મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. મીખાહ ૧:૧આશરે ઈ.પૂ. ૭૫૦

    ¶ યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના શાસન દરમ્યાન યહોવાહનું વચન મીખાહ મોરાશ્તી પાસે આવ્યું. અને જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે આ છે.

  2. મીખાહ ૧:૨આશરે ઈ.પૂ. ૭૫૦

    હે સર્વ પ્રજાઓ, સાંભળો. પૃથ્વી તથા તેના પર રહેનારાઓ સર્વ ધ્યાન આપો. પ્રભુ પોતાના પવિત્ર સભાસ્થાનમાંથી, એટલે પ્રભુ યહોવાહ તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.

  3. મીખાહ ૧:૩આશરે ઈ.પૂ. ૭૫૦

    જુઓ, યહોવાહ પોતાના સ્થાનમાંથી આવે છે; તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલે છે.

  4. મીખાહ ૧:૪આશરે ઈ.પૂ. ૭૫૦

    તેમના પગ નીચે, પર્વતો મીણની જેમ ઓગળે છે, અને ઢોળાવવાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ, ખીણો ફાટી જાય છે.

  5. મીખાહ ૧:૫આશરે ઈ.પૂ. ૭૫૦

    આ બધાનું કારણ યાકૂબના અપરાધો છે, અને ઇઝરાયલના કુળના અપરાધોને લીધે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શો છે? શું તે સમરુન નથી? અને યહૂદિયાનાં ઉચ્ચસ્થાન ક્યાં છે? શું તે યરુશાલેમ નથી?

  6. મીખાહ ૧:૬આશરે ઈ.પૂ. ૭૫૦

    “તેથી હું સમરુનને ખેતરના ઢગલા જેવું, અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું કરીશ. તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઈશ; અને તેના પાયાને ઉઘાડા કરી દઈશ.

  7. મીખાહ ૧:૭આશરે ઈ.પૂ. ૭૫૦

    તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઈ જશે, તેની બધી કમાણી આગમાં ભસ્મ થઈ જશે. અને તેના બધા જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ. કેમ કે તેણે એ બધું ગણિકાની કમાણી રૂપે મેળવ્યું છે, અને તે ગણિકાની કમાણી તરીકે જ પાછું જશે.”

  8. મીખાહ ૧:૮આશરે ઈ.પૂ. ૭૫૦

    એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ; અને ઉઘાડા પગે નિર્વસ્ત્ર થઈને ફરીશ; હું શિયાળવાંની જેમ રડીશ, અને ઘુવડની જેમ કળકળીશ.

  9. મીખાહ ૧:૯આશરે ઈ.પૂ. ૭૫૦

    તેના પ્રહાર રુઝવી શકાય એવું નથી, કેમ કે યહૂદિયા સુધી ન્યાયચુકાદો આવ્યો છે. તે મારા લોકોના દરવાજા સુધી, છેક યરુશાલેમ સુધી આવી પહોંચ્યો છે.

  10. મીખાહ ૧:૧૦આશરે ઈ.પૂ. ૭૫૦

    ગાથમાં તે કહેશો નહિ; બિલકુલ વિલાપ કરશો નહિ; બેથ-લેઆફ્રાહમાં, હું પોતાને ધૂળમાં ઢાંકું છું.

  11. મીખાહ ૧:૧૧આશરે ઈ.પૂ. ૭૫૦

    હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ત્ર તથા બદનામ થઈને તું ચાલ્યો જા. સાનાનના રહેવાસીઓ, પોતાના ઘરની બહાર નીકળતા નથી. બેથ-એસેલ વિલાપ કરે છે, તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે.

  12. મીખાહ ૧:૧૨આશરે ઈ.પૂ. ૭૫૦

    કેમ કે મારોથના લોકો ચિંતાતુર થઈને કંઈ સારું થાય તેની રાહ જોએ છે, કેમ કે, યહોવાહ તરફથી, યરુશાલેમના દરવાજા સુધી આફત આવી પહોંચી છે.

  13. મીખાહ ૧:૧૩આશરે ઈ.પૂ. ૭૫૦

    હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો. સિયોનની દીકરી માટે પાપની શરૂઆત કરનાર તે હતી, અને તમારામાં ઇઝરાયલના અપરાધ મળ્યા હતા.

  14. મીખાહ ૧:૧૪આશરે ઈ.પૂ. ૭૫૦

    અને તેથી તું મોરેશેથ-ગાથને વિદાયની ભેટ આપશે. આખ્ઝીબના કુળો ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે.

  15. મીખાહ ૧:૧૫આશરે ઈ.પૂ. ૭૫૦

    હે મારેશાના રહેવાસી, હું તારા માટે એક એવો વારસ લાવીશ કે જે તને કબજે કરશે. ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં પણ આવશે.

  16. મીખાહ ૧:૧૬આશરે ઈ.પૂ. ૭૫૦

    તારાં પ્રિય સંતાનોને લીધે, તારા માથાના વાળ કપાવ, અને તારું માથું મૂંડાવ. અને ગરુડની જેમ તારી ટાલ વધાર, કારણ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયા છે.

  17. મીખાહ ૨:૧આશરે ઈ.પૂ. ૭૩૦

    જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે, જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે. પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે.

  18. મીખાહ ૨:૨આશરે ઈ.પૂ. ૭૩૦

    તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે; તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને લઈ લે છે. તેઓ માણસને અને તેના ઘરને, માણસને તથા તેના વારસા પર જુલમ કરે છે.

  19. મીખાહ ૨:૩આશરે ઈ.પૂ. ૭૩૦

    તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું, એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ, અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ, કેમ કે તે ભયાનક સમય હશે.

  20. મીખાહ ૨:૪આશરે ઈ.પૂ. ૭૩૦

    તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે, અને તમારે માટે વિલાપનાં ગીતો ગાઈને રુદન કરશે. તેઓ ગાશે કે, ‘આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ; યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે, મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે યહોવાહ અમારા ખેતરો અમને દગો આપનારાઓ વચ્ચે વહેંચી આપે છે!”

  21. મીખાહ ૨:૫આશરે ઈ.પૂ. ૭૩૦

    એ માટે, જ્યારે યહોવાહ લોકોની જમીન માટે ચિઠ્ઠીઓ નાખશે, ત્યારે તમને તે નહિ મળે.

  22. મીખાહ ૨:૬આશરે ઈ.પૂ. ૭૩૦

    તેઓ કહે છે, પ્રબોધ કરશો નહિ. તેઓએ આ બાબતોનો પ્રબોધ કરવો નહિ; આપણી ઉપર આ લાંછન દૂર થવાનું નથી.”

  23. મીખાહ ૨:૭આશરે ઈ.પૂ. ૭૩૦

    હે યાકૂબના વંશજો શું આવું કહેવાશે કે, યહોવાહનો આત્મા સંકોચાયો છે? આ શું તેમના કાર્યો છે? જેઓ નીતિમત્તાથી ચાલે છે, સદાચારીને માટે મારા શબ્દો હિતકારક નથી?

  24. મીખાહ ૨:૮આશરે ઈ.પૂ. ૭૩૦

    પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઊઠ્યા છે. જેઓ એવું વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી પાછા ફરતા લોકોની જેમ સુરક્ષિત છે, તેવા નિર્ભયપણે ચાલતાં લોકોના વસ્ત્રમાંથી તમે ઝભ્ભા ઉતારી નાખો છો.

  25. મીખાહ ૨:૯આશરે ઈ.પૂ. ૭૩૦

    મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો; અને તેઓનાં બાળકો પાસેથી મારો આશીર્વાદ તમે સદાને માટે લઈ લો છો.