મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યશાયા ૨૮:૧૬આશરે ઈ.પૂ. ૭૨૫

    તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, “જુઓ: સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકુ છું, તે કસી જોયેલો પથ્થર, મૂલ્યવાન ખૂણાનો પથ્થર, મૂળ પાયો છે. જે વિશ્વાસ રાખે છે તે લજ્જિત થશે નહિ.

  2. યશાયા ૨૮:૧૭આશરે ઈ.પૂ. ૭૨૫

    હું ઇનસાફને દોરી અને ન્યાયીપણાને ઓળંબો કરીશ. જૂઠાણાનો આશ્રય કરાનાં તોફાનથી તણાઈ જશે અને સંતાવાની જગા પર પાણીનું પૂર ફરી વળશે.

  3. યશાયા ૨૮:૧૮આશરે ઈ.પૂ. ૭૨૫

    મૃત્યુ સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ. વળી સંકટની રેલ જ્યારે ચઢી આવશે ત્યારે તમે તેમાં તણાઈ જશો.

  4. યશાયા ૨૮:૧૯આશરે ઈ.પૂ. ૭૨૫

    તે જેટલી વાર પાર જાય તેટલી વાર તે તમને ડુબાડશે અને સવાર દર સવાર તથા રાતદિવસ તે પસાર થશે. જ્યારે સંદેશો સમજાઈ જશે ત્યારે તે ત્રાસનું કારણ બનશે.

  5. યશાયા ૨૮:૨૦આશરે ઈ.પૂ. ૭૨૫

    કેમ કે પથારી એટલી ટૂંકી છે કે તેના પર પગ લાંબો થઈ શકશે નહિ અને ચાદર એટલી સાંકડી છે કે તેનાથી શરીર ઢાંકી શકાશે નહિ.”

  6. યશાયા ૨૮:૨૧આશરે ઈ.પૂ. ૭૨૫

    કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે.

  7. યશાયા ૨૮:૨૨આશરે ઈ.પૂ. ૭૨૫

    તો હવે તમે ઉપહાસ ના કરશો, રખેને તમારાં બંધન મજબૂત કરવામાં આવે. કેમ કે આખી પૃથ્વી પર આવનાર વિનાશની ખબર મેં પ્રભુ, સૈન્યોના યહોવાહ પાસેથી સાંભળી છે.

  8. યશાયા ૨૮:૨૩આશરે ઈ.પૂ. ૭૨૫

    કાન ધરીને મારી વાણી સાંભળો; ધ્યાનથી મારું વચન સાંભળો.

  9. યશાયા ૨૮:૨૪આશરે ઈ.પૂ. ૭૨૫

    શું ખેડૂત વાવણી માટે ખેતર ખેડ્યા જ કરે છે? તે શું પોતાનું ખેતર ખોદીને ઢેફાં ભાંગ્યા જ કરે છે?

  10. યશાયા ૨૮:૨૫આશરે ઈ.પૂ. ૭૨૫

    જ્યારે તે ખેતર તૈયાર કરી દે છે, ત્યારે શું તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી, અને ચાસમાં ઘઉં, ઠરાવેલ જગાએ જવ અને મોસમમાં બાજરી તે વાવતો નથી શું?

  11. યશાયા ૨૮:૨૬આશરે ઈ.પૂ. ૭૨૫

    કેમ કે તેનો ઈશ્વર તેને યોગ્ય રીત શીખવીને તેને ડહાપણ આપે છે.

  12. યશાયા ૨૮:૨૭આશરે ઈ.પૂ. ૭૨૫

    વળી, સૂવા અણીદાર સાધનથી મસળાતા નથી કે જીરા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી; પણ સૂવા લાકડીથી અને જીરું સોટીથી સાફ કરાય છે.

  13. યશાયા ૨૮:૨૮આશરે ઈ.પૂ. ૭૨૫

    રોટલીનું ધાન્ય પિલાય છે શું? અને પોતાના ગાડાનું પૈડું તથા પોતાના ઘોડાઓને તેના પર સતત ફેરવ્યા કરીને તે તેનો ભૂકો કરશે નહિ.

  14. યશાયા ૨૮:૨૯આશરે ઈ.પૂ. ૭૨૫

    આ જ્ઞાન પણ સૈન્યોના યહોવાહ પાસેથી મળે છે, જે સલાહ આપવામાં અદ્દભુત છે અને બુધ્ધિમાં ઉત્તમ છે.

