- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
¶ દાઉદને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે યોઆબને તેના સર્વ સૈન્ય સાથે તેઓનો સામનો કરવા મોકલ્યા.
આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ યુદ્ધ કરવાને ગોઠવાઈ ગયા અને તેઓની મદદે આવેલા રાજાઓ એક બાજુ ખુલ્લાં મેદાનમાં ચાલ્યા ગયા.
¶ જ્યારે યોઆબે જોયું કે, પોતાની સામે આગળ પાછળ બંન્ને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇઝરાયલના પસંદ કરેલા લડવૈયાઓને અરામીઓની સામે ગોઠવી દીધાં.
બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી હેઠળ મૂક્યું. અને તેઓએ આમ્મોનીઓની સામે યુદ્ધ કરવાની વ્યૂહરચના કરી.
¶ યોઆબે તેના ભાઈને કહ્યું, “જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ.
હિંમતવાન થા અને બળવાન થા, આપણે ઈશ્વરનાં નગરોને માટે બહાદુરી બતાવીએ, કેમ કે યહોવાહ, પોતાના ઇરાદાની પૂર્ણતા માટે સારું કરશે.”
¶ જ્યારે યોઆબ અને તેના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવા નજીક આવ્યા ત્યારે અરામીઓ તેઓની સામેથી પલાયન થઈ ગયા.
અને આમ્મોનીઓએ જોયું કે અરામીઓ નાસી ગયા છે ત્યારે તેઓ પણ યોઆબના ભાઈ અબિશાયથી નાસીને નગરમાં પાછા ફર્યા. પછી યોઆબ પણ આમ્મોની લોકો પાસેથી પાછો યરુશાલેમ આવી પહોંચ્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૯:૧૬આશરે ઈ.પૂ. ૧૦૩૬
¶ અરામીઓ સમજી ગયા કે પોતે ઇઝરાયલીઓથી પરાજિત થયા છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદાદેઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા.
- 1 કાળવ્રત્તાંત ૧૯:૧૭આશરે ઈ.પૂ. ૧૦૩૬
આ સમાચાર મળતાં જ દાઉદે ઇઝરાયલનું આખું સૈન્ય ભેગું કર્યું અને યર્દન નદીને પાર કરી તેઓની સામે યુદ્ધની વ્યુહરચના કરી. ઇઝરાયલીઓએ અરામીઓને યુદ્ધમાં હરાવી દીધા.
- 1 કાળવ્રત્તાંત ૧૯:૧૮આશરે ઈ.પૂ. ૧૦૩૬
¶ અરામીઓ ફરીