- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યશાયા ૨૯:૧૨આશરે ઈ.પૂ. ૭૧૨
પછી તે પુસ્તક અભણને આપવામાં આવે છે અને તેને કહે છે, “આ વાંચ,” તે કહે છે, “મને વાંચતા આવડતું નથી.”
- યશાયા ૨૯:૧૩આશરે ઈ.પૂ. ૭૧૨
પ્રભુ કહે છે, “આ લોકો તેમના મુખથી જ મારી પાસે આવે છે અને કેવળ હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓએ પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે. તેઓ મારો જે આદર કરે છે તે માત્ર માણસોએ શીખવેલી આજ્ઞા છે.
- યશાયા ૨૯:૧૪આશરે ઈ.પૂ. ૭૧૨
તેથી, જુઓ, આ લોકમાં અદ્દભુત કામ, હા, મહાન તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું. તેઓના જ્ઞાનીઓનું ડહાપણ નષ્ટ થશે અને તેઓના બુદ્ધિમાનોની બુદ્ધિનો લોપ થઈ જશે.
- યશાયા ૨૯:૧૫આશરે ઈ.પૂ. ૭૧૨
જેઓ યહોવાહથી પોતાની યોજનાઓ સંતાડવાને ઊંડો વિચાર કરે છે અને જેઓ અંધકારમાં કામ કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જુએ છે, અમારા વિષે કોણ જાણે છે? તેઓને અફસોસ!
- યશાયા ૨૯:૧૬આશરે ઈ.પૂ. ૭૧૨
તમે વસ્તુઓને ઊંધી સીધી કરો છો! શું કુંભાર માટીની બરાબર ગણાય, એવી રીતે કે, કૃત્યો પોતાના કર્તા વિષે કહે, “તેણે મને બનાવ્યો નથી,” અથવા જે વસ્તુની રચના થયેલી છે તે પોતાના રચનારને કહેશે કે, “તે મને સમજી શકતો નથી?”
- યશાયા ૨૯:૧૭આશરે ઈ.પૂ. ૭૧૨
થોડી જ વારમાં, લબાનોન વાડી થઈ જશે અને વાડી વન થઈ જશે.
- યશાયા ૨૯:૧૮આશરે ઈ.પૂ. ૭૧૨
તે દિવસે બધિરજનો પુસ્તકનાં વચનો સાંભળશે અને અંધની આંખો ગહન અંધકારમાં જોશે.
- યશાયા ૨૯:૧૯આશરે ઈ.પૂ. ૭૧૨
દીનજનો યહોવાહમાં આનંદ કરશે અને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્રમાં હરખાશે.
- યશાયા ૨૯:૨૦આશરે ઈ.પૂ. ૭૧૨
કેમ કે જુલમીનો અંત આવ્યો છે અને નિંદકને ખતમ કરવામાં આવ્યો છે. જે કોઈ દુષ્ટતા કરવાનું ચાહે છે તેઓ સર્વને નાબૂદ કરવામાં આવશે,
- યશાયા ૨૯:૨૧આશરે ઈ.પૂ. ૭૧૨
તેઓ તો દાવામાં માણસને ગુનેગાર ઠરાવનાર છે. તેને માટે જાળ બિછાવે છે તેઓ દરવાજા આગળ ન્યાય ઇચ્છે છે પરંતુ ન્યાયને ખાલી જુઠાણાથી નીચે પાડે છે.
- યશાયા ૨૯:૨૨આશરે ઈ.પૂ. ૭૧૨
તેથી જેણે ઇબ્રાહિમનો ઉદ્ધાર કર્યો, તે યહોવાહ યાકૂબના કુટુંબ વિષે કહે છે: “યાકૂબને કદી શરમાવું પડશે નહિ, તેનો ચહેરો ઊતરી જશે નહિ.
- યશાયા ૨૯:૨૩આશરે ઈ.પૂ. ૭૧૨
પરંતુ જ્યારે પોતાની મધ્યે પોતાના સંતાનો એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે. તેઓ યાકૂબના પવિત્રને પવિત્ર માનશે અને ઇઝરાયલના ઈશ્વરના આદરમાં ઊભા રહેશે.
