- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- રોમનોને પત્ર ૧:૨૬આશરે ઈ.સ. ૬૦
¶ તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધાં, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો.
- રોમનોને પત્ર ૧:૨૭આશરે ઈ.સ. ૬૦
અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા.
- રોમનોને પત્ર ૧:૨૮આશરે ઈ.સ. ૬૦
¶ અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધાં.
- રોમનોને પત્ર ૧:૨૯આશરે ઈ.સ. ૬૦
¶ તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા,
- રોમનોને પત્ર ૧:૩૦આશરે ઈ.સ. ૬૦
નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતાપિતાને અનાજ્ઞાંકિત,
- રોમનોને પત્ર ૧:૩૧આશરે ઈ.સ. ૬૦
બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા.
- રોમનોને પત્ર ૧:૩૨આશરે ઈ.સ. ૬૦
¶ ‘આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે’, એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.
- રોમનોને પત્ર ૨:૧આશરે ઈ.સ. ૬૦
¶ તેથી, હે બીજાઓનો ન્યાય કરનાર મનુષ્ય, તું ગમે તે હોય, પણ બહાનું કાઢી શકશે નહિ, કેમ કે જે વિષે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે; કેમ કે ન્યાય કરનાર તું પોતે પણ એવાં જ કામ કરે છે.
- રોમનોને પત્ર ૨:૨આશરે ઈ.સ. ૬૦
પણ આપણે જાણીએ છીએ કે એવો વ્યવહાર કરનારાઓ પર ઈશ્વરનો ન્યાયચુકાદો સત્યને આધારે આવે છે.
- રોમનોને પત્ર ૨:૩આશરે ઈ.સ. ૬૦
¶ અને, હે મનુષ્ય, તું એવાં કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે જ તે પ્રમાણે કરે છે. શું તું ઈશ્વરના ન્યાયમાં બચશે ખરો?
- રોમનોને પત્ર ૨:૪આશરે ઈ.સ. ૬૦
અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે?
- રોમનોને પત્ર ૨:૫આશરે ઈ.સ. ૬૦
¶ તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.
- રોમનોને પત્ર ૨:૬આશરે ઈ.સ. ૬૦
તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે.
- રોમનોને પત્ર ૨:૭આશરે ઈ.સ. ૬૦
એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન.
- રોમનોને પત્ર ૨:૮આશરે ઈ.સ. ૬૦
¶ પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,
- રોમનોને પત્ર ૨:૯આશરે ઈ.સ. ૬૦
તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે, દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર.
- રોમનોને પત્ર ૨:૧૦આશરે ઈ.સ. ૬૦
¶ પણ સારું કરનાર દરેક પર, પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર;
- રોમનોને પત્ર ૨:૧૧આશરે ઈ.સ. ૬૦
ઈશ્વર પાસે પક્ષપાત નથી.
- રોમનોને પત્ર ૨:૧૨આશરે ઈ.સ. ૬૦
¶ કેમ કે જેટલાંએ નિયમશાસ્ત્ર વગર પાપ કર્યું, તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે; અને જેટલાંએ નિયમશાસ્ત્ર પામ્યા છતાં પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે.
- રોમનોને પત્ર ૨:૧૩આશરે ઈ.સ. ૬૦
¶ કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારાં ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી નથી પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે;
- રોમનોને પત્ર ૨:૧૪આશરે ઈ.સ. ૬૦
કેમ કે બિનયહૂદીઓ જેઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જયારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે કરે છે, ત્યારે તેઓને નિયમ ન છતાં તેઓ પોતાને માટે નિયમરૂપ છે.
- રોમનોને પત્ર ૨:૧૫આશરે ઈ.સ. ૬૦
¶ તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે;
- રોમનોને પત્ર ૨:૧૬આશરે ઈ.સ. ૬૦
ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.
- રોમનોને પત્ર ૨:૧૭આશરે ઈ.સ. ૬૦
¶ પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે,
- રોમનોને પત્ર ૨:૧૮આશરે ઈ.સ. ૬૦
તેમની ઇચ્છા જાણે છે, નિયમશાસ્ત્ર શીખેલો હોઈને જે જુદું છે તે પારખી લે છે