મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૩૧:૪૫આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ તેથી યાકૂબે પથ્થર લીધો અને સ્તંભ તરીકે તેને ઊભો કર્યો.

  2. ઊત્પત્તિ ૩૧:૪૬આશરે ઈ.પૂ. ૧૭૩૯

    યાકૂબે તેના સંબંધીઓને કહ્યું, “પથ્થર એકઠા કરો.” તેથી તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો. પછી તેઓએ તે ઢગલા પાસે ખાધું.

  3. ઊત્પત્તિ ૩૧:૪૭આશરે ઈ.પૂ. ૧૭૩૯

    લાબાને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યો અને યાકૂબે તેને ગાલેદ કહ્યો.

  4. ઊત્પત્તિ ૩૧:૪૮આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ લાબાને કહ્યું, “મારી તથા તારી વચ્ચે આ પથ્થરનાં ગંજ આજે સાક્ષી છે.” તે માટે તેનું નામ ગાલેદ કહેવાશે.

  5. ઊત્પત્તિ ૩૧:૪૯આશરે ઈ.પૂ. ૧૭૩૯

    તેનું નામ મિસ્પાહ પણ પાડવામાં આવ્યું, કેમ કે લાબાને કહ્યું, “જયારે આપણે એકબીજાથી જુદા પડીએ, ત્યારે ઈશ્વર મારી અને તારી પર નજર રાખે.

  6. ઊત્પત્તિ ૩૧:૫૦આશરે ઈ.પૂ. ૧૭૩૯

    જો તું મારી દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે અથવા મારી દીકરીઓ સિવાય બીજી પત્નીઓ કરે, તો આપણી વચ્ચે કોઈ માણસ નહિ પણ ઈશ્વર સાક્ષી છે.”

  7. ઊત્પત્તિ ૩૧:૫૧આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ લાબાને યાકૂબને કહ્યું, “આ પથ્થરનાં ગંજને એટલે તારી તથા મારી વચ્ચે મેં જે સ્તંભ ઊભો કર્યો છે તે જો.

  8. ઊત્પત્તિ ૩૧:૫૨આશરે ઈ.પૂ. ૧૭૩૯

    આ ગંજ અને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય. તારું અહિત કરવાને આ ગંજ ઓળંગીને હું તારી પાસે આવવાનો નથી અને આ ગંજ તથા સ્તંભ ઓળંગીને મારું અહિત કરવાને તું મારી પાસે આવીશ નહિ.

  9. ઊત્પત્તિ ૩૧:૫૩આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” યાકૂબે પોતાના પિતા ઇસહાક જે ઈશ્વરનો ભય રાખતા હતા તેમના સમ ખાધા.

  10. ઊત્પત્તિ ૩૧:૫૪આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ યાકૂબે પહાડ પર બલિદાન આપ્યું અને ભોજન કરવાને તેના સંબંધીઓને બોલાવ્યા. તેઓએ ભોજન કર્યું અને આખી રાત પહાડ પર વિતાવી.

  11. ઊત્પત્તિ ૩૧:૫૫આશરે ઈ.પૂ. ૧૭૩૯

    વહેલી સવારે લાબાન ઊઠ્યો અને પોતાના પૌત્રો-પૌત્રીઓને તથા પોતાની દીકરીઓને ચુંબન કરીને તેઓને આશીર્વાદ આપ્યો. પછી લાબાન ત્યાંથી પાછો વળીને પોતાને ઘરે પાછો ગયો.

  12. ઊત્પત્તિ ૩૨:૧આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ યાકૂબ પણ પોતાના રસ્તે ચાલતો થયો અને રસ્તામાં ઈશ્વરના દૂતો તેને મળ્યા.

  13. ઊત્પત્તિ ૩૨:૨આશરે ઈ.પૂ. ૧૭૩૯

    જયારે યાકૂબે તેઓને જોયા ત્યારે તે બોલ્યો, “આ તો ઈશ્વરની છાવણી છે,” તેથી તેણે તે જગ્યાનું નામ ‘માહનાઇમ’ પાડ્યું.

