મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે ઈશ્વર હતા.

  2. તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા.

  3. યોહાન ૧:૩આશરે ઈ.પૂ. ૪૦૦૪

    તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.

  4. યોહાન ૧:૪આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.

  5. યોહાન ૧:૫આશરે ઈ.પૂ. ૪૦૦૪

    તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.

  6. યોહાન ૧:૬આશરે ઈ.સ. ૫

    ¶ ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું.

  7. યોહાન ૧:૭આશરે ઈ.સ. ૫

    તે સાક્ષી માટે આવ્યો કે અજવાળા વિષે સાક્ષી કરાવે, કે જેથી સર્વ તેના દ્વારા વિશ્વાસ કરે.

  8. યોહાન ૧:૮આશરે ઈ.સ. ૫

    યોહાન પોતે તે અજવાળું ન હતો, પણ અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો.

  9. યોહાન ૧:૯આશરે ઈ.સ. ૫

    ¶ ખરું અજવાળું તે ઈસુ હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.

  10. યોહાન ૧:૧૦આશરે ઈ.સ. ૫

    ¶ તેઓ દુનિયામાં હતા અને તેમના દ્વારા દુનિયા ઉત્પન્ન થઇ છે અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ.

  11. યોહાન ૧:૧૧આશરે ઈ.સ. ૫

    તે પોતાના લોકોની પાસે આવ્યા, પણ તેમણે તેમનો અંગીકાર કર્યો નહિ.

  12. યોહાન ૧:૧૨આશરે ઈ.સ. ૫

    ¶ છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો.

  13. યોહાન ૧:૧૩આશરે ઈ.સ. ૫

    તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.

  14. યોહાન ૧:૧૪આશરે ઈ.સ. ૫

    ¶ અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.

  15. યોહાન ૧:૧૫આશરે ઈ.સ. ૫

    યોહાને તેમના વિષે સાક્ષી આપી અને પોકારીને કહ્યું કે, “જેમનાં વિષે મેં કહ્યું હતું કે, તેઓ એ જ છે, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા.”

  16. યોહાન ૧:૧૬આશરે ઈ.સ. ૫

    ¶ કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા.

  17. યોહાન ૧:૧૭આશરે ઈ.સ. ૫

    નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં.

  18. યોહાન ૧:૧૮આશરે ઈ.સ. ૫

    ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી; તેમનો એકનો એક દીકરો, કે જે પિતાની ગોદમાં છે, તેણે ઈશ્વરને પ્રગટ કર્યા છે.

  19. યોહાન ૧:૧૯આશરે ઈ.સ. ૫

    ¶ જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા મોકલ્યા કે, તું કોણ છે? ત્યારે તેની સાક્ષી આ હતી;

  20. યોહાન ૧:૨૦આશરે ઈ.સ. ૫

    એટલે તેણે નકાર કર્યો નહિ, પણ કબૂલ કર્યું કે, “હું તો ખ્રિસ્ત નથી.”

  21. યોહાન ૧:૨૧આશરે ઈ.સ. ૫

    તેઓએ તેને પૂછ્યું, “તો શું તું એલિયા છે?” તેણે કહ્યું, “હું તે નથી.” શું તું આવનાર પ્રબોધક છે? તેણે ઉત્તર આપ્યો કે, ‘ના.’”

  22. યોહાન ૧:૨૨આશરે ઈ.સ. ૫

    ¶ માટે તેઓએ તેને પૂછ્યું કે, ‘તું કોણ છે?’ કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ. તું પોતાના વિષે શું કહે છે?

  23. યોહાન ૧:૨૩આશરે ઈ.સ. ૫

    તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું હતું કે “અરણ્યમાં પોકારનારની એવી વાણી કે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”

  24. યોહાન ૧:૨૪આશરે ઈ.સ. ૫

    ¶ ફરોશીઓ તરફથી તેઓને મોકલવામાં આવ્યા હતા.

  25. યોહાન ૧:૨૫આશરે ઈ.સ. ૫

    તેઓએ તેને પૂછ્યું કે, ‘જો તું તે ખ્રિસ્ત, એલિયા અથવા આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા કેમ આપે છે?’”