Skip to content

Lebanon

56 verses

33.7500, 35.5900 ગૂગલ નકશા પર જુઓ

Lebanon નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ તો હવે તમે પાછા ફરો, અને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગ્યાઓમાં એટલે અરાબા, પહાડીપ્રદેશમાં, નીચલાપ્રદેશમાં, નેગેબમાં તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ.

  2. કૃપા કરીને મને પેલી બાજુ જવા દો, યર્દનની પેલી બાજુનો સારો દેશ, સારો પર્વતીય પ્રદેશ તથા લબાનોન પણ મને જોવા દો.”

  3. ¶ દરેક જગ્યા જ્યાં તમારા પગ ફરી વળશે તે તમારી થશે; અરણ્યથી તથા લબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદી સુધી, પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે.

  4. ¶ અરણ્ય તથા લબાનોનથી, દૂર મોટી નદી, ફ્રાત સુધી, હિત્તીઓના આખા દેશથી, ભૂમધ્ય સમુદ્ર સુધી, પશ્ચિમ દિશાએ તમારી સરહદ થશે.

  5. ¶ પછી જે રાજાઓ યર્દન નદીની પેલી પાર પશ્ચિમમાં હતા તેઓ પર્વતોમાં અને નીચાણવાળા પ્રદેશોમાં અને લબાનોન તરફ સમુદ્રતટે રહેનાર હિત્તીઓ, અમોરીઓ, કનાની, પરિઝી, હિવ્વીઓ તથા યબૂસીઓના બધા જ રાજાઓ

  6. ગબાલીઓનો દેશ, પૂર્વ તરફ લબાનોન એટલે હેર્મોન પર્વતની તળેટીમાંના બાલ-ગાદથી હમાથ સુધી.

  7. ¶ લબાનોનથી તે દૂર સુધી મિસ્રેફોથ-માઇમ સુધી પર્વતીય દેશના સઘળાં રહેવાસીઓ એટલે સિદોનના સઘળાં લોકો સહિત તેઓને હું ઇઝરાયલના સૈન્યની આગળથી કાઢી મૂકીશ. પણ યાદ રાખ કે મેં જેમ તને આજ્ઞા આપી છે તેમ તે દેશ ઇઝરાયલીઓને વારસા તરીકે તેમનાં કુળ પ્રમાણે વહેંચી આપ.

  8. ¶ ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, ‘જો તમારે ખરેખર તમારા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો અને મારી છાયા પર ભરોસો રાખો. જો એમ નહિ, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં દેવદાર વૃક્ષોને બાળી નાખો.’

  9. તેણે વનસ્પતિ વિષે વર્ણન કર્યું, એટલે લબાનોન પરના દેવદાર વૃક્ષથી માંડીને દીવાલોમાંથી ઊગી નીકળતા ઝુફા સુધીની વનસ્પતિ વિષે વર્ણન કર્યું. તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા માછલીઓ વિષે પણ વર્ણન કર્યું.

  10. ¶ તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડાં કાપનારો કોઈ હોશિયાર માણસો નથી.”

  11. ¶ મારા ચાકરો લાકડાંને લબાનોન પરથી સમુદ્રકિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્રમાર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”

  12. તે તેઓમાંથી નિયતક્રમ પ્રમાણે દર મહિને દસ હજાર માણસોને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિનો લબાનોનમાં તથા બે મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ આ લશ્કરનો ઊપરી હતો.

  13. તેમ જ સુલેમાને પોતાના બધા ભંડારનાં નગરો, તેમ જ જે શહેરોમાં તે પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરુશાલેમ, લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે તેણે જે કંઈ બંધાવવા વિચાર્યું હતું તે બધું પણ તેણે બંધાવ્યું.

  14. પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે વળતો સંદેશાવાહક મોકલીને કહાવ્યું, “લબાનોનના એક કાંટાળા છોડવાએ લબાનોનના દેવદાર વૃક્ષને પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે, “મારા દીકરા સાથે તારી દીકરીને પરણાવ,’ પણ એટલામાં લબાનોનનું એક જંગલી પશુ ત્યાં થઈને પ્રસાર હતું તેણે તે કાંટાળા છોડવાને કચડી નાખ્યો.

  15. તારા સંદેશાવાહકો દ્વારા તેં પ્રભુનો તિરસ્કાર કર્યો છે. તેઁ કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર, લબાનોનના ઊંચા સ્થળોએ ચઢયો છું. તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને, તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને હું કાપી નાખીશ. હું તેના સૌથી ફળદ્રુપ જંગલના તથા તેના સૌથી દૂરના પ્રદેશોમાં પ્રવેશ કરીશ.

  16. ¶ લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારનાં વૃક્ષો, ચંદનના વૃક્ષો મારા માટે મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે. જુઓ, મારા ચાકરો,

  17. તારે જોઈએ તેટલાં લાકડાં અમે લબાનોનમાંથી કાપીશું. અને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રના માર્ગે યાફામાં તારી પાસે લાવીશું અને ત્યાંથી તું તે યરુશાલેમ લઈ જજે.”

  18. સુલેમાને બાલાથ અને ભંડારના સર્વ નગરો કે જે તેની માલિકીનાં હતાં તે, તેના રથોનાં સર્વ શહેરો, ઘોડેસવારોનાં શહેરો, તેની મોજમજા માટે યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના શાસન હેઠળના સર્વ દેશોમાં જે શહેરો બાંધવાનું તેણે ઇચ્છ્યું તે સર્વ તેણે બાંધ્યાં.

  19. ¶ પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદાના રાજા અમાસ્યાને પ્રતિઉત્તર મોકલ્યો કે, “લબાનોન પરના એક ઉટકંટાએ લબાનોનમાંના દેવદાર વૃક્ષને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કર.’ પણ લબાનોનના એક વન્ય પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા ઉટકંટાને પોતાના પગ તળે કચડી નાખ્યો.

  20. તેથી તેમણે કડિયાઓને તથા સુથારોને પૈસા આપ્યાં; અને સિદોન તથા તૂરના લોકોને ખોરાક, પીણું તથા તેલ મોકલ્યાં, એ માટે કે તેઓ ઇરાનના રાજા કોરેશના હુકમ પ્રમાણે લબાનોનથી યાફાના સમુદ્ર માર્ગે, દેવદારનાં કાષ્ઠ લઈ આવે.

  21. યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.

  22. તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.

  23. દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.

  24. ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.

  25. યહોવાહનાં વૃક્ષો, એટલે લબાનોનનાં દેવદારો; જે તેમણે રોપ્યાં હતાં, તેઓ પાણીથી ભરપૂર છે.