મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. આમોસ ૧:૧આશરે ઈ.પૂ. ૭૮૭

    ¶ યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો. તે પહેલાં બે વર્ષ અગાઉ તકોઆના ગોવાળોમાંના આમોસને જે સંદર્શન પ્રાપ્ત થયાં તે.

  2. આમોસ ૧:૨આશરે ઈ.પૂ. ૭૮૭

    તેણે કહ્યું, યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે; યરુશાલેમમાંથી પોકાર કરશે; ભરવાડો શોકાતુર થઈ જશે, અને કાર્મેલ શિખર પરનો ઘાસચારો સુકાઈ જશે.”

  3. આમોસ ૧:૩આશરે ઈ.પૂ. ૭૮૭

    યહોવાહ આ પ્રમાણે કહે છે; દમસ્કસના ત્રણ ગુનાને લીધે, હા ચાર ગુનાને લીધે, હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. કેમ કે તેઓએ ગિલ્યાદને લોખંડના અનાજ ઝૂડવાના સાધનોથી માર્યો છે.

  4. આમોસ ૧:૪આશરે ઈ.પૂ. ૭૮૭

    પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ, અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે.

  5. આમોસ ૧:૫આશરે ઈ.પૂ. ૭૮૭

    વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશ અને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ, બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ; અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે,” એમ યહોવાહ કહે છે.

  6. આમોસ ૧:૬આશરે ઈ.પૂ. ૭૮૭

    યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ગાઝાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે, તેઓને શિક્ષા કરવાનું હું ચૂકીશ નહિ, કેમ કે અદોમના લોકોને સોપી દેવા માટે, તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા.

  7. આમોસ ૧:૭આશરે ઈ.પૂ. ૭૮૭

    હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ, અને તે તેના કિલ્લેબંધી મહેલોને નષ્ટ કરી નાખશે.

  8. આમોસ ૧:૮આશરે ઈ.પૂ. ૭૮૭

    હું આશ્દોદના બધા રહેવાસીઓને મારી નાખીશ, અને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો નાશ કરીશ. હું એક્રોનની વિરુદ્ધ મારો હાથ ફેરવીશ, અને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે,” એવું પ્રભુ યહોવાહ કહે છે.

  9. આમોસ ૧:૯આશરે ઈ.પૂ. ૭૮૭

    યહોવાહ આ પ્રમાણે કહે છે; તૂરના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, તેઓએ ભાઈચારાના કરારનો ભંગ કર્યો છે, અને સમગ્ર પ્રજાને અદોમને સોંપી દીધી.

  10. આમોસ ૧:૧૦આશરે ઈ.પૂ. ૭૮૭

    હું તૂરની દીવાલોને આગ લગાડીશ, અને તે તેના સર્વ કિલ્લેબંધી ઘરોને નષ્ટ કરી નાખશે.”

  11. આમોસ ૧:૧૧આશરે ઈ.પૂ. ૭૮૭

    યહોવાહ આ મુજબ કહે છે; અદોમના ચાર ગુનાને લીધે, હા ત્રણને લીધે, હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, કેમ કે હાથમાં તલવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો, અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો. તે નિત્ય ક્રોધના આવેશમાં મારફાડ કરતો હતો, અને તેનો રોષ કદી શમી ગયો નહિ.

  12. આમોસ ૧:૧૨આશરે ઈ.પૂ. ૭૮૭

    હું તેમાન પર અગ્નિ મોકલીશ, અને તે બોસરાના મહેલોને ભસ્મ કરી નાખશે.”

  13. આમોસ ૧:૧૩આશરે ઈ.પૂ. ૭૮૭

    યહોવાહ આ પ્રમાણે કહે છે, “આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહિ, કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટે તેઓએ ગિલ્યાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.

  14. આમોસ ૧:૧૪આશરે ઈ.પૂ. ૭૮૭

    પણ હું રાબ્બાના કોટમાં આગ લગાડીશ, અને તે યુદ્ધના સમયે તથા હોંકારાસહિત, અને વાવાઝોડાં તથા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.

