મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 કલમો · 21 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. રોમનોને પત્ર ૪:૯આશરે ઈ.સ. ૬૦

    ¶ ત્યારે તે આશીર્વાદ સુન્નતીને જ આપવામાં આવ્યો છે, કે બેસુન્નતીને પણ? આપણે એવું તો કહીએ છીએ કે ‘ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.’”

  2. ત્યારે તે શી રીતે ગણાયો? તે સુન્નતી હતો ત્યારે? કે બેસુન્નતી હતો ત્યારે? સુન્નતી હતો ત્યારે નહિ, પણ બેસુન્નતી હતો ત્યારે જ.

  3. ¶ અને તે બેસુન્નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું તેને મળ્યું હતું, તેની ઓળખ થવા માટે તે સુન્નતની નિશાની પામ્યો, જેથી સર્વ બેસુન્નતી વિશ્વાસીઓનો તે પૂર્વજ થાય કે તેઓને લેખે તે પણ વિશ્વાસનું ન્યાયીપણું ગણાય.

  4. અને સુન્નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્નતી છે એટલું જ નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્નતી હતો તે સમયના તેના વિશ્વાસનાં પગલામાં જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય.

  5. ¶ કેમ કે દુનિયાના વારસ થવાનું વચન ઇબ્રાહિમને કે તેના વંશજોને નિયમશાસ્ત્ર દ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાયીપણા દ્વારા મળ્યું હતું.

  6. કેમ કે જો નિયમશાસ્ત્રને માનનારા વારસ હોય, તો વિશ્વાસ નિરર્થક થાય છે અને વચન પણ વ્યર્થ થાય છે.

  7. કેમ કે નિયમશાસ્ત્ર તો કોપ ઉપજાવે છે, પણ જ્યાં નિયમ નથી ત્યાં અપરાધ પણ નથી.

  8. ¶ તે વચન કૃપાથી થાય, અને વચન બધા વંશજોને માટે અચૂક થાય એટલે માત્ર જેઓ નિયમશાસ્ત્ર પાળે છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમનાં વિશ્વાસના છે, તેઓને માટે પણ થાય;

  9. જે ઈશ્વર મૃત્યુ પામેલાઓને સજીવન કરનાર છે અને જે બાબતો નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે અને જેમનાં પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા બધાનો પૂર્વજ છે, જેમ લખ્યું છે કે, ‘મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ બનાવ્યો છે તેમ’.

  10. ¶ આશાના કોઈ સંજોગ ન હોવા છતાં તેણે આશાથી વિશ્વાસ રાખ્યો, કે જેથી જે વચન આપેલું હતું કે, ‘તારો વંશ એવો થશે’, તે મુજબ તે ઘણી દેશજાતિઓનો પૂર્વજ થાય.

  11. તે પોતે આશરે સો વર્ષનો હતો, તેનું શરીર હવે નજીવા જેવું થયું હતું અને સારાનું ગર્ભસ્થાન મૃતપાય હોવા છતાં તે વિશ્વાસમાંથી ડગ્યો નહિ.

  12. ¶ ઈશ્વરના વચનને લક્ષમાં રાખીને, તેણે સંદેહ કે અવિશ્વાસ ન કર્યો; પણ ઈશ્વરને મહિમા આપીને,

  13. તથા જે વચન તેમણે આપ્યું હતું તે પૂરું કરવાને પણ તેઓ સમર્થ છે, તેવો સંપૂર્ણ ભરોસો રાખીને તે વિશ્વાસમાં મક્કમ રહ્યો.

  14. તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો.

  15. ¶ હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, તે કેવળ તેને જ માટે લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે,

  16. એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મૃત્યુ પામેલાઓમાંથી ઉઠાડનાર પર વિશ્વાસ કરીએ છીએ, તેઓને લેખે પણ ગણાશે.

  17. તે આપણા અપરાધોને લીધે પરાધીન કરાય, ને આપણા ન્યાયીકરણને માટે પાછા ઉઠાડવામાં આવ્યા.

  18. રોમનોને પત્ર ૫:૧આશરે ઈ.સ. ૬૦

    ¶ આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલાં છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ;

  19. રોમનોને પત્ર ૫:૨આશરે ઈ.સ. ૬૦

    આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તેમાં ઈસુને આશ્રયે વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ; વળી આપણે ઈશ્વરમાં મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.

  20. રોમનોને પત્ર ૫:૩આશરે ઈ.સ. ૬૦

    ¶ માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ,

  21. રોમનોને પત્ર ૫:૪આશરે ઈ.સ. ૬૦

    ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે;

  22. રોમનોને પત્ર ૫:૫આશરે ઈ.સ. ૬૦

    આશા શરમાવતી નથી; કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવેલો છે.

  23. રોમનોને પત્ર ૫:૬આશરે ઈ.સ. ૬૦

    ¶ કેમ કે જયારે આપણે હજી નિર્બળ હતા ત્યારે યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા.

  24. રોમનોને પત્ર ૫:૭આશરે ઈ.સ. ૬૦

    ન્યાયી મનુષ્યને માટે કયારેક જ કોઈ પોતાનો જીવ આપે, સારા મનુષ્યને માટે મરવાને કદાચ કોઈ એક હિંમત પણ કરે.

  25. રોમનોને પત્ર ૫:૮આશરે ઈ.સ. ૬૦

    ¶ પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો.