- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
આ કાળની કલમો
- નિર્ગમન ૪૦:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું.
- નિર્ગમન ૪૦:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો.
- નિર્ગમન ૪૦:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
મૂસાએ કૂંભીઓ ગોઠવી, પાટિયાં બેસાડ્યાં, વળીઓ જડી દીધી, ભૂંગળો નાખી તથા તેના સ્તંભો રોપ્યા.
- નિર્ગમન ૪૦:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું.
- નિર્ગમન ૪૦:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
તેણે સાક્ષ્યલેખ લઈને કરારકોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું.
- નિર્ગમન ૪૦:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ કરારકોશને મૂસાએ પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાહની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો.
- નિર્ગમન ૪૦:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂક્યું.
- નિર્ગમન ૪૦:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
તેના ઉપર મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર યહોવાહને અર્પેલી રોટલી મૂકી.
- નિર્ગમન ૪૦:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ મુલાકાતમંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેણે દીવી મૂકી.
- નિર્ગમન ૪૦:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ તેના ઉપર યહોવાહ સમક્ષ દીવા સળગાવ્યાં.
- નિર્ગમન ૪૦:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી.
- નિર્ગમન ૪૦:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો.
- નિર્ગમન ૪૦:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો.
- નિર્ગમન ૪૦:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
મૂસાએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માટે દહનીયાર્પણની વેદી ગોઠવી અને તેના ઉપર બળેલાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ અર્પણ કરવા આ બધું તેણે યહોવાહની આજ્ઞા મુજબ કર્યું.
- નિર્ગમન ૪૦:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે હોજ ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માટે પાણી રેડ્યું.
- નિર્ગમન ૪૦:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા.
- નિર્ગમન ૪૦:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
જયારે તેઓ મુલાકાતમંડપમાં જતા અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા, ત્યારે તેઓ સ્નાન કરતા, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
- નિર્ગમન ૪૦:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
મૂસાએ પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભુ કર્યું. તેણે આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.
- નિર્ગમન ૪૦:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ પછી મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાહનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું.
- નિર્ગમન ૪૦:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
મૂસા મુલાકાતમંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે વાદળ તેના પર સ્થિર થયું હતું અને યહોવાહનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.
- નિર્ગમન ૪૦:૩૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ જયારે મેઘને મંડપ ઉપરથી ઊઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલીઓ પોતાની મુસાફરીમાં આગળ આવતા.
- નિર્ગમન ૪૦:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ પામતા નહિ.
- નિર્ગમન ૪૦:૩૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
યહોવાહ દિવસ દરમિયાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇઝરાયલી લોકો સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.
- લેવીય ૧:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ યહોવાહે મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરી કે,
- લેવીય ૧:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
“તું ઇઝરાયલી લોકોને એમ કહે કે, ‘જ્યારે તમારામાંનો કોઈ માણસ યહોવાહને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાંનું, એટલે જાનવરમાંનું ખાસ કરીને ઘેટાંબકરાંમાંનું ચઢાવવું.