- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Creation Era
Creation & The Fall
God creates the heavens and earth, forming humanity in his image before sin enters the world.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૪:૨૧આશરે ઈ.પૂ. ૪૦૦૩
તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તાર તથા પવનથી વાગતાં વાંજિત્રો વગાડનારાઓનો આદિપિતા હતો.
- ઊત્પત્તિ ૪:૨૨આશરે ઈ.પૂ. ૪૦૦૩
સિલ્લાહએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. જે સર્વ તાંબાના તથા લોખંડનાં હથિયાર બનાવનાર હતો. તૂબાલ-કાઈનની બહેન નાઅમાહ હતી.
- ઊત્પત્તિ ૪:૨૩આશરે ઈ.પૂ. ૪૦૦૩
¶ લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે, “આદા તથા સિલ્લાહ, હું જે કહું તે સાંભળો, હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો. મને ઘાયલ કરનાર એક માણસને, મેં મારી નાખ્યો છે, મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.
- ઊત્પત્તિ ૪:૨૪આશરે ઈ.પૂ. ૪૦૦૩
જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે.”
- ઊત્પત્તિ ૪:૨૫આશરે ઈ.પૂ. ૪૦૦૩
¶ પછી આદમથી સગર્ભા થયેલી તેની પત્ની હવાએ બીજા એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ શેથ રાખવામાં આવ્યું. ત્યારે હવાના ઉદ્દગાર આ હતા: “કાઈને હાબેલને મારી નાખ્યો હતો. એ હાબેલના બદલામાં ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”
- ઊત્પત્તિ ૪:૨૬આશરે ઈ.પૂ. ૩૭૬૯
શેથની પત્નીએ પણ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ અનોશ રાખ્યું. અનોશના જન્મ પછી લોકોમાં ઈશ્વરની ઉપાસના કરવાની શરૂઆત થઈ.
¶ આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું.
પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.
- ઊત્પત્તિ ૫:૩આશરે ઈ.પૂ. ૩૮૭૪
¶ જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું.
- ઊત્પત્તિ ૫:૪આશરે ઈ.પૂ. ૩૮૭૪
શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
- ઊત્પત્તિ ૫:૫આશરે ઈ.પૂ. ૩૦૭૪
આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
- ઊત્પત્તિ ૫:૬આશરે ઈ.પૂ. ૩૭૬૯
¶ જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
- ઊત્પત્તિ ૫:૭આશરે ઈ.પૂ. ૩૭૬૯
અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
- ઊત્પત્તિ ૫:૮આશરે ઈ.પૂ. ૨૯૬૨
શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
- ઊત્પત્તિ ૫:૯આશરે ઈ.પૂ. ૩૬૭૯
¶ જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
- ઊત્પત્તિ ૫:૧૦આશરે ઈ.પૂ. ૩૬૭૯
કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
- ઊત્પત્તિ ૫:૧૧આશરે ઈ.પૂ. ૨૮૬૪
અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
- ઊત્પત્તિ ૫:૧૨આશરે ઈ.પૂ. ૩૬૦૯
¶ જયારે તેના પુત્ર માહલાલેલનો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
- ઊત્પત્તિ ૫:૧૩આશરે ઈ.પૂ. ૩૬૦૯
માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
- ઊત્પત્તિ ૫:૧૪આશરે ઈ.પૂ. ૨૭૬૯
કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
- ઊત્પત્તિ ૫:૧૫આશરે ઈ.પૂ. ૩૫૪૪
¶ જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાલેલ પાંસઠ વર્ષનો હતો.
- ઊત્પત્તિ ૫:૧૬આશરે ઈ.પૂ. ૩૫૪૪
યારેદનો જન્મ થયા પછી માહલાલેલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
- ઊત્પત્તિ ૫:૧૭આશરે ઈ.પૂ. ૨૭૧૪
માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.
- ઊત્પત્તિ ૫:૧૮આશરે ઈ.પૂ. ૩૩૮૨
¶ જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.
- ઊત્પત્તિ ૫:૧૯આશરે ઈ.પૂ. ૩૩૮૨
હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.