મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૩૨:૧૫આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ત્રીસ દુઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, ચાળીસ ગાય, દસ બળદ, વીસ ગધેડીઓ તથા દસ ગધેડાં લીધાં.

  2. ઊત્પત્તિ ૩૨:૧૬આશરે ઈ.પૂ. ૧૭૩૯

    એ સર્વના જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં અને તેના દાસોને કહ્યું, “તમે મારી આગળ જાઓ અને દરેક ટોળાંઓની વચ્ચે અંતર રાખો.

  3. ઊત્પત્તિ ૩૨:૧૭આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ તેણે પહેલાને આજ્ઞા આપી, “મારો ભાઈ એસાવ તને મળે અને તને પૂછે, ‘તું ક્યાંનો છે? તું ક્યાં જાય છે? તારી આગળ આ જે પ્રાણીઓ ચાલે છે તે કોનાં છે?’

  4. ઊત્પત્તિ ૩૨:૧૮આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ત્યારે તું કહેજે, ‘તેઓ તારા દાસ યાકૂબનાં છે. તેઓ મારા મોટા ભાઈ અને માલિક એસાવને મોકલેલી ભેટ છે. અને જો, તે પણ અમારી પાછળ આવે છે.’”

  5. ઊત્પત્તિ ૩૨:૧૯આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ યાકૂબે બીજાને, ત્રીજાને તથા જે માણસો ટોળાંની પાછળ જતા હતા તે સર્વને પણ સૂચનો આપ્યાં કે, “જયારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો.

  6. ઊત્પત્તિ ૩૨:૨૦આશરે ઈ.પૂ. ૧૭૩૯

    તમે એમ પણ કહેજો, ‘તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.’ કેમ કે તેણે વિચાર્યું, “જે ભેટો મારી આગળ જાય છે, તેથી હું તેને શાંત કરીશ. જયારે પાછળથી હું તેને મળીશ ત્યારે કદાચ તે મારો સ્વીકાર કરે.”

  7. ઊત્પત્તિ ૩૨:૨૧આશરે ઈ.પૂ. ૧૭૩૯

    તેથી સર્વ ભેટો તેની આગળ ગઈ. તે રાત્રે તે પોતાની છાવણીમાં રહ્યો.

  8. ઊત્પત્તિ ૩૨:૨૨આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ યાકૂબ રાત્રે ઊઠ્યો અને તેણે તેની બે પત્નીઓ, તેઓની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરાઓને લીધા અને યાબ્બોકના નદીની પાર મોકલ્યા.

  9. ઊત્પત્તિ ૩૨:૨૩આશરે ઈ.પૂ. ૧૭૩૯

    આ રીતે તેણે તેઓને તેની સઘળી સંપત્તિ સાથે નદીની પાર પહોંચાડી દીધા.

  10. ઊત્પત્તિ ૩૨:૨૪આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ યાકૂબ એકલો રહી ગયો અને સવાર થતાં સુધી એક પુરુષે તેની સાથે મલયુદ્ધ કર્યું.

  11. ઊત્પત્તિ ૩૨:૨૫આશરે ઈ.પૂ. ૧૭૩૯

    જયારે તે માણસે જોયું કે તે તેને હરાવી શક્યો નથી ત્યારે તેણે તેની જાંઘના સાંધા પર પ્રહાર કર્યો અને તેની સાથે મલયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો.

  12. ઊત્પત્તિ ૩૨:૨૬આશરે ઈ.પૂ. ૧૭૩૯

    તે માણસે કહ્યું, “સવાર થઈ છે માટે મને જવા દે.” યાકૂબે કહ્યું, “તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને જવા દઈશ નહિ.”

  13. ઊત્પત્તિ ૩૨:૨૭આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ તે માણસે તેને પૂછ્યું, “તારું નામ શું છે? “યાકૂબે કહ્યું, “યાકૂબ.”

  14. ઊત્પત્તિ ૩૨:૨૮આશરે ઈ.પૂ. ૧૭૩૯

    તે માણસે કહ્યું, “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે. કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં સંઘર્ષ કર્યો છે અને તું જય પામ્યો છે.”

  15. ઊત્પત્તિ ૩૨:૨૯આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ યાકૂબે તેને પૂછ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” પછી તેણે તેને આશીર્વાદ આપ્યો.

  16. ઊત્પત્તિ ૩૨:૩૦આશરે ઈ.પૂ. ૧૭૩૯

    યાકૂબે તે જગ્યાનું નામ પનીએલ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મુખોમુખ જોયા છે તોપણ મારો જીવ બચી ગયો છે.”

  17. ઊત્પત્તિ ૩૨:૩૧આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ યાકૂબ પનુએલની પાર જતો હતો ત્યારે સૂર્યોદય થયો. તે જાંઘના કારણે લંગડાતો ચાલતો હતો.

  18. ઊત્પત્તિ ૩૨:૩૨આશરે ઈ.પૂ. ૧૭૩૯

    તે માટે ઇઝરાયલના લોકો આજ સુધી જાંઘના સાંધા પરનું માંસ ખાતા નથી. કેમ કે તે માણસે યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને ઈજા કરી હતી. તેનાથી યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો હતો.

  19. ઊત્પત્તિ ૩૩:૧આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ યાકૂબે સામે દૂર સુધી નજર કરી તો જોવામાં આવ્યું કે, એસાવ તથા તેની સાથે ચારસો માણસો આવી રહ્યા હતા. યાકૂબે લેઆને, રાહેલને તથા તેઓની બે દાસીઓને બાળકો વહેંચી આપ્યાં.

  20. ઊત્પત્તિ ૩૩:૨આશરે ઈ.પૂ. ૧૭૩૯

    પછી તેણે દાસીઓને તથા તેઓનાં સંતાનોને આગળ રાખ્યાં, તે પછી લેઆ તથા તેના પુત્રો અને તે પછી છેલ્લે રાહેલ તથા યૂસફને રાખ્યાં.

  21. ઊત્પત્તિ ૩૩:૩આશરે ઈ.પૂ. ૧૭૩૯

    તે પોતે સૌની આગળ ચાલતો રહ્યો. તેના ભાઈની પાસે તે આવ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર નમીને તેને દંડવત પ્રણામ કર્યા.

  22. ઊત્પત્તિ ૩૩:૪આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ એસાવ તેને મળવાને ઉતાવળે આવ્યો. તે તેને ગળે ભેટીને ચૂમ્યો. પછી તેઓ ભાવુક થઈને રડી પડ્યા.

  23. ઊત્પત્તિ ૩૩:૫આશરે ઈ.પૂ. ૧૭૩૯

    જયારે એસાવે સામે જોયું તો તેણે સ્ત્રીઓ તથા છોકરાંને જોયા. તેણે કહ્યું, “તારી સાથે આ કોણ છે?” યાકૂબે કહ્યું, તેઓ તો ઈશ્વરે કૃપા કરીને તારા દાસને આપેલાં સંતાનો છે.”

  24. ઊત્પત્તિ ૩૩:૬આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ પછી દાસીઓ તેઓનાં સંતાનો સાથે આગળ આવી અને તેઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

  25. ઊત્પત્તિ ૩૩:૭આશરે ઈ.પૂ. ૧૭૩૯

    પછી લેઆ પણ તેનાં સંતાનો સાથે આવી અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. છેલ્લે યૂસફ તથા રાહેલ આવ્યાં અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.