Skip to content

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 1 રાજઓ ૧:૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ હવે દાઉદ રાજા ઘણો વૃદ્ધ અને પ્રોઢ ઉંમરનો થયો હોવાથી તેઓએ તેને વસ્ત્રો ઓઢાડ્યાં, પણ તેને હૂંફ મળી નહિ.

  2. 1 રાજઓ ૧:૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેથી તેના સેવકોએ તેને કહ્યું, “અમારા માલિક રાજાને માટે એક જુવાન કુમારિકા શોધી કાઢીએ. તે રાજાની હજૂરમાં ઊભી રહીને તેમની સેવા અને સારવાર કરે. આપની સાથે સૂઈ જાય જેથી આપનું શરીર ઉષ્માભર્યું રહે.”

  3. 1 રાજઓ ૧:૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ તેથી તેઓએ સુંદર કન્યા માટે આખા ઇઝરાયલમાં શોધ કરી. તેઓને શૂનામ્મી અબીશાગ નામે એક કન્યા મળી. તેને તેઓ રાજા પાસે લાવ્યા.

  4. 1 રાજઓ ૧:૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તે કુમારિકા ઘણી સુંદર હતી. તેણે રાજાની સેવા કરી, પણ રાજાએ તેની સાથે શારીરિક સંબંધ રાખ્યો નહિ.

  5. 1 રાજઓ ૧:૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ તે સમયે હાગ્ગીથના દીકરા અદોનિયાએ અભિમાન કરતાં કહ્યું કે, “હું રાજા થઈશ.” તેણે પોતાને માટે રથો, ઘોડેસવારો તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો તૈયાર કર્યા.

  6. 1 રાજઓ ૧:૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    “તેં આ પ્રમાણે કેમ કર્યું?” એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહોતો. અદોનિયા ઘણો રૂપાળો હતો, તે આબ્શાલોમ પછી જનમ્યો હતો.

  7. 1 રાજઓ ૧:૭આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ તેણે સરુયાના દીકરા યોઆબ તથા અબ્યાથાર યાજક પાસેથી સલાહ લીધી. તેઓએ અદોનિયાને અનુસરીને તેને સહાય કરી.

  8. 1 રાજઓ ૧:૮આશરે ઈ.પૂ. ૧૦૧૫

    પણ સાદોક યાજક, યહોયાદાનો દીકરો બનાયા, નાથાન પ્રબોધક, શિમઈ, રેઈ તથા દાઉદના યોદ્ધાઓ અદોનિયાના પક્ષે ગયા નહિ.

  9. 1 રાજઓ ૧:૯આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ અદોનિયાએ એન-રોગેલ પાસેના ઝોહેલેથના પથ્થરની બાજુએ ઘેટાં, બળદો તથા પુષ્ટ પશુઓનું અર્પણ કર્યું. તેણે પોતાના સર્વ ભાઈઓને, એટલે રાજાઓના દીકરાઓને તથા રાજાના સેવકોને એટલે યહૂદિયાના સર્વ માણસોને આમંત્રણ આપ્યું.

  10. 1 રાજઓ ૧:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૫

    પણ તેણે નાથાન પ્રબોધકને, બનાયાને, યોદ્ધાઓને તથા પોતાના ભાઈ સુલેમાનને આમંત્રણ આપ્યું નહિ.

  11. 1 રાજઓ ૧:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ પછી નાથાને સુલેમાનની માતા બાથશેબાને બોલાવીને પૂછ્યું, “શું તમે નથી સાંભળ્યું કે, હાગ્ગીથનો દીકરો અદોનિયા રાજા બન્યો છે અને આપણા માલિક દાઉદને ખબર નથી?

  12. 1 રાજઓ ૧:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    હવે હું તમને એવી સલાહ આપું છું કે તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ બચાવો.

  13. 1 રાજઓ ૧:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ તમે દાઉદ રાજા પાસે જઈને તેમને કહો કે, ‘મારા માલિક રાજા, તમે શું આ તમારી દાસી આગળ એવા સમ નથી ખાધા કે, “તારો દીકરો સુલેમાન ચોક્કસ મારા પછી રાજા થશે અને તે મારા રાજ્યાસન પર બેસશે?” તો પછી શા માટે અદોનિયા રાજ કરે છે?’

  14. 1 રાજઓ ૧:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    જયારે તમે રાજા સાથે વાત કરતા હશો, ત્યારે હું તમારી પાછળ આવીને તમારી વાતને સમર્થન આપીશ.”

  15. 1 રાજઓ ૧:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ. રાજા ઘણો વૃદ્વ થયો હતો અને શૂનામ્મી અબીશાગ રાજાની સેવા ચાકરી કરતી હતી.

  16. 1 રાજઓ ૧:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    બાથશેબાએ રાજાની આગળ નમીને પ્રણામ કર્યા. અને રાજાએ પૂછ્યું, “તારી શી ઇચ્છા છે?”

  17. 1 રાજઓ ૧:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેણે તેને જવાબ આપ્યો, “મારા માલિક, તમે તમારી દાસી આગળ તમારા ઈશ્વર યહોવાહના સમ ખાધા હતા, ‘ચોક્કસ તારો દીકરો સુલેમાન મારા પછી રાજ કરશે અને તે મારા રાજ્યાસન પર બેસશે.’”

  18. 1 રાજઓ ૧:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ હવે જો, અદોનિયા રાજા બન્યો છે અને મારા માલિક રાજા, તમે તો એ જાણતા નથી.

  19. 1 રાજઓ ૧:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેણે બળદો, પુષ્ટ પશુઓ અને ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાના સર્વ દીકરાઓને, અબ્યાથાર યાજકને તથા સેનાધિપતિ યોઆબને આમંત્રણ આપ્યાં છે, પણ તેણે તમારા સેવક સુલેમાનને આમંત્રણ આપ્યું નથી.

  20. 1 રાજઓ ૧:૨૦આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ મારા માલિક રાજા, સર્વ ઇઝરાયલની નજર તમારા પર છે, મારા માલિક રાજા પછી તમારા રાજ્યાસન પર કોણ બેસશે તે અમને જણાવો.

  21. 1 રાજઓ ૧:૨૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    નહિ તો જયારે મારા માલિક રાજા પોતાના પિતૃઓની જેમ ઊંઘી જશે, ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાઈશું.”

  22. 1 રાજઓ ૧:૨૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, એટલામાં નાથાન પ્રબોધક અંદર આવ્યો.

  23. 1 રાજઓ ૧:૨૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    સેવકોએ રાજાને જણાવ્યું કે, “નાથાન પ્રબોધક અહીં છે.” જયારે તે રાજાની આગળ આવ્યો, ત્યારે તેણે રાજાની આગળ નમીને પ્રણામ કર્યા.

  24. 1 રાજઓ ૧:૨૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ નાથાને કહ્યું, “મારા માલિક રાજા, શું તમે એમ કહ્યું છે કે, ‘મારા પછી અદોનિયા રાજ કરશે અને તે મારા રાજ્યાસન પર બેસશે?’

  25. 1 રાજઓ ૧:૨૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ, તથા ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાએ સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને આમંત્રણ આપ્યું છે. તેઓ તેની આગળ ખાય છે અને પીવે છે અને કહે છે, ‘રાજા અદોનિયા ઘણું જીવો!’”