મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યોહાન ૧૫:૨૧આશરે ઈ.સ. ૩૩

    પણ એ બધું મારા નામને માટે તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને જાણતા નથી.

  2. યોહાન ૧૫:૨૨આશરે ઈ.સ. ૩૩

    જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ લાગત નહિ; પણ હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી.

  3. યોહાન ૧૫:૨૩આશરે ઈ.સ. ૩૩

    જે મારો દ્વેષ કરે છે, તે મારા પિતાનો પણ દ્વેષ કરે છે.

  4. યોહાન ૧૫:૨૪આશરે ઈ.સ. ૩૩

    જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે કર્યાં ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને તોપણ દ્વેષ રાખ્યો છે.

  5. યોહાન ૧૫:૨૫આશરે ઈ.સ. ૩૩

    તેઓના નિયમશાસ્ત્રમાં વચન લખેલું છે કે, ‘તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે, તે પૂર્ણ થાય તે માટે એવું થયું.

  6. યોહાન ૧૫:૨૬આશરે ઈ.સ. ૩૩

    પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે.

  7. યોહાન ૧૫:૨૭આશરે ઈ.સ. ૩૩

    તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.

  8. યોહાન ૧૬:૧આશરે ઈ.સ. ૩૩

    ‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.

  9. યોહાન ૧૬:૨આશરે ઈ.સ. ૩૩

    તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.

  10. યોહાન ૧૬:૩આશરે ઈ.સ. ૩૩

    તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે.

  11. યોહાન ૧૬:૪આશરે ઈ.સ. ૩૩

    પણ જયારે તે સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.

  12. યોહાન ૧૬:૫આશરે ઈ.સ. ૩૩

    પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી.

  13. યોહાન ૧૬:૬આશરે ઈ.સ. ૩૩

    પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.

  14. યોહાન ૧૬:૭આશરે ઈ.સ. ૩૩

    તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.

  15. યોહાન ૧૬:૮આશરે ઈ.સ. ૩૩

    જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;

  16. યોહાન ૧૬:૯આશરે ઈ.સ. ૩૩

    પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;

  17. યોહાન ૧૬:૧૦આશરે ઈ.સ. ૩૩

    ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી તમે મને જોશો નહિ;

  18. યોહાન ૧૬:૧૧આશરે ઈ.સ. ૩૩

    ન્યાયચુકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.

  19. યોહાન ૧૬:૧૨આશરે ઈ.સ. ૩૩

    હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી.

  20. યોહાન ૧૬:૧૩આશરે ઈ.સ. ૩૩

    તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.

  21. યોહાન ૧૬:૧૪આશરે ઈ.સ. ૩૩

    તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે.

  22. યોહાન ૧૬:૧૫આશરે ઈ.સ. ૩૩

    જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.

  23. યોહાન ૧૬:૧૬આશરે ઈ.સ. ૩૩

    થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો.’”

  24. યોહાન ૧૬:૧૭આશરે ઈ.સ. ૩૩

    ¶ એથી તેમના શિષ્યોમાંના કેટલાકે એકબીજાને કહ્યું, ‘ઈસુ આપણને કહે છે કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, તે શું હશે?’”

  25. યોહાન ૧૬:૧૮આશરે ઈ.સ. ૩૩

    તેઓએ કહ્યું કે, ‘થોડીવાર પછી, એમ ઈસુ કહે છે તે શું છે? ઈસુ શું કહે છે એ આપણે સમજતા નથી.’”