મુખ્ય સામગ્રી પર જાઓ

Creation Era

Creation & The Fall

God creates the heavens and earth, forming humanity in his image before sin enters the world.

138 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૨:૨૦આશરે ઈ.પૂ. ૪૦૦૪

    તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશના પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી.

  2. ઊત્પત્તિ ૨:૨૧આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ યહોવાહ ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું.

  3. ઊત્પત્તિ ૨:૨૨આશરે ઈ.પૂ. ૪૦૦૪

    યહોવાહ ઈશ્વરે માણસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તે માણસ પાસે લાવ્યા.

  4. ઊત્પત્તિ ૨:૨૩આશરે ઈ.પૂ. ૪૦૦૪

    તે માણસ બોલી ઊઠ્યો કે, “આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે ‘નારી’ કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે.”

  5. ઊત્પત્તિ ૨:૨૪આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે.

  6. ઊત્પત્તિ ૨:૨૫આશરે ઈ.પૂ. ૪૦૦૪

    તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.

  7. ઊત્પત્તિ ૩:૧આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, ‘વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’

  8. ઊત્પત્તિ ૩:૨આશરે ઈ.પૂ. ૪૦૦૪

    સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીના વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ,

  9. ઊત્પત્તિ ૩:૩આશરે ઈ.પૂ. ૪૦૦૪

    પણ ઈશ્વરે કહેલું છે કે, જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ ‘તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.””

  10. ઊત્પત્તિ ૩:૪આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ સાપે સ્ત્રીને કહ્યું કે, “તમે મૃત્યુ નહિ પામો.

  11. ઊત્પત્તિ ૩:૫આશરે ઈ.પૂ. ૪૦૦૪

    કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વરો સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો.”

  12. ઊત્પત્તિ ૩:૬આશરે ઈ.પૂ. ૪૦૦૪

    તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.

  13. ઊત્પત્તિ ૩:૭આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ ત્યારે તેઓ બન્નેની આંખો ઉઘડી ગઈ અને તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ. તેથી તેઓએ અંજીરનાં પાંદડાં જોડીને પોતાને માટે આવરણ બનાવ્યાં.

  14. ઊત્પત્તિ ૩:૮આશરે ઈ.પૂ. ૪૦૦૪

    દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.

  15. ઊત્પત્તિ ૩:૯આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ યહોવાહ ઈશ્વરે આદમને હાંક મારી કે, “તું ક્યાં છે?”

  16. ઊત્પત્તિ ૩:૧૦આશરે ઈ.પૂ. ૪૦૦૪

    આદમે કહ્યું કે, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો.”

  17. ઊત્પત્તિ ૩:૧૧આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?”

  18. ઊત્પત્તિ ૩:૧૨આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ તે માણસે કહ્યું કે, “મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું.”

  19. ઊત્પત્તિ ૩:૧૩આશરે ઈ.પૂ. ૪૦૦૪

    યહોવાહ ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું?” સ્ત્રીએ કહ્યું કે, “સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું.”

  20. ઊત્પત્તિ ૩:૧૪આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ યહોવાહ ઈશ્વરે સાપને કહ્યું કે, “તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે.

  21. ઊત્પત્તિ ૩:૧૫આશરે ઈ.પૂ. ૪૦૦૪

    તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે.”

  22. ઊત્પત્તિ ૩:૧૬આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ વળી યહોવાહ ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”

  23. ઊત્પત્તિ ૩:૧૭આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, ‘તારે તે ન ખાવું’ તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે.

  24. ઊત્પત્તિ ૩:૧૮આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ભૂમિ તારે માટે કાંટા તથા ઝાંખરાં ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે.

  25. ઊત્પત્તિ ૩:૧૯આશરે ઈ.પૂ. ૪૦૦૪

    તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.”