- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૩૩:૮આશરે ઈ.પૂ. ૧૭૩૯
એસાવે કહ્યું, “આ જે સર્વ જાનવરોના ટોળાં મને મળ્યાં તેનો મતલબ શું છે?” યાકૂબે કહ્યું, “મારા માલિકની નજરમાં કૃપા પામવા માટેની એ ભેટ છે.”
- ઊત્પત્તિ ૩૩:૯આશરે ઈ.પૂ. ૧૭૩૯
¶ એસાવ બોલ્યો, “મારા ભાઈ, મારી પાસે પૂરતું છે. તારું સઘળું તું તારી પાસે રાખ.”
- ઊત્પત્તિ ૩૩:૧૦આશરે ઈ.પૂ. ૧૭૩૯
યાકૂબે કહ્યું, “એમ નહિ, જો હું તારી નજરમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરી મારા હાથથી મારી ભેટ સ્વીકાર, કેમ કે જાણે ઈશ્વરનું મુખ જોયું હોય તેમ મેં તારું મુખ જોયું છે અને તેં મને સ્વીકાર્યો છે.
- ઊત્પત્તિ ૩૩:૧૧આશરે ઈ.પૂ. ૧૭૩૯
મારી જે ભેંટ તારી પાસે લાવવામાં આવી છે તે કૃપા કરી સ્વીકાર, કેમ કે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી છે તેથી મારી પાસે પુષ્કળ છે.” યાકૂબે તેને આગ્રહ કર્યો અને એસાવે તેનો સ્વીકાર કર્યો.
- ઊત્પત્તિ ૩૩:૧૨આશરે ઈ.પૂ. ૧૭૩૯
¶ પછી એસાવે કહ્યું, “ચાલો, આપણે આપણા રસ્તે જઈએ. હું તારી આગળ ચાલીશ.”
- ઊત્પત્તિ ૩૩:૧૩આશરે ઈ.પૂ. ૧૭૩૯
યાકૂબે તેને કહ્યું, “મારા માલિક તું જાણે છે કે સંતાનો કિશોર છે અને બકરીઓનાં તથા અન્ય જાનવરોના બચ્ચાં મારી સાથે છે. જો તેઓને એક દિવસ પણ વધારે લાંબા અંતરે હાંકવામાં આવે તો સર્વ ટોળાં મરી જાય એવું થાય.
- ઊત્પત્તિ ૩૩:૧૪આશરે ઈ.પૂ. ૧૭૩૯
માટે મારા માલિક તારા દાસની આગળ જા. હું સેઈરમાં તારી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે જાનવરો મારી આગળ છે તેઓ તથા સંતાનો ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ.”
- ઊત્પત્તિ ૩૩:૧૫આશરે ઈ.પૂ. ૧૭૩૯
¶ એસાવે કહ્યું, “મારી સાથેના લોકોમાંથી હું થોડા તારી પાસે રહેવા દઉં છું.” પણ યાકૂબે કહ્યું, “શા માટે? હું મારા માલિકની નજરમાં કૃપા પામું એટલું પૂરતું છે.”
- ઊત્પત્તિ ૩૩:૧૬આશરે ઈ.પૂ. ૧૭૩૯
તેથી તે દિવસે એસાવ સેઈર જવાને પાછો ફર્યો.
- ઊત્પત્તિ ૩૩:૧૭આશરે ઈ.પૂ. ૧૭૩૯
સુક્કોથમાં યાકૂબ ચાલતો આવ્યો, તેણે પોતાને માટે ઘર બાંધ્યું અને તેનાં ઢોરને માટે આશ્રયસ્થાનો બનાવ્યા. એ માટે તે જગ્યાનું નામ સુક્કોથ પડ્યું.
- ઊત્પત્તિ ૩૩:૧૮આશરે ઈ.પૂ. ૧૭૩૯
¶ જયારે યાકૂબ પાદ્દાનારામમાંથી આવ્યો, ત્યારે તે કનાન દેશના શખેમ સુધી સહીસલામત આવ્યો. તેણે શહેરની નજીક મુકામ કર્યો.
- ઊત્પત્તિ ૩૩:૧૯આશરે ઈ.પૂ. ૧૭૩૯
પછી જે જમીનના ટુકડામાં તેણે પોતાનો મુકામ કર્યો હતો, તે જમીન તેણે શખેમના પિતા હમોરના દીકરાઓની પાસેથી સો ચાંદીના સિક્કાથી વેચાતી લીધી.
