મુખ્ય સામગ્રી પર જાઓ

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 1 રાજઓ ૧:૫૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    પછી સુલેમાનને કહેવામાં આવ્યું, “જો, અદોનિયા સુલેમાન રાજાથી ગભરાય છે, કેમ કે તે વેદીનાં શિંગ પકડીને કહે છે, ‘સુલેમાન રાજા આજે ઈશ્વરની આગળ સમ ખાય કે તે તલવારથી પોતાના સેવકને મારી નાખશે નહિ.’”

  2. 1 રાજઓ ૧:૫૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ સુલેમાને કહ્યું, “જો તે યોગ્ય વર્તણૂક કરશે, તો તેનો એક પણ વાળ વાંકો કરવામાં આવશે નહિ. પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે, તો તે માર્યો જશે.”

  3. 1 રાજઓ ૧:૫૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેથી સુલેમાન રાજાએ માણસો મોકલ્યા, તેઓ તેને વેદી પરથી ઉતારી લાવ્યા. તેણે આવીને સુલેમાન રાજાને નમીને પ્રણામ કર્યા અને સુલેમાને તેને કહ્યું, “તું તારે ઘરે જા.”

  4. ¶ દાઉદ રાજાના મરણના દિવસો નજીક હતા ત્યારે તેણે પોતાના દીકરા સુલેમાનને આજ્ઞા આપી,

  5. “હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું. માટે તું બળવાન તથા પરાક્રમી થા.

  6. જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાહના માર્ગમાં ચાલીને, તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમનાં સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે તું કરે તેમાં તથા જ્યાં કહી તું જાય ત્યાં તું ફતેહ પામે.

  7. જેથી ઈશ્વરે મારા સંબંધી પોતાનું જે વચન આપ્યું હતું તે તેઓ ફળીભૂત કરે, એટલે કે ‘જો તારા દીકરાઓ પોતાના માર્ગ વિષે સંભાળ રાખીને પોતાના પૂરા હૃદયથી તથા પોતાના પૂરા જીવથી વિશ્વાસુપણે મારી સમક્ષ ચાલશે, તો ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ તને પડશે નહિ.’”

  8. ¶ સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલનાં સૈન્યના બે અધિપતિઓને, એટલે નેરના દીકરા આબ્નેરને તથા યેથેરના દીકરા અમાસાને મારી નાખ્યા હતા, તે તું જાણે છે. તેણે શાંતિના સમયમાં યુદ્ધના જેવું લોહી પાડીને તે યુદ્ધનું લોહી પોતાની કમરે બાંધેલા કમરબંધને તથા પોતાના પગમાંનાં પગરખાંને લગાડ્યું.

  9. તું તારા ડહાપણ અનુસાર યોઆબ સાથે વર્તજે, પણ તેનું પળિયાંવાળું માથું તું શાંતિએ કબરમાં ઊતરવા ન દેતો.

  10. ¶ પણ ગિલ્યાદી બાર્ઝિલ્લાયના દીકરાઓ પર તું કૃપા રાખજે અને તેઓ તારી મેજ પર ભોજન કરનારાઓમાં સામેલ થાય, કેમ કે જયારે હું તારા ભાઈ આબ્શાલોમથી નાસતો ફરતો હતો, ત્યારે તેઓ મારી સાથે એવી રીતે વર્ત્યા હતા.

  11. ¶ જો, તારી પાસે ત્યાં બાહુરીમનો બિન્યામીની ગેરાનો દીકરો શિમઈ છે, હું માહનાઇમ ગયો તે દિવસે તેણે તો મને ભારે શાપ આપ્યો હતો. શિમઈ યર્દન પાસે મને મળવા આવ્યો અને મેં યહોવાહની હાજરીમાં તેને કહ્યું, ‘હું તને તલવારથી મારી નાખીશ નહિ.’

  12. પણ હવે તું તેને શિક્ષા કર્યા વગર જવા દેતો નહિ. તું બુદ્ધિમાન છે અને તારે તેને શું કરવું તે તને ખબર છે. તેનું પળિયાવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”

  13. ¶ પછી દાઉદ પોતાના પૂર્વજોની જેમ ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.

  14. દાઉદે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું.

  15. 1 રાજઓ ૨:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૪

    પછી સુલેમાન પોતાના પિતા દાઉદના રાજ્યાસન પર બેઠો અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું.

  16. 1 રાજઓ ૨:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ પછી હાગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની માતા બાથશેબા પાસે આવ્યો. બેથશેબાએ તેને પૂછ્યું, “શું તું શાંતિપૂર્વક આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “શાંતિપૂર્વક આવ્યો છું.”

  17. 1 રાજઓ ૨:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૪

    પછી તેણે કહ્યું, “મારે તમને કંઈક કહેવું છે.” તેથી તેણે જવાબ આપ્યો “બોલ.”

  18. 1 રાજઓ ૨:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૪

    અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું છે અને સર્વ ઇઝરાયલીઓએ મને રાજા તરીકે ઊંચો કર્યો. પણ રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે, કેમ કે યહોવાહે તે તેને આપેલું હતું.

  19. 1 રાજઓ ૨:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ હવે મારે તમને એક વિનંતી કરવી છે. કૃપા કરીને તમે નકારશો નહિ.” બાથશેબાએ તેને કહ્યું, “બોલ.”

  20. 1 રાજઓ ૨:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૪

    તેણે કહ્યું, “કૃપા કરી તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગ સાથે મારું લગ્ન કરાવે, કેમ કે તે તમને ના નહિ પાડે.”

  21. 1 રાજઓ ૨:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૪

    બાથશેબાએ કહ્યું, “સારું, હું રાજાને વાત કરીશ.”

  22. 1 રાજઓ ૨:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ બાથશેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊભો થયો અને તેને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો અને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. તે તેને જમણે હાથે બેઠી.

  23. 1 રાજઓ ૨:૨૦આશરે ઈ.પૂ. ૧૦૧૪

    પછી તેણે કહ્યું, “મારે તને એક નાની વિનંતી કરવાની છે; મને ના પાડીશ નહિ.” રાજાએ જવાબ આપ્યો, “બોલ, મારી માતા, હું તને ના નહિ પાડું.”

  24. 1 રાજઓ ૨:૨૧આશરે ઈ.પૂ. ૧૦૧૪

    તેણે કહ્યું, “શૂનામ્મી અબીશાગનું લગ્ન તું તારા ભાઈ અદોનિયા સાથે કરાવ.”

  25. 1 રાજઓ ૨:૨૨આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ સુલેમાન રાજાએ પોતાની માતાને જવાબ આપ્યો, “તું અદોનિયા માટે શૂનામ્મી અબીશાગને જ કેમ માગે છે? તેને માટે રાજ્ય પણ માગ, કેમ કે તે મારો મોટો ભાઈ છે. તેને માટે, અબ્યાથાર યાજકને માટે તથા સરુયાના દીકરા યોઆબને માટે પણ માગ.”