મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યોહાન ૧૪:૨આશરે ઈ.સ. ૩૩

    મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે, ના હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું.

  2. યોહાન ૧૪:૩આશરે ઈ.સ. ૩૩

    હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, પછી હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, એ માટે કે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો.

  3. યોહાન ૧૪:૪આશરે ઈ.સ. ૩૩

    હું જ્યાં જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.’”

  4. યોહાન ૧૪:૫આશરે ઈ.સ. ૩૩

    થોમા તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો, તે અમે જાણતા નથી; ત્યારે અમે માર્ગ કેવી રીતે જાણીએ?’”

  5. યોહાન ૧૪:૬આશરે ઈ.સ. ૩૩

    ઈસુ તેને કહે છે કે, ‘માર્ગ, સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.

  6. યોહાન ૧૪:૭આશરે ઈ.સ. ૩૩

    તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત; હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.

  7. યોહાન ૧૪:૮આશરે ઈ.સ. ૩૩

    ¶ ફિલિપ તેમને કહે છે કે, ‘પ્રભુ, અમને પિતા દેખાડો, એ અમારે માટે પૂરતું છે.

  8. યોહાન ૧૪:૯આશરે ઈ.સ. ૩૩

    ઈસુ તેને કહે છે કે, ‘ફિલિપ, લાંબા સમય સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે; તો તું શા માટે કહે છે કે, ‘અમને પિતા દેખાડો?

  9. યોહાન ૧૪:૧૦આશરે ઈ.સ. ૩૩

    હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહિ? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાના કામ કરે છે.

  10. યોહાન ૧૪:૧૧આશરે ઈ.સ. ૩૩

    હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર કરો, નહિ તો કામોને જ લીધે મારા પર વિશ્વાસ રાખો.’”

  11. યોહાન ૧૪:૧૨આશરે ઈ.સ. ૩૩

    હું તમને સાચે જ કહું છું કે, ‘હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે અને એના કરતાં પણ મોટાં કામો કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું.

  12. યોહાન ૧૪:૧૩આશરે ઈ.સ. ૩૩

    જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, એ માટે કે પિતા દીકરામાં મહિમાવાન થાય.

  13. યોહાન ૧૪:૧૪આશરે ઈ.સ. ૩૩

    જો તમે મારે નામે મારી પાસે કંઈ માગશો તો તે પ્રમાણે હું કરીશ.

  14. યોહાન ૧૪:૧૫આશરે ઈ.સ. ૩૩

    જો તમે મારા પર પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળશો.

  15. યોહાન ૧૪:૧૬આશરે ઈ.સ. ૩૩

    અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક તમારી પાસે સદા રહેવા માટે આપશે,

  16. યોહાન ૧૪:૧૭આશરે ઈ.સ. ૩૩

    એટલે સત્યનો આત્મા, જેને માનવજગત પામી નથી શકતું; કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી; પણ તમે તેમને જાણો છો; કેમ કે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે.

  17. યોહાન ૧૪:૧૮આશરે ઈ.સ. ૩૩

    હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ.

  18. યોહાન ૧૪:૧૯આશરે ઈ.સ. ૩૩

    થોડીવાર પછી દુનિયા મને ફરીથી નહિ જોશે, પણ તમે મને જોશો; હું જીવું છું માટે તમે પણ જીવશો.

  19. યોહાન ૧૪:૨૦આશરે ઈ.સ. ૩૩

    તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું. તમે મારામાં છો અને હું તમારામાં છું.

  20. યોહાન ૧૪:૨૧આશરે ઈ.સ. ૩૩

    જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.’”

  21. યોહાન ૧૪:૨૨આશરે ઈ.સ. ૩૩

    યહૂદા, જે ઇશ્કારિયોત ન હતો, તે તેને કહે છે કે, ‘પ્રભુ, તમે પોતાને અમારી આગળ પ્રગટ કરશો અને દુનિયાની સમક્ષ નહિ, એનું શું કારણ છે?’”

  22. યોહાન ૧૪:૨૩આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ જવાબ આપ્યો કે, ‘જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે; અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.

  23. યોહાન ૧૪:૨૪આશરે ઈ.સ. ૩૩

    જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનોનું પાલન કરતો નથી. જે વચન તમે સાંભળો છો તે મારા નથી, પણ જે પિતાએ મને મોકલ્યો છે તેમના છે.

  24. યોહાન ૧૪:૨૫આશરે ઈ.સ. ૩૩

    હું હજી તમારી સાથે રહું છું એટલામાં મેં તમને એ વચનો કહ્યાં છે.

  25. યોહાન ૧૪:૨૬આશરે ઈ.સ. ૩૩

    પણ સહાયક, એટલે પવિત્ર આત્મા, જેમને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે અને મેં જે સર્વ તમને કહ્યું તે સઘળું તમારાં સ્મરણમાં લાવશે.