  14. ઊત્પત્તિ ૩૨:૩આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ યાકૂબે પોતાની આગળ અદોમના દેશમાંના સેઈર પ્રદેશમાં તેના ભાઈ એસાવની પાસે સંદેશાવાહકો મોકલ્યા.

  15. ઊત્પત્તિ ૩૨:૪આશરે ઈ.પૂ. ૧૭૩૯

    તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, “મારા માલિક એસાવને તમે એમ કહેજો: તારો સેવક યાકૂબ કહે છે કે: ‘આજ સુધી મામા લાબાનને ત્યાં હું રહ્યો હતો.

  16. ઊત્પત્તિ ૩૨:૫આશરે ઈ.પૂ. ૧૭૩૯

    મારી પાસે બળદ, ગધેડાં, ઘેટાંબકરાં, દાસ તથા દાસીઓ છે. મેં મારા માણસોને આ ખબર આપવાને મારા ઘણી પાસે મોકલ્યા છે, જેથી તું મારા પ્રત્યે ભલાઈ અને સહાનુભૂતિ દર્શાવે.”

  17. ઊત્પત્તિ ૩૨:૬આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ એસાવને મળીને પાછા આવ્યા પછી સંદેશાવાહકોએ યાકૂબને કહ્યું, “અમે તારા ભાઈ એસાવની પાસે ગયા હતા. તે તને મળવાને આવી રહ્યો છે અને તેની સાથે ચારસો માણસો છે.

  18. ઊત્પત્તિ ૩૨:૭આશરે ઈ.પૂ. ૧૭૩૯

    તેથી યાકૂબ ઘણો ગભરાઈને ચિંતાતુર થયો. તેણે પોતાની સાથેના લોકોના, ઘેટાંબકરાંના, ઊંટોના તથા અન્ય જાનવરોના ભાગ પાડીને બે છાવણી કરી.

  19. ઊત્પત્તિ ૩૨:૮આશરે ઈ.પૂ. ૧૭૩૯

    તેણે કહ્યું, “જો એસાવ એક છાવણી પાસે આવીને તેની પર હુમલો કરે, તો બાકી રહેલી છાવણી બચી જશે.

  20. ઊત્પત્તિ ૩૨:૯આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ યાકૂબે કહ્યું, “પ્રભુ, મારા પિતા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાકના ઈશ્વર, જેમણે મને કહ્યું હતું, ‘તું તારા દેશ તથા તારા સંબંધીઓની પાસે પાછો જા અને હું તને સમૃદ્ધ કરીશ,’

  21. ઊત્પત્તિ ૩૨:૧૦આશરે ઈ.પૂ. ૧૭૩૯

    તમે કરેલા કરાર સંબંધી તમે મારા પર જે કૃપા કરી છે તેને તથા તમારી સત્યનિષ્ઠાને હું લાયક જ નથી. કેમ કે હું કેવળ મારી લાકડી લઈને યર્દન પાર ગયો હતો અને હવે મારી પાસે જાનવરોના ટોળાંની બે છાવણી છે.

  22. ઊત્પત્તિ ૩૨:૧૧આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ કૃપા કરીને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી મને બચાવો, કેમ કે હું તેનાથી ગભરાઉં છું કે તે આવીને મારા પર, મારા દીકરાઓ પર તથા તેઓની માતાઓ પર હુમલો કરે.

  23. ઊત્પત્તિ ૩૨:૧૨આશરે ઈ.પૂ. ૧૭૩૯

    પણ તમે તો કહેલું છે કે, ‘નિશ્ચે હું તને સમૃદ્ધ કરીશ અને સમુદ્રના કાંઠાની રેતી જેની સંખ્યા ગણી શકાય નહિ, તેના જેટલો તારો વંશ કરીશ.’”

  24. ઊત્પત્તિ ૩૨:૧૩આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ યાકૂબ તે રાત્રે ત્યાં જ રહ્યો. તેના ભાઈ એસાવને ભેટ આપવા સારુ તેની પાસે જે હતું તેમાંથી તેણે થોડું લીધું.

  25. ઊત્પત્તિ ૩૨:૧૪આશરે ઈ.પૂ. ૧૭૩૯

    એટલે બસો બકરીઓ, વીસ બકરાં, બસો ઘેટીઓ તથા વીસ ઘેટાં,