મુખ્ય સામગ્રી પર જાઓ

Creation Era

Creation & The Fall

God creates the heavens and earth, forming humanity in his image before sin enters the world.

138 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૩:૨૦આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ તે માણસે તેની પત્નીનું નામ હવા પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી.

  2. ઊત્પત્તિ ૩:૨૧આશરે ઈ.પૂ. ૪૦૦૪

    યહોવાહ ઈશ્વરે આદમ તથા તેની પત્ની માટે પશુઓનાં ચર્મનાં વસ્ત્ર બનાવ્યાં અને તેઓને પહેરાવ્યાં.

  3. ઊત્પત્તિ ૩:૨૨આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ¶ પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ખાય અને અમર થઈ જાય.”

  4. ઊત્પત્તિ ૩:૨૩આશરે ઈ.પૂ. ૪૦૦૪

    તે માટે જે જમીનમાંથી તેનું સર્જન કરાયું હતું, તે ખેડવાને, પ્રભુ ઈશ્વરે તેને એદન વાડીમાંથી બહાર કાઢી મૂક્યો.

  5. ઊત્પત્તિ ૩:૨૪આશરે ઈ.પૂ. ૪૦૦૪

    ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ષની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તલવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.

  6. ઊત્પત્તિ ૪:૧આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ¶ આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને તેણે પુત્ર કાઈનને જન્મ આપ્યો. તેણે કહ્યું, “ઈશ્વરની કૃપાથી મને દીકરો જન્મ્યો છે.”

  7. ઊત્પત્તિ ૪:૨આશરે ઈ.પૂ. ૪૦૦૩

    પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો.

  8. ઊત્પત્તિ ૪:૩આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ¶ આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો.

  9. ઊત્પત્તિ ૪:૪આશરે ઈ.પૂ. ૪૦૦૩

    હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં,

  10. ઊત્પત્તિ ૪:૫આશરે ઈ.પૂ. ૪૦૦૩

    પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું.

  11. ઊત્પત્તિ ૪:૬આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ¶ યહોવાહે કાઈનને કહ્યું કે, “તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે?

  12. ઊત્પત્તિ ૪:૭આશરે ઈ.પૂ. ૪૦૦૩

    જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષણ કરશે, પણ તું તેના પર જીત મેળવી શકીશ.”

  13. ઊત્પત્તિ ૪:૮આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ¶ કાઈને પોતાના ભાઈ હાબેલ સાથે વાત કર્યો જયારે તેઓ ખેતરમાં હતા, ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો.

  14. ઊત્પત્તિ ૪:૯આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ¶ પછી ઈશ્વરે કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે? “તેણે કહ્યું, “હું જાણતો નથી? શું હું મારા ભાઈનો રખેવાળ છું?”

  15. ઊત્પત્તિ ૪:૧૦આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ¶ ઈશ્વરે કહ્યું, “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું લોહી ભૂમિમાંથી બદલો લેવા માટે મને હાંક મારે છે.

  16. ઊત્પત્તિ ૪:૧૧આશરે ઈ.પૂ. ૪૦૦૩

    હવે તારા ભાઈનું લોહી તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મુખ ઉઘાડ્યું છે, તેથી તું શાપિત થયો છે.

  17. ઊત્પત્તિ ૪:૧૨આશરે ઈ.પૂ. ૪૦૦૩

    તું ગમે તેટલી મહેનતથી ભૂમિને ખેડશે, પણ તે પોતાનાં બળ તને આપશે નહિ. તું પૃથ્વી પર નિરાશ્રિતની માફક અહીંતહીં ભટકતો રહેશે.”

  18. ઊત્પત્તિ ૪:૧૩આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ¶ કાઈને ઈશ્વરને કહ્યું કે, “હું સહન કરું તે કરતાં તમે મને વધારે સજા કરી છે.

  19. ઊત્પત્તિ ૪:૧૪આશરે ઈ.પૂ. ૪૦૦૩

    તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.”

  20. ઊત્પત્તિ ૪:૧૫આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ઈશ્વરે તેને કહ્યું કે, “જે કોઈ તને મારી નાખશે, તેને સાત ગણી સજા થશે.” પછી ઈશ્વરે કાઈનને ઓળખવા સારુ તેના શરીર પર ચિહ્ન મૂક્યું કે જે કોઈ તેને જુએ, તે તેને મારી નાખે નહિ.

  21. ઊત્પત્તિ ૪:૧૬આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ¶ કાઈન ઈશ્વરની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. અને જઈને એદનની પૂર્વના નોદ દેશમાં રહ્યો.

  22. ઊત્પત્તિ ૪:૧૭આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ¶ કાઈને તેની પત્ની સાથે વૈવાહિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ. તેણે હનોખને જન્મ આપ્યો. કાઈને એક નગર બાંધ્યું અને તેનું નામ પોતાના દીકરાના નામ પરથી હનોખ નગર રાખ્યું.

  23. ઊત્પત્તિ ૪:૧૮આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ¶ હનોખથી ઇરાદ જન્મ્યો. ઇરાદ મહૂયાએલનો પિતા હતો. મહૂયાએલ મથૂશાએલનો પિતા હતો. મથૂશાએલ લામેખનો પિતા હતો.

  24. ઊત્પત્તિ ૪:૧૯આશરે ઈ.પૂ. ૪૦૦૩

    લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં: એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લાહ હતું.

  25. ઊત્પત્તિ ૪:૨૦આશરે ઈ.પૂ. ૪૦૦૩

    ¶ આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ગોવાળિયાનો આદિપિતા હતો.