મુખ્ય સામગ્રી પર જાઓ

God વિશે બાઇબલની કલમો

662 કલમો · 46 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ; દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ.

  2. તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.

  3. પછી હું પણ તને માન્ય કરીશ કે, તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.

  4. બહેમોથની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.

  5. હવે જો, તેનું બળ તેની કમરમાં છે; તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે.

  6. એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે; એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે.

  7. તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે; તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.

  8. પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે. માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે.

  9. જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે; ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.

  10. તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે.

  11. કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે.

  12. જો નદીમાં પૂર આવે, તોપણ તે ધ્રૂજતો નથી; તેનામાં આત્મવિશ્વાસ છે, જો યર્દનમાં પૂર ચઢીને તેના મુખ સુધી પાણી આવે તો પણ તે ગભરાતો નથી.

  13. શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે, અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે?

  14. ¶ શું તું સમુદ્રના મહાકાય મગરમચ્છને તેને પકડવાના આંકડાથી પકડી શકે છે? અથવા શું તું તેની જીભને દોરીથી બાંધી શકે છે?

  15. શું તું તેના નાકને વીંધી શકે છે, અથવા તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?

  16. શું તે તારી સમક્ષ આજીજી કરશે? શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?

  17. શું તે તારી સાથે એવો કરાર કરશે કે, તું તેને આજીવન તારો ગુલામ બનાવવા સંમત થશે?

  18. તું જેમ પક્ષીની સાથે તેમ તેની સાથે રમી શકશે? શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી કુમારિકાઓ તેની સાથે રમી શકે?

  19. શું માછીઓ તેનો પાર કરશે? શું તેઓ તેને વેપારીઓની વચ્ચે વહેંચી નાખશે?

  20. શું તીક્ષ્ણ બાણથી તેની ચામડીને છેદી શકાય અથવા શું અણીદાર માછલીના કાંટાથી તેના માથામાં ભોંકી શકાય?

  21. તારો હાથ તેના પર મૂકી જો, ત્યારે જે યુદ્ધ થાય તેને યાદ કરીને તું ફરી એવું કરીશ નહિ.

  22. જો, જે કોઈ તેની આશા રાખે છે તેને નિષ્ફળતા મળશે. શું એમાંથી કોઈને તેની જ નજીક ફેંકી દેવામાં નહિ આવે?

  23. તેને છંછેડીને ગુસ્સે કરે એવો હિંમતવાળો કોઈ નથી. તો પછી કોણ, તેની સામે ઊભો રહી શકે?

  24. તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે? આખા આકાશ તળે એવો કોઈ નથી.

  25. તેના અવયવો, તેનું બળ, અથવા તેના શરીરના આકર્ષક આકાર વિષે હું ચૂપ રહીશ નહિ.