મુખ્ય સામગ્રી પર જાઓ

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 કાળવ્રત્તાંત ૧:૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ દાઉદનો દીકરો સુલેમાન પોતાના રાજ્યમાં પરાક્રમી થયો કારણ કે તેના પ્રભુ ઈશ્વર તેની સાથે હતા અને તેમણે તેને ઘણો સામર્થ્યવાન બનાવ્યો હતો.

  2. 2 કાળવ્રત્તાંત ૧:૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ સુલેમાને સર્વ ઇઝરાયલને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને, ઇઝરાયલના દરેક રાજકુમારોને તથા કુટુંબનાં મુખ્ય વડીલોને આજ્ઞા કરી.

  3. 2 કાળવ્રત્તાંત ૧:૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    પછી સુલેમાન પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાં ગયો; કેમ કે ત્યાં ઈશ્વરનો મુલાકાતમંડપ હતો, એ મુલાકાતમંડપ મૂસા અને ઈશ્વરના સેવકોએ અરણ્યમાં બનાવેલો હતો.

  4. 2 કાળવ્રત્તાંત ૧:૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    દાઉદ ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી યરુશાલેમમાં લાવ્યો હતો, ત્યાં તેણે તેને માટે તંબુ તૈયાર કર્યો હતો.

  5. 2 કાળવ્રત્તાંત ૧:૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    આ ઉપરાંત, હૂરના દીકરા, ઉરીના દીકરા, બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં ઈશ્વરના મંડપની આગળ હતી; સુલેમાન તથા આખી સભા ત્યાં ગયા.

  6. 2 કાળવ્રત્તાંત ૧:૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ મુલાકાતમંડપમાં ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી, ત્યાં સુલેમાન ગયો. અને તેના પર એક હજાર દહનીયાર્પણો ચઢાવ્યાં.

  7. 2 કાળવ્રત્તાંત ૧:૭આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?”

  8. 2 કાળવ્રત્તાંત ૧:૮આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ સુલેમાને ઈશ્વરને કહ્યું, “તમે મારા પિતા દાઉદ પ્રત્યે ઘણાં વિશ્વાસુ રહ્યા હતા. અને તેની જગ્યાએ મને રાજા બનાવ્યો છે.

  9. 2 કાળવ્રત્તાંત ૧:૯આશરે ઈ.પૂ. ૧૦૧૫

    હવે, પ્રભુ ઈશ્વર, મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરો, કેમ કે તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોકો પર રાજા બનાવ્યો છે.

  10. 2 કાળવ્રત્તાંત ૧:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૫

    હવે તમે મને ડહાપણ તથા જ્ઞાન આપો, કે જેથી હું આ લોકોનો ન્યાયાધીશ થઈ શકું. કારણ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”

  11. 2 કાળવ્રત્તાંત ૧:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા હૃદયમાં આ મહાન બાબત છે. તેં ધન, સંપત્તિ, આદર અથવા તને જે ધિક્કારે છે તેઓના જીવ, તેમ જ પોતાના માટે લાંબુ આયુષ્ય માગ્યું નહિ; પણ તેં તારા માટે ડહાપણ તથા જ્ઞાન માગ્યું, કે જેથી તું મારા લોકો પર રાજ અને ન્યાય કરી શકે. જો કે એ માટે જ મેં તને રાજા બનાવ્યો છે.

  12. 2 કાળવ્રત્તાંત ૧:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ હવે તને ડહાપણ તથા જ્ઞાન બક્ષ્યાં છે; હું તને એટલું બધું ધન, સંપત્તિ અને આદર આપીશ કે તારી અગાઉ જે રાજાઓ થઈ ગયા તેઓની પાસે એટલું ન હતું. અને તારા પછીના કોઈને મળશે પણ નહિ.”

  13. 2 કાળવ્રત્તાંત ૧:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેથી સુલેમાન ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાંથી મુલાકાતમંડપ આગળથી યરુશાલેમ આવ્યો; અને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું.

  14. 2 કાળવ્રત્તાંત ૧:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ સુલેમાને રથો તથા ઘોડેસવારોને એકત્ર કર્યા: તેની પાસે એક હજાર ચારસો રથો તથા એક હજાર બસો ઘોડેસવારો હતા, તેમાંના કેટલાકને તેણે રથો રાખવાના નગરોમાં અને પોતાની પાસે યરુશાલેમમાં રાખ્યા.

  15. 2 કાળવ્રત્તાંત ૧:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    રાજાએ યરુશાલેમમાં સોનું તથા ચાંદી એટલાં બધાં વધારી દીધાં કે તે પથ્થરની તોલે થઈ ગયાં. અને દેવદારનાં લાકડાં એટલા બધાં વધી ગયા કે તે નીચાણના પ્રદેશમાંનાં ગુલ્લર વૃક્ષોનાં લાકડા જેવા થઈ પડ્યાં.

  16. 2 કાળવ્રત્તાંત ૧:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ સુલેમાનના ઘોડાને તેના વેપારીઓ મિસરમાંથી વેચાતા લાવ્યા હતા.

  17. 2 કાળવ્રત્તાંત ૧:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૫

    મિસરથી તેઓ દરેક રથ ચાંદીના છસો શેકેલ ચૂકવીને ખરીદી લાવતા હતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા.

  18. 2 કાળવ્રત્તાંત ૨:૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ હવે સુલેમાને ઈશ્વરના માટે સભાસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો.

  19. 2 કાળવ્રત્તાંત ૨:૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    સુલેમાને સિત્તેર હજાર માણસોને ભાર ઊંચકવા માટે, એંશી હજાર માણસોને પર્વતોમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસો માણસોને તેઓના પર દેખરેખ રાખવા મુકાદમ તરીકે કામે રાખ્યા.

  20. 2 કાળવ્રત્તાંત ૨:૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    સુલેમાને તૂરના રાજા હીરામની પાસે સંદેશો મોકલીને જણાવ્યું, “તું મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યો અને તેને રાજમહેલ બાંધવા માટે દેવદારનાં લાકડાં મોકલી આપ્યાં હતાં, તેમ જ તું મારી સાથે વર્તજે.

  21. 2 કાળવ્રત્તાંત ૨:૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ જુઓ, હું મારા ઈશ્વર યહોવાહ માટે ઘર બાંધવા માગું છું, ત્યાં તેમની સમક્ષ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને સારુ, વિશ્રામવારોએ, ચંદ્રદર્શનના દિવસોએ અને અમારા પ્રભુ ઈશ્વરનાં નક્કી કરેલાં પર્વોને માટે, સવાર તથા સાંજના દહનીયાર્પણોને સારુ તથા તેમના નામને સારુ, હું ઘર બાંધુ છું. ઇઝરાયલને માટે સર્વકાળને સારુ આ વિધિઓ ઠરાવેલા છે.

  22. 2 કાળવ્રત્તાંત ૨:૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    હું જે ઘર બાંધવાનો છું તે ઘણું મોટું છે, કારણ કે આપણા ઈશ્વર બીજા સર્વ દેવો કરતાં મહાન છે.

  23. 2 કાળવ્રત્તાંત ૨:૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ તો પણ તેમને માટે સભાસ્થાન બાંધવાને કોણ સમર્થ છે? કારણ કે સમગ્ર વિશ્વમાં અને આકાશોના આકાશમાં તેમનો સમાવેશ થઈ શકે તેમ નથી. તો પછી હું કોણ કે તેમને માટે સભાસ્થાન બાંધું? એ તો માત્ર તેમની સમક્ષ અર્પણ કરવાને માટે જ છે.

  24. 2 કાળવ્રત્તાંત ૨:૭આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેથી સોનાના, ચાંદીના, પિત્તળના, લોખંડના, જાંબુડિયા, ઘાટા લાલ, આસમાની રંગના વસ્ત્રના કામમાં બાહોશ તથા કોતરણી કોતરવામાં નિપુણ એવા માણસોને મારી પાસે મોકલ. યહૂદિયામાં તથા યરુશાલેમમાં મારી પાસે જે કુશળ પુરુષો છે, તેઓને તો મારા પિતા દાઉદે પૂરા પાડ્યા છે. તું જેઓને મોકલે તેઓ તેઓની સાથે રહીને કામ કરશે.

  25. 2 કાળવ્રત્તાંત ૨:૮આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારનાં વૃક્ષો, ચંદનના વૃક્ષો મારા માટે મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે. જુઓ, મારા ચાકરો,