- યશાયા ૨૯:૨૪આશરે ઈ.પૂ. ૭૧૨
આત્મામાં જેઓ ભૂલા પડેલા હતા તેઓ સમજ પામશે અને ફરિયાદીઓ ડહાપણ પામશે.”
- યશાયા ૩૦:૧આશરે ઈ.પૂ. ૭૧૩
યહોવાહ કહે છે, “બળવાખોર સંતાનોને અફસોસ!” “તેઓ યોજનાઓ કરે છે, પણ મારી નહિ; તેઓ અન્ય દેશો સાથે સંધિઓ કરે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ, તેથી તેઓ પાપ ઉપર પાપ ઉમેરે છે.
- યશાયા ૩૦:૨આશરે ઈ.પૂ. ૭૧૩
તેઓ મને પૂછયા વિના મિસરમાં ચાલ્યા જાય છે. તેઓ ફારુનથી રક્ષણ મેળવવા અને મિસરની છાયામાં શરણ શોધે છે.
- યશાયા ૩૦:૩આશરે ઈ.પૂ. ૭૧૩
તેથી ફારુનનું રક્ષણ તે તારા માટે શરમરૂપ અને મિસરની છાયામાં આશ્રય તને અપમાનરૂપ થશે.
- યશાયા ૩૦:૪આશરે ઈ.પૂ. ૭૧૩
જો કે તેના સરદારો સોઆનમાં છે અને તેના સંદેશવાહકો હાનેસ પહોંચ્યા છે.
- યશાયા ૩૦:૫આશરે ઈ.પૂ. ૭૧૩
તોપણ જે લોકોથી તેઓને મદદ મળવાની નથી, જેઓ સહાયકારને ઉપયોગી થવાના નથી, પણ લજ્જાસ્પદ તથા અપમાનકારક છે, તેઓનાથી તેઓ સર્વ લજ્જિત થશે.”
- યશાયા ૩૦:૬આશરે ઈ.પૂ. ૭૧૩
¶ નેગેબનાં પશુઓ વિષે ઈશ્વરવાણી: દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, ઝેરી સાપ તથા ઊડતા નાગ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની પીઠ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.
- યશાયા ૩૦:૭આશરે ઈ.પૂ. ૭૧૩
પણ મિસરની સહાય વ્યર્થ છે; તે માટે મેં તેનું નામ બેસી રહેનારી રાહાબ પાડ્યું છે.
- યશાયા ૩૦:૮આશરે ઈ.પૂ. ૭૧૩
પ્રભુએ મને કહ્યું, હવે ચાલ, તેઓની રુબરુ એક પાટી પર લખ અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે.
- યશાયા ૩૦:૯આશરે ઈ.પૂ. ૭૧૩
કેમ કે આ લોકો બળવાખોર, જૂઠાં સંતાનો છે, તેઓ યહોવાહનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છે.
- યશાયા ૩૦:૧૦આશરે ઈ.પૂ. ૭૧૩
તેઓ દૃષ્ટાઓને કહે છે, “તમે દર્શન જોશો નહિ;” અને પ્રબોધકોને કહે છે, “અમને સત્યની સીધી ભવિષ્યવાણી કહેશો નહિ; પણ અમને મીઠી મીઠી વાતો કહો અને ઠગાઈની ભવિષ્યવાણી કહો;
- યશાયા ૩૦:૧૧આશરે ઈ.પૂ. ૭૧૩
માર્ગમાંથી નીકળી જાઓ; રસ્તા પરથી બાજુએ ખસી જાઓ; અમારી આગળથી ઇઝરાયલના પવિત્રને દૂર કરો.”
- યશાયા ૩૦:૧૨આશરે ઈ.પૂ. ૭૧૩
તેથી ઇઝરાયલના પવિત્ર એવું કહે છે, “કેમ કે તમે આ વાતને નકારો છો અને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો અને આધાર રાખો છો,