  15. આમોસ ૧:૧૫આશરે ઈ.પૂ. ૭૮૭

    તેઓનો રાજા પોતાના સરદારો સાથે ગુલામગીરીમાં જશે,” એમ યહોવાહ કહે છે.

  16. આમોસ ૨:૧આશરે ઈ.પૂ. ૭૮૭

    યહોવાહ આ પ્રમાણે કહે છે; “મોઆબના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહિ. કેમ કે તેઓએ અદોમના રાજાના હાડકાં બાળીને ચૂનો કરી નાખ્યો.

  17. આમોસ ૨:૨આશરે ઈ.પૂ. ૭૮૭

    હું મોઆબ પર અગ્નિ મોકલીશ. અને તે કરિયોથના કિલ્લેબંધીવાળા મહેલોને ભસ્મ કરી દેશે. મોઆબ હુલ્લડમાં, ઘોંઘાટમાં, તથા રણશિંગડાના અવાજમાં નાશ પામશે.

  18. આમોસ ૨:૩આશરે ઈ.પૂ. ૭૮૭

    હું તેના ન્યાયાધીશને નષ્ટ કરી નાખીશ અને તેની સાથે તેના સર્વ સરદારોને મારી નાખીશ,” એમ યહોવાહ કહે છે.

  19. આમોસ ૨:૪આશરે ઈ.પૂ. ૭૮૭

    યહોવાહ આ પ્રમાણે કહે છે; “યહૂદિયાના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. કેમ કે તેઓએ યહોવાહના નિયમોનો અનાદર કર્યો છે, અને તેમની વિધિઓ પાળી નથી. જે જૂઠાણાંની પાછળ તેઓના પૂર્વજો ફરતા હતા તે જૂઠાણાંએ તેઓને ખોટે માર્ગે દોર્યા છે.

  20. આમોસ ૨:૫આશરે ઈ.પૂ. ૭૮૭

    હું યહૂદિયા પર આગ લગાડીશ અને એ આગ યરુશાલેમના કિલ્લેબંધીવાળા મહેલોને નષ્ટ કરશે.”

  21. આમોસ ૨:૬આશરે ઈ.પૂ. ૭૮૭

    યહોવાહ આ પ્રમાણે કહે છે; “ઇઝરાયલના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, કેમ કે તેઓએ રૂપાને સારુ ન્યાયી લોકોને વેચ્યા છે અને ગરીબોને પગરખાંની જોડના બદલામાં વેચ્યા છે.

  22. આમોસ ૨:૭આશરે ઈ.પૂ. ૭૮૭

    તેઓ ગરીબોના માથા પરની પૃથ્વીની ધૂળને માટે તલપે છે, અને નમ્ર લોકોને સાચા માર્ગમાંથી દૂર ધકેલી દે છે. પિતા અને પુત્ર એક જ સ્ત્રી પાસે ગયા છે અને મારા પવિત્ર નામ પર બટ્ટો લગાડ્યો છે.

  23. આમોસ ૨:૮આશરે ઈ.પૂ. ૭૮૭

    તેઓ દરેક વેદીની બાજુમાં ગીરવે લીધેલાં વસ્ત્રો પર સૂઈ જાય છે. અને તેઓ ઈશ્વરના સભાસ્થાનમાં આવતા લોકો પાસેથી દંડ તરીકે લીધેલા નાણાંનો દ્રાક્ષારસ પીએ છે.

  24. આમોસ ૨:૯આશરે ઈ.પૂ. ૭૮૭

    તોપણ અમોરીઓ જેઓની ઊંચાઈ દેવદાર વૃક્ષોની ઊંચાઈ જેટલી હતી; અને જે એલોન વૃક્ષના જેવા મજબૂત હતા, તેઓનો મેં તેઓની આગળથી નાશ કર્યો, મેં ઉપરથી તેઓનાં ફળનો, અને નીચેથી તેઓના મૂળિયાંઓનો નાશ કર્યો.

  25. આમોસ ૨:૧૦આશરે ઈ.પૂ. ૭૮૭

    વળી, હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો, અને મેં તમને અરણ્યમાં ચાળીસ વર્ષ સુધી દોરીને, અમોરીઓના દેશનું વતન આપ્યું.