- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- 1 કરિંથીઓને ૧૧:૩૧આશરે ઈ.સ. ૫૯
¶ પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે.
- 1 કરિંથીઓને ૧૧:૩૨આશરે ઈ.સ. ૫૯
પણ આપણો ન્યાય કરાય છે, ત્યારે આપણે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા થાય નહિ.
- 1 કરિંથીઓને ૧૧:૩૩આશરે ઈ.સ. ૫૯
¶ તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે, એકબીજાની રાહ જુઓ;
- 1 કરિંથીઓને ૧૧:૩૪આશરે ઈ.સ. ૫૯
જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાના ઘરમાં ખાય, જેથી તમારું એકઠા મળવું શિક્ષાપાત્ર થાય નહિ. હવે જે કંઈ બાકી છે તે હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ.
- 1 કરિંથીઓને ૧૨:૧આશરે ઈ.સ. ૫૯
¶ હવે, ભાઈઓ, આત્મિક દાનો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી.
- 1 કરિંથીઓને ૧૨:૨આશરે ઈ.સ. ૫૯
તમે જાણો છો કે, તમે વિદેશીઓ હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ મૂંગી મૂર્તિઓ પાછળ તમે દોરવાઈ જતા હતા.
- 1 કરિંથીઓને ૧૨:૩આશરે ઈ.સ. ૫૯
માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, ‘ઈસુ પ્રભુ છે,’ એવું કહી શકતો નથી.
- 1 કરિંથીઓને ૧૨:૪આશરે ઈ.સ. ૫૯
¶ કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે;
- 1 કરિંથીઓને ૧૨:૫આશરે ઈ.સ. ૫૯
સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે.
- 1 કરિંથીઓને ૧૨:૬આશરે ઈ.સ. ૫૯
કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.
- 1 કરિંથીઓને ૧૨:૭આશરે ઈ.સ. ૫૯
¶ પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.
- 1 કરિંથીઓને ૧૨:૮આશરે ઈ.સ. ૫૯
કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઈ છે; તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે.
- 1 કરિંથીઓને ૧૨:૯આશરે ઈ.સ. ૫૯
¶ કોઈને એ જ આત્માથી વિશ્વાસ; અને કોઈને એ જ આત્માથી સાજાં કરવાના કૃપાદાન;
- 1 કરિંથીઓને ૧૨:૧૦આશરે ઈ.સ. ૫૯
કોઈને પરાક્રમી કામો કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે.
- 1 કરિંથીઓને ૧૨:૧૧આશરે ઈ.સ. ૫૯
પણ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એ ને એ જ આત્મા છે.
- 1 કરિંથીઓને ૧૨:૧૨આશરે ઈ.સ. ૫૯
¶ કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.
- 1 કરિંથીઓને ૧૨:૧૩આશરે ઈ.સ. ૫૯
કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે.
- 1 કરિંથીઓને ૧૨:૧૪આશરે ઈ.સ. ૫૯
¶ પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.
- 1 કરિંથીઓને ૧૨:૧૫આશરે ઈ.સ. ૫૯
જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?
- 1 કરિંથીઓને ૧૨:૧૬આશરે ઈ.સ. ૫૯
જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?
- 1 કરિંથીઓને ૧૨:૧૭આશરે ઈ.સ. ૫૯
જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત?
- 1 કરિંથીઓને ૧૨:૧૮આશરે ઈ.સ. ૫૯
¶ પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે.
- 1 કરિંથીઓને ૧૨:૧૯આશરે ઈ.સ. ૫૯
જો સર્વ એક અંગ હોત, તો શરીર ક્યાં હોત?
- 1 કરિંથીઓને ૧૨:૨૦આશરે ઈ.સ. ૫૯
પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે.
- 1 કરિંથીઓને ૧૨:૨૧આશરે ઈ.સ. ૫૯
¶ આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી.