મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નિર્ગમન ૩૮:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    બીજી બાજુને માટે પણ તેમ જ હતું. આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ તથા પેલી બાજુએ પંદર હાથનાં પડદા હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેમની કૂંભીઓ ત્રણ હતી.

  2. નિર્ગમન ૩૮:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આગણાંની આસપાસના સર્વ પડદા ઝીણા કાંતેલા શણના હતા.

  3. નિર્ગમન ૩૮:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ સ્તંભોને માટે કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભના આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં અને તેઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતા. આંગણાના સર્વ સ્તંભ ચાંદીથી મઢેલા હતા.

  4. નિર્ગમન ૩૮:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભરત ભરનારે બનાવેલો, ભૂરા, જાંબુડા, કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ પાંચ હાથ, એટલે આંગણાના પડદાઓના માપનો હતો.

  5. નિર્ગમન ૩૮:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેઓના ચાર સ્તંભ તથા તેઓની પિત્તળની ચાર કૂંભીઓ હતાં. તેઓના આંકડા ચાંદીના તથા તેઓના મથાળાં તથા સળિયા ચાંદીથી મઢેલાં હતાં.

  6. નિર્ગમન ૩૮:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખીલીઓ પિત્તળની બનાવેલી હતી.

  7. નિર્ગમન ૩૮:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ મંડપનો એટલે કે સાક્ષ્યમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકરા ઈથામારની હસ્તક કરવામાં આવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે.

  8. નિર્ગમન ૩૮:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જે વિષે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે સર્વ યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલે બનાવ્યું.

  9. નિર્ગમન ૩૮:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેને મદદ કરનાર દાનના કુળના અહીસામાખનો દીકરો આહોલીઆબ કોતરકામ કરનાર, નકશી કોતરનાર તથા બાહોશ કારીગર અને ભૂરા, જાંબુડા, કિરમજી ઊન તેમ જ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.

  10. નિર્ગમન ૩૮:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ જે સોનું પવિત્રસ્થાનના સર્વ કામને માટે વાપરવામાં આવ્યું, એટલે અર્પણનું સોનું, તે સઘળું ઓગણત્રીસ તાલંત સાતસો ત્રીસ શેકેલ પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે હતું.

  11. નિર્ગમન ૩૮:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    વસ્તીગણતરીની નોંધણી વખતે સમુદાય પાસેથી મળેલ ચાંદીનું વજન એકસો તાલંત અને એક હજાર સાતસો પંચોતેર તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે હતું.

  12. નિર્ગમન ૩૮:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    વસ્તીગણતરીમાં વીસ વર્ષની અને તેની ઉપરની ઉંમરના જેટલા પુરુષો હતા તેઓની સંખ્યા છે લાખ ત્રણ હજાર પાંચસો પચાસ હતી, તેઓમાંથી પ્રત્યેક પુરુષ એક બેકા ચાંદી એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ ચાંદી આપી.

  13. નિર્ગમન ૩૮:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પવિત્રસ્થાન માટેની અને પડદા માટેની કૂંભીઓ બનાવવામાં સો તાલંત ચાંદી વપરાઈ હતી: તેમાંથી સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની હતી.

  14. નિર્ગમન ૩૮:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    બાકીની એક હજાર સાતસો પંચોતેર શેકેલ ચાંદીમાંથી તેણે સ્તંભોના આંકડા બનાવ્યાં તથા તેમનાં મથાળાં મઢ્યાં તથા તેઓને સારુ સળિયા બનાવ્યાં.

  15. નિર્ગમન ૩૮:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત તથા બે હજાર ચારસો શેકેલ હતું.

  16. નિર્ગમન ૩૮:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ આ પિત્તળનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂંભીઓ, પિત્તળની વેદી, તેની પિત્તળની જાળી, વેદીના સર્વ સાધનો,

  17. નિર્ગમન ૩૮:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    આસપાસના આંગણાની કૂંભીઓ, મંડપની સર્વ મેખો તથા આસપાસના આંગણાની સર્વ મેખો બનાવ્યાં.

  18. નિર્ગમન ૩૯:૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઝીણાં વસ્ત્રો બનાવ્યાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માટે પવિત્ર વસ્ત્રો બનાવ્યાં.

  19. નિર્ગમન ૩૯:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેણે સોનાનો, ભૂરા, જાંબુડા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણનો એફોદ બનાવ્યો.

  20. નિર્ગમન ૩૯:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    સોનાને ટીપીને બસાલેલે સોનાના પાતળાં પટ્ટીઓ બનાવ્યાં અને તેને કાપીને તેના તાર બનાવ્યાં. આ તાર ભૂરા, જાંબુડા, કિરમજી રંગના ઊન, અને બારીક શણથી બનાવવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું.

  21. નિર્ગમન ૩૯:૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેઓએ એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા, જેથી તે બાંધી શકાય.

  22. નિર્ગમન ૩૯:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા સારુ તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો; જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

  23. નિર્ગમન ૩૯:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમના પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડ્યા.

  24. નિર્ગમન ૩૯:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓને ઇઝરાયલના બાર પુત્રોને સારુ સ્મરણ પાષાણો થવા માટે એફોદના ખભાના પટ્ટા પર લગાડ્યા.

  25. નિર્ગમન ૩૯:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તેણે ન્યાયકરણ ઉરપત્રક એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માટે તેણે સોનાનું, ભૂરા, જાંબુડા, કિરમજીનું ઉન તથા ઝીણા કાંતેલા શણનું બનાવ્યું.