- ઊત્પત્તિ ૩૩:૨૦આશરે ઈ.પૂ. ૧૭૩૯
ત્યાં તેણે વેદી બાંધી અને તેનું નામ એલ-એલોહે ઇઝરાયલ પાડ્યું.
- ઊત્પત્તિ ૩૪:૧આશરે ઈ.પૂ. ૧૭૩૨
¶ હવે લેઆથી જન્મેલી યાકૂબની દીકરી દીના તે દેશની સ્ત્રીઓને મળવા બહાર ગઈ.
- ઊત્પત્તિ ૩૪:૨આશરે ઈ.પૂ. ૧૭૩૨
હમોર હિવ્વી જે દેશનો હાકેમ હતો, તેના દીકરા શખેમે તેને જોઈને તેને પકડી અને બળાત્કાર કર્યો.
- ઊત્પત્તિ ૩૪:૩આશરે ઈ.પૂ. ૧૭૩૨
યાકૂબની દીકરી દીના પર તેનું દિલ મોહી પડ્યું. તેણે તે જુવાન દીના પર પ્રેમ કર્યો અને તેણે તેની સાથે વાત કરી.
- ઊત્પત્તિ ૩૪:૪આશરે ઈ.પૂ. ૧૭૩૨
¶ શખેમે પોતાના પિતા હમોરને કહ્યું, “આ યુવાન કન્યા સાથે મારું લગ્ન કરાવી આપ.”
- ઊત્પત્તિ ૩૪:૫આશરે ઈ.પૂ. ૧૭૩૨
હવે યાકૂબે સાંભળ્યું કે મારી દીકરી દીનાની સાથે તેણે બળાત્કાર કર્યો છે. તેના દીકરા ખેતરમાં જાનવરોની પાસે હતા, તેથી તેઓ આવ્યા ત્યાં સુધી યાકૂબ ચૂપ રહ્યો.
- ઊત્પત્તિ ૩૪:૬આશરે ઈ.પૂ. ૧૭૩૨
¶ શખેમનો પિતા હમોર યાકૂબની સાથે વાતચીત કરવાને તેની પાસે બહાર ગયો.
- ઊત્પત્તિ ૩૪:૭આશરે ઈ.પૂ. ૧૭૩૨
જયારે યાકૂબના દીકરાઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને ખેતરમાંથી આવ્યા. તેઓ ક્રોધિત થયા, કેમ કે શખેમે યાકૂબની દીકરી સાથે બળાત્કાર કરીને ઇઝરાયલને બદનામ કર્યું હતું આ બનાવ અણઘટતો હતો.
- ઊત્પત્તિ ૩૪:૮આશરે ઈ.પૂ. ૧૭૩૨
¶ હમોર તેઓની સાથે વાતચીત કરીને બોલ્યો, “મારો દીકરો શખેમ તમારી દીકરીને પ્રેમ કરે છે. કૃપા કરી તેને તેની સાથે લગ્ન કરાવી આપો.
- ઊત્પત્તિ ૩૪:૯આશરે ઈ.પૂ. ૧૭૩૨
આપણે અરસપરસ વિવાહ કરીએ, એટલે તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ તમે પોતાને માટે લો.
- ઊત્પત્તિ ૩૪:૧૦આશરે ઈ.પૂ. ૧૭૩૨
તમે અમારી સાથે રહો અને દેશ તમારી આગળ છે, તેમાં તમે રહો અને વેપાર કરીને માલમિલકત મેળવો.
- ઊત્પત્તિ ૩૪:૧૧આશરે ઈ.પૂ. ૧૭૩૨
¶ શખેમે તેના પિતા તથા ભાઈઓને કહ્યું, “મહેરબાની કરીને મારી પર કૃપા દર્શાવો, તો તમે મને જે કહેશો તે હું આપીશ.
- ઊત્પત્તિ ૩૪:૧૨આશરે ઈ.પૂ. ૧૭૩૨
તમે મારી પાસે ગમે તેટલું મૂલ્ય તથા ભેટ માગો અને જે તમે મને કહેશો, તે પ્રમાણે આપીશ, પણ આ યુવાન કન્યા દીનાના લગ્ન મારી સાથે કરાવો.”