Skip to content

Creation Era

Creation & The Fall

God creates the heavens and earth, forming humanity in his image before sin enters the world.

138 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૧:૧આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.

  2. ઊત્પત્તિ ૧:૨આશરે ઈ.પૂ. ૪૦૦૪

    પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.

  3. ઊત્પત્તિ ૧:૩આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળું થાઓ” અને અજવાળું થયું.

  4. ઊત્પત્તિ ૧:૪આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં.

  5. ઊત્પત્તિ ૧:૫આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ઈશ્વરે અજવાળાંને “દિવસ” અને અંધારાને “રાત” કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ.

  6. ઊત્પત્તિ ૧:૬આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.”

  7. ઊત્પત્તિ ૧:૭આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું.

  8. ઊત્પત્તિ ૧:૮આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ઈશ્વરે અંતરિક્ષને “આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.

  9. ઊત્પત્તિ ૧:૯આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એ પ્રમાણે થયું.

  10. ઊત્પત્તિ ૧:૧૦આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ઈશ્વરે કોરી જગ્યાને “ભૂમિ” કહી અને એકત્ર થયેલા પાણીને “સમુદ્રો” કહ્યા. તેમણે જોયું કે તે સારું છે.

  11. ઊત્પત્તિ ૧:૧૧આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયું.

  12. ઊત્પત્તિ ૧:૧૨આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.

  13. ઊત્પત્તિ ૧:૧૩આશરે ઈ.પૂ. ૪૦૦૪

    સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.

  14. ઊત્પત્તિ ૧:૧૪આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.

  15. ઊત્પત્તિ ૧:૧૫આશરે ઈ.પૂ. ૪૦૦૪

    પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયું.

  16. ઊત્પત્તિ ૧:૧૬આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા.

  17. ઊત્પત્તિ ૧:૧૭આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને,

  18. ઊત્પત્તિ ૧:૧૮આશરે ઈ.પૂ. ૪૦૦૪

    દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અને અંધારામાંથી અજવાળાંને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.

  19. ઊત્પત્તિ ૧:૧૯આશરે ઈ.પૂ. ૪૦૦૪

    સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.

  20. ઊત્પત્તિ ૧:૨૦આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ ઈશ્વરે કહ્યું, “પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો.”

  21. ઊત્પત્તિ ૧:૨૧આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.

  22. ઊત્પત્તિ ૧:૨૨આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, “સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો.”

  23. ઊત્પત્તિ ૧:૨૩આશરે ઈ.પૂ. ૪૦૦૪

    સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ.

  24. ઊત્પત્તિ ૧:૨૪આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ ઈશ્વરે કહ્યું કે, “પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો.” એ પ્રમાણે થયું.

  25. ઊત્પત્તિ ૧:૨૫આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, ગ્રામ્યપશુઓ, અને પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે.