- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
આ કાળની કલમો
- નિર્ગમન ૩૯:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
તેઓએ તેને ઘેટાંના સૂકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના આચ્છાદન અને ઝીણા ચામડામાંથી બનાવેલા આચ્છાદન તથા અંતરપટ,
- નિર્ગમન ૩૯:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
કરારકોશ, તેના દાંડા તથા તેનું આચ્છાદન બનાવ્યાં.
- નિર્ગમન ૩૯:૩૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ તેઓ મેજ અને તેનાં બધાં સાધનો તથા સમક્ષતાની રોટલી;
- નિર્ગમન ૩૯:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
શુદ્ધ સોનાનું દીપવૃક્ષ તથા તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, તેનાં બધાં સાધનો અને પૂરવાનું તેલ;
- નિર્ગમન ૩૯:૩૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
સોનાની વેદી, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ, મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો;
- નિર્ગમન ૩૯:૩૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
પિત્તળની વેદી, તેની પિત્તળની બનાવેલી જાળી, તેના દાંડા અને તેનાં બધાં સાધનો, હોજ તથા તેનું તળિયું બનાવ્યાં.
- નિર્ગમન ૩૯:૪૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ આંગણાની ભીંતો માટેના પડદાઓ અને તેને લટકાવવા માટેનાં સ્તંભો તથા કૂંભીઓ, તેમ જ આંગણાના પ્રવેશદ્વાર માટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ, મુલાકાતમંડપમાં સેવા માટે વાપરવાનાં બધાં સાધનો લાવ્યાં.
- નિર્ગમન ૩૯:૪૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં.
- નિર્ગમન ૩૯:૪૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ યહોવાહે મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇઝરાયલીઓએ પૂર્ણ કર્યું હતું.
- નિર્ગમન ૩૯:૪૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાહના જણાવ્યા મુજબ બનાવ્યું છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેઓને આશીર્વાદ આપ્યો.
- નિર્ગમન ૪૦:૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ પછી યહોવાહે મૂસાને કહ્યું,
- નિર્ગમન ૪૦:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
“પ્રથમ માસના પ્રથમ દિવસે તું મુલાકાતમંડપ ઊભો કરજે.
- નિર્ગમન ૪૦:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ તેની અંદર દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે કરારકોશ મંડપમાં મૂકજે; અને કરારકોશને પડદાથી ઢાંકી દેજે.
- નિર્ગમન ૪૦:૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
મેજને અંદર લાવીને તેના પર પાત્રો ગોઠવજે અને દીવી લાવીને તેના પર દીવાઓ સળગાવજે.
- નિર્ગમન ૪૦:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે.
- નિર્ગમન ૪૦:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
તું દહનીયાર્પણની વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.
- નિર્ગમન ૪૦:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂકજે અને તેમાં પાણી ભરજે.
- નિર્ગમન ૪૦:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ તું મુલાકાતમંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરીને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે.
- નિર્ગમન ૪૦:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
તું અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરીને તેની તથા તેમાંના બધાં સાધનોની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે.
- નિર્ગમન ૪૦:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
તું દહનીયાર્પણની વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરીને તેમને શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે.
- નિર્ગમન ૪૦:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
તું હોજનો અને તેના તળિયાંનો અભિષેક કરીને તેને પવિત્ર કરજે.
- નિર્ગમન ૪૦:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ તું હારુનને તથા તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેઓને પાણીથી સ્નાન કરાવજે.
- નિર્ગમન ૪૦:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરજે અને યાજક તરીકે મારી સેવા કરવા માટે તેને પવિત્ર કરજે.
- નિર્ગમન ૪૦:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ તું તેના પુત્રોને લાવીને અંગરખાં પહેરાવજે.
- નિર્ગમન ૪૦:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે.”