- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યશાયા ૩૧:૫આશરે ઈ.પૂ. ૭૧૩
ઊડનારા પક્ષીની જેમ સૈન્યોના યહોવાહ યરુશાલેમનું રક્ષણ કરશે; તે આચ્છાદન કરીને તેને છોડાવશે, તેને છોડાવીને તે તેનું રક્ષણ કરશે.
- યશાયા ૩૧:૬આશરે ઈ.પૂ. ૭૧૩
¶ હે ઇઝરાયલના લોકો જેમની સામેથી તમે મુખ ફેરવી લીધું છે તેમની તરફ પાછા ફરો.
- યશાયા ૩૧:૭આશરે ઈ.પૂ. ૭૧૩
કેમ કે, તે દિવસે તેઓ દરેક પોતાના હાથોએ બનાવેલી ચાંદીની અને સોનાની પાપરૂપી મૂર્તિને ફેંકી દેશે.
- યશાયા ૩૧:૮આશરે ઈ.પૂ. ૭૧૩
ત્યારે જે તલવાર માણસની નથી તેનાથી આશ્શૂર પડશે અને તેનો સંહાર કરશે; તે તલવારથી નાસી જશે અને તેના જુવાન પુરુષોને સખત પરિશ્રમ કરવા માટે ફરજ પાડવામાં આવશે;
- યશાયા ૩૧:૯આશરે ઈ.પૂ. ૭૧૩
તેઓ ત્રાસને કારણે પોતાનો બધો ભરોસો ખોઈ બેસશે અને તેના સરદારો યહોવાહની યુદ્ધની ધ્વજાથી બીશે.” યહોવાહ, જેમનો અગ્નિ સિયોનમાં અને જેમની ભઠ્ઠી યરુશાલેમમાં છે, તેમનું આ વચન છે.
- યશાયા ૩૨:૧આશરે ઈ.પૂ. ૭૧૩
જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે અને રાજકુમારો ઇનસાફથી શાસન કરશે.
- યશાયા ૩૨:૨આશરે ઈ.પૂ. ૭૧૩
તેમાંનો દરેક માણસ વાયુથી આશ્રયસ્થાન અને વાવાઝોડા સામે આશરા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળાં જેવો, કંટાળાજનક દેશમાં એક વિશાળ ખડકની છાયા જેવો થશે.
- યશાયા ૩૨:૩આશરે ઈ.પૂ. ૭૧૩
પછી જોનારની આંખો ઝાંખી થશે નહિ અને જેઓ સાંભળી શકે છે તેઓના કાન ધ્યાનપૂર્વક સાંભળશે.
- યશાયા ૩૨:૪આશરે ઈ.પૂ. ૭૧૩
ઉતાવળિયાઓનાં મન ડહાપણ સમજશે અને મૂંગાઓની જીભ સ્પષ્ટ બોલશે.
- યશાયા ૩૨:૫આશરે ઈ.પૂ. ૭૧૩
ત્યારે મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ, કે ઠગ નીતિમાન કહેવાશે નહિ.
- યશાયા ૩૨:૬આશરે ઈ.પૂ. ૭૧૩
કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે અને તેનું હૃદય દુષ્ટ યોજનાઓ કરશે અને તે અધર્મનાં કાર્યો અને યહોવાહ વિષે ભૂલભરેલી વાત બોલશે. તે ભૂખ્યાઓને અતૃપ્ત રાખશે અને તરસ્યાઓને પીવાનું પાણી આપશે નહિ.
- યશાયા ૩૨:૭આશરે ઈ.પૂ. ૭૧૩
ઠગની રીતો દુષ્ટ છે. જ્યારે દરિદ્રી કહે છે કે સત્ય શું છે તોપણ તે દરિદ્રીને જૂઠી વાતોથી નાશ કરવાને માટે દુષ્ટ યુકિત યોજે છે.
- યશાયા ૩૨:૮આશરે ઈ.પૂ. ૭૧૩
પણ ઉદાર વ્યક્તિ ઉદારતાની યોજના બનાવે છે; અને તેના ઉદારતા કાર્ય માં તે સ્થિર રહેશે.
- યશાયા ૩૨:૯આશરે ઈ.પૂ. ૭૧૩
સુખી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર દીકરીઓ, મને સાંભળો.
- યશાયા ૩૨:૧૦આશરે ઈ.પૂ. ૭૧૩
હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમારો વિશ્વાસ ઊઠી જશે, કેમ કે દ્રાક્ષાની ઊપજ બંધ થશે અને તેને એકત્ર કરવાનો સમય આવશે નહિ.
- યશાયા ૩૨:૧૧આશરે ઈ.પૂ. ૭૧૩
હે સુખી સ્ત્રીઓ, કાંપો; વિશ્વાસુ સ્ત્રીઓ તમે મુશ્કેલીમાં મુકાશો; તમારા રોજબરોજનાં વસ્રો કાઢીને નિર્વસ્ત્ર થાઓ; કમર પર ટાટ બાંધો.
- યશાયા ૩૨:૧૨આશરે ઈ.પૂ. ૭૧૩
તમે આનંદદાયક ખેતરોને માટે, ફળદાયક દ્રાક્ષવેલાને માટે આક્રંદ કરશો.
- યશાયા ૩૨:૧૩આશરે ઈ.પૂ. ૭૧૩
મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે, ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યાં ઘર પર તેઓ ઊગશે.
- યશાયા ૩૨:૧૪આશરે ઈ.પૂ. ૭૧૩
કેમ કે, રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે, વસ્તીવાળું નગર ઉજ્જડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાના આનંદનું સ્થાન અને ઘેટાંનું ચરવાનું સ્થાન થશે;
- યશાયા ૩૨:૧૫આશરે ઈ.પૂ. ૭૧૩
જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય અને અરણ્ય ફળદ્રુપ વાડી થાય અને ફળદ્રુપ વાડી વન સમાન બને ત્યાં સુધી એવું થશે.
- યશાયા ૩૨:૧૬આશરે ઈ.પૂ. ૭૧૩
પછી ઇનસાફ અરણ્યમાં વસશે; અને ન્યાયપણું ફળદ્રુપ વાડીમાં રહેશે.
- યશાયા ૩૨:૧૭આશરે ઈ.પૂ. ૭૧૩
ન્યાયીપણાનું કામ શાંતિ અને ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ અને વિશ્વાસ થશે.
- યશાયા ૩૨:૧૮આશરે ઈ.પૂ. ૭૧૩
મારા લોકો શાંતિના સ્થાનમાં, સુરક્ષિત આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.
- યશાયા ૩૨:૧૯આશરે ઈ.પૂ. ૭૧૩
પરંતુ જંગલના પતન સમયે કરા પડશે અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે.
- યશાયા ૩૨:૨૦આશરે ઈ.પૂ. ૭૧૩
તમે જેઓ સર્વ ઝરણાંની પાસે વાવો છો અને તમારા બળદ અને ગધેડાને છૂટથી ચરવા મોકલો છો, તેઓ પરમસુખી છે.