩૯:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેઓએ તેમાં પાષાણની ચાર હારો બેસાડેલી હતી. પ્રથમ હારમાં માણેક, પોખરાજ તથા લાલ રત્ન હતા.

  3. નિર્ગમન ૩૯:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    બીજી હાર લીલમ, નીલમ અને હીરાની હતી.

  4. નિર્ગમન ૩૯:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ત્રીજી હાર શનિ, અકીક તથા યાકૂતની હતી.

  5. નિર્ગમન ૩૯:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ચોથી હાર ગોમેદ, પીરોજ તથા યાસપિસની હતી. એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.

  6. નિર્ગમન ૩૯:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ આ રીતે પાષાણો તેઓના નામ પ્રમાણે એટલે ઇઝરાયલનાપુત્રોના નામ પ્રમાણે બાર નંગો હતા. તેના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. બારે કુળોમાંના દરેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.

  7. નિર્ગમન ૩૯:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેણે ન્યાયકરણ ઉરપત્રક માટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી.

  8. નિર્ગમન ૩૯:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેણે સોનાની બે કળીઓ બનાવી અને ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માટે બે સોનાની નકશી બનાવી.

  9. નિર્ગમન ૩૯:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેઓએ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી.

  10. નિર્ગમન ૩૯:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને તેઓએ તેમને એફોદના આગલા ભાગમાં તેની સ્કંધપટીઓ પર લગાડ્યા.

  11. નિર્ગમન ૩૯:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવી અને તેઓને એફોદની નજીકના ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી.

  12. નિર્ગમન ૩૯:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેઓએ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી.

  13. નિર્ગમન ૩૯:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ ઉરપત્રના નીચલા છેડાને ભૂરી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી દીધો, જેથી યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ ન્યાયકરણ ઉરપત્રક કરમપટા ઉપર રહે અને છુટ્ટું ન પડી જાય.

  14. નિર્ગમન ૩૯:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ બસાલેલે એફોદ પરનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવ્યો હતો.

  15. નિર્ગમન ૩૯:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેણે જામાની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. કિનાર ફાટી ન જાય તે માટે સીવવામાં આવી હતી.

  16. નિર્ગમન ૩૯:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જામાની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના, ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં.

  17. નિર્ગમન ૩૯:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેમ જ તેઓએ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવીને તેને દાડમો વચ્ચે નીચલી બાજુએ મૂકી હતી.

  18. નિર્ગમન ૩૯:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એ જ રીતે ઝભ્ભાની નીચેની બાજુએ વારાફરતી દાડમ અને ઘૂઘરી આવતાં હતાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે હારુન યહોવાહની સેવા કરતી વખતે આ ઝભ્ભો પહેરતો હતો.

  19. નિર્ગમન ૩૯:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેઓએ હારુન અને તેના પુત્રો માટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં.

  20. નિર્ગમન ૩૯:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    વળી તેઓએ ઝીણા કાંતેલા શણમાંથી પાઘડીઓ, ફાળિયાં તથા ઝીણા કાંતેલા શણની ઈજારો બનાવ્યાં.

  21. નિર્ગમન ૩૯:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ ભૂરા, કિરમજી, લાલ ઊનનો ભરત ભરેલો તથા ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.

  22. નિર્ગમન ૩૯:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેઓએ શુદ્ધ સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું; તેઓએ તેના પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, યહોવાહને સારુ પવિત્ર.

  23. નિર્ગમન ૩૯:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેને પાઘડીની ટોચે બાંધવા સારુ તેઓએ તેને ભૂરા રંગની પટ્ટી સાથે બાંધેલી હતી. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

  24. નિર્ગમન ૩૯:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ આ રીતે યહોવાહે મૂસાને આપેલી આજ્ઞા અનુસાર મુલાકાતમંડપનું કામ પૂર્ણ થયું. આ બધું જ ઇઝરાયલીઓએ આજ્ઞા મુજબ કર્યું.

  25. નિર્ગમન ૩૯:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, સ્તંભો અને કૂંભીઓ મૂસા પાસે લાવ્યા;