  15. યશાયા ૨૯:૧આશરે ઈ.પૂ. ૭૧૨

    અરે અરીએલ, અરીએલ, દાઉદની છાવણીના નગર, તને અફસોસ! એક પછી એક વર્ષ વીતી જવા દો; વારાફરતી પર્વો આવ્યા કરો.

  16. યશાયા ૨૯:૨આશરે ઈ.પૂ. ૭૧૨

    પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક અને વિલાપ થઈ રહેશે; અને તે મારી આગળ વેદી જેવું જ થશે.

  17. યશાયા ૨૯:૩આશરે ઈ.પૂ. ૭૧૨

    હું તારી આસપાસ ફરતી છાવણી રાખીશ અને કિલ્લા બાંધી તને ઘેરો નાખીશ અને તારી સામે મોરચા ઊભા કરીશ.

  18. યશાયા ૨૯:૪આશરે ઈ.પૂ. ૭૧૨

    તને નીચે પાડવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે; ધૂળમાંથી તારી ધીમી વાણી સંભળાશે. તારો અવાજ ભૂમિમાંથી સાધેલા અશુદ્ધ આત્માનાં જેવો આવશે અને તારો બોલ ધીમે સ્વરે ધૂળમાંથી આવશે.

  19. યશાયા ૨૯:૫આશરે ઈ.પૂ. ૭૧૨

    વળી તારા પર ચઢાઈ કરનારાઓ ઝીણી ધૂળના જેવા અને દુષ્ટોનું સમુદાય પવનમાં ઊડી જતાં ફોતરાંના જેવો થશે. હા, તે અચાનક અને પળવારમાં થશે.

  20. યશાયા ૨૯:૬આશરે ઈ.પૂ. ૭૧૨

    સૈન્યોના યહોવાહ મેઘગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી અને ગળી જનાર અગ્નિની જ્વાળાઓ મારફતે તને સજા કરશે.

  21. યશાયા ૨૯:૭આશરે ઈ.પૂ. ૭૧૨

    જે સર્વ પ્રજાઓ અરીએલની સામે લડે છે; એટલે જે સર્વ તેની તથા તેના કિલ્લાની સામે લડીને તેને સંકટમાં નાખે છે, તેઓનો સમુદાય સ્વપ્ન જેવો અને રાત્રીના આભાસ જેવો થઈ જશે.

  22. યશાયા ૨૯:૮આશરે ઈ.પૂ. ૭૧૨

    જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે કે તે ખાય છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે તો તે ભૂખ્યો ને ભૂખ્યો જ હોય છે. જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે, તેમાં તે પાણી પીએ છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે હજી તે તરસને કારણે બેભાન જેવી અવસ્થામાં હોય છે. તે પ્રમાણે સિયોન પર્વતની સામે લડનારી સર્વ પ્રજાઓના સમુદાયને થશે.

  23. યશાયા ૨૯:૯આશરે ઈ.પૂ. ૭૧૨

    વિસ્મિત થઈને અચંબો પામો; પોતાને અંધ કરીને દૃષ્ટિહીન થઈ જાઓ! ભાન ભૂલેલા થાઓ, પણ દ્રાક્ષારસથી નહિ; લથડિયાં ખાઓ પણ દારૂથી નહિ.

  24. યશાયા ૨૯:૧૦આશરે ઈ.પૂ. ૭૧૨

    કેમ કે યહોવાહે ભર ઊંઘનો આત્મા તમારી પર રેડ્યો છે. તેમણે તમારી આંખો એટલે પ્રબોધકોને બંધ કર્યા છે અને તમારાં શિર એટલે દ્રષ્ટાઓને ઢાંકી દીધા છે.

  25. યશાયા ૨૯:૧૧આશરે ઈ.પૂ. ૭૧૨

    ¶ આ સર્વનું દર્શન તમારી આગળ મહોરથી બંધ કરેલા પુસ્તકના જેવું છે; લોકો જે ભણેલા છે તેને તે આપીને કહે છે, “આ વાંચ.” તે કહે છે, “હું તે વાંચી શકતો નથી, કારણ કે તે પર મહોર મારેલી છે.”