મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 કલમો · 21 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. જો પોતાના વિષે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,

  2. બુદ્ધિહીનોનો શિક્ષક, બાળકોને શીખવનાર છે અને તને નિયમશાસ્ત્રમાં જ્ઞાન અને સત્યનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે.

  3. ¶ ત્યારે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે?

  4. વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું ભક્તિસ્થાનોને લૂંટે છે?

  5. ¶ તું જે નિયમશાસ્ત્ર વિષે ગર્વ કરે છે તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે?

  6. કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે ‘તમારે લીધે બિનયહૂદીઓમાં ઈશ્વરનું નામ નિંદાપાત્ર થાય છે.’”

  7. ¶ જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય, તો સુન્નત લાભકારક છે ખરી; પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય, તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે.

  8. માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની બેસુન્નત સુન્નત તરીકે નહિ ગણાય?

  9. શરીરથી જે બેસુન્નતીઓ છે તેઓ નિયમ પાળીને તને એટલે કે જેની પાસે પવિત્રશાસ્ત્ર અને સુન્નત હોવા છતાં નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને, શું અપરાધી નહિ ઠરાવશે?

  10. ¶ કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી અને જે દેખીતી એટલે શરીરની સુન્નત તે સુન્નત નથી.

  11. પણ જે આંતરિક રીતે યહૂદી છે તે જ સાચો યહૂદી છે; અને જે સુન્નત હૃદયની, એટલે કેવળ શાસ્ત્રવચન પ્રમાણેની નહિ પણ આત્મિક, તે જ સાચી સુન્નત છે; અને તેની પ્રશંસા મનુષ્ય તરફથી નથી, પણ ઈશ્વર તરફથી છે.

  12. રોમનોને પત્ર ૩:૧આશરે ઈ.સ. ૬૦

    ¶ તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે?

  13. રોમનોને પત્ર ૩:૨આશરે ઈ.સ. ૬૦

    સર્વ પ્રકારે ઘણાં લાભ છે. પ્રથમ તો એકે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.

  14. રોમનોને પત્ર ૩:૩આશરે ઈ.સ. ૬૦

    ¶ અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?

  15. રોમનોને પત્ર ૩:૪આશરે ઈ.સ. ૬૦

    ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, ‘તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’”

  16. રોમનોને પત્ર ૩:૫આશરે ઈ.સ. ૬૦

    ¶ પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું.

  17. રોમનોને પત્ર ૩:૬આશરે ઈ.સ. ૬૦

    ના, એવું ન થાઓ; કેમ કે જો એમ હોય તો ઈશ્વર માનવજગતનો ન્યાય કેવી રીતે કરે?

  18. રોમનોને પત્ર ૩:૭આશરે ઈ.સ. ૬૦

    ¶ પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?

  19. રોમનોને પત્ર ૩:૮આશરે ઈ.સ. ૬૦

    અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિષે કહે છે કે, ‘તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ, એવું કેમ ન કરીએ?’ તેઓને કરાયેલી શિક્ષા ઉચિત છે.

  20. રોમનોને પત્ર ૩:૯આશરે ઈ.સ. ૬૦

    ¶ તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે.

  21. જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;

  22. સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;

  23. તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી

  24. તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!

  25. તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;