- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- રોમનોને પત્ર ૩:૧૫આશરે ઈ.સ. ૬૦
તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;
- રોમનોને પત્ર ૩:૧૬આશરે ઈ.સ. ૬૦
તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;
- રોમનોને પત્ર ૩:૧૭આશરે ઈ.સ. ૬૦
શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી
- રોમનોને પત્ર ૩:૧૮આશરે ઈ.સ. ૬૦
તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”
- રોમનોને પત્ર ૩:૧૯આશરે ઈ.સ. ૬૦
¶ હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.
- રોમનોને પત્ર ૩:૨૦આશરે ઈ.સ. ૬૦
કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે.
- રોમનોને પત્ર ૩:૨૧આશરે ઈ.સ. ૬૦
¶ પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી, અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે;
- રોમનોને પત્ર ૩:૨૨આશરે ઈ.સ. ૬૦
એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી.
- રોમનોને પત્ર ૩:૨૩આશરે ઈ.સ. ૬૦
¶ કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે;
- રોમનોને પત્ર ૩:૨૪આશરે ઈ.સ. ૬૦
પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.
- રોમનોને પત્ર ૩:૨૫આશરે ઈ.સ. ૬૦
¶ ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી લોકો માટે પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યાં, કે જેથી અગાઉ થયેલાં પાપની માફી અપાઈ તે વિષે તે પોતાનું ન્યાયીપણું બતાવે;
- રોમનોને પત્ર ૩:૨૬આશરે ઈ.સ. ૬૦
એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.
- રોમનોને પત્ર ૩:૨૭આશરે ઈ.સ. ૬૦
¶ તો આત્મપ્રશંસા કરવાનું ક્યાં રહ્યું? તેનો સમાવેશ નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી.
- રોમનોને પત્ર ૩:૨૮આશરે ઈ.સ. ૬૦
માટે અમે એવું સમજીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરે છે.
- રોમનોને પત્ર ૩:૨૯આશરે ઈ.સ. ૬૦
¶ નહિ તો શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું બિનયહૂદીઓના પણ નથી? હા, બિનયહૂદીઓના પણ છે;
- રોમનોને પત્ર ૩:૩૦આશરે ઈ.સ. ૬૦
કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતીને અને બેસુન્નતીને પણ વિશ્વાસદ્વારા ન્યાયી ઠરાવશે.
- રોમનોને પત્ર ૩:૩૧આશરે ઈ.સ. ૬૦
¶ ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.
- રોમનોને પત્ર ૪:૧આશરે ઈ.સ. ૬૦
¶ તો મનુષ્યદેહે આપણા પૂર્વજ ઇબ્રાહિમને જે મળ્યું, તે વિષે આપણે શું કહીએ?
- રોમનોને પત્ર ૪:૨આશરે ઈ.સ. ૬૦
કેમ કે ઇબ્રાહિમ જો કરણીઓથી ન્યાયી ઠર્યો હોત, તો તેને આત્મપ્રશંસા કરવાનું કારણ છે, પણ ઈશ્વર આગળ નહિ.
- રોમનોને પત્ર ૪:૩આશરે ઈ.સ. ૬૦
કેમ કે શાસ્ત્રવચન શું કહે છે? કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને માટે ન્યાયીપણાને અર્થે ગણાયો.
- રોમનોને પત્ર ૪:૪આશરે ઈ.સ. ૬૦
¶ હવે કામ કરનારને જે પ્રતિફળ મળે છે તે કૃપારૂપ ગણાતું નથી, પણ હકરૂપ ગણાય છે.
- રોમનોને પત્ર ૪:૫આશરે ઈ.સ. ૬૦
પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.
- રોમનોને પત્ર ૪:૬આશરે ઈ.સ. ૬૦
¶ તે જ રીતે ઈશ્વર જે મનુષ્યને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે આશીર્વાદ આપે છે કે,
- રોમનોને પત્ર ૪:૭આશરે ઈ.સ. ૬૦
‘જેઓનાં અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયા છે, તેઓ આશીર્વાદિત છે.
- રોમનોને પત્ર ૪:૮આશરે ઈ.સ. ૬૦
જેનાં પાપ પ્રભુ નહિ ગણે તે મનુષ્ય આશીર્વાદિત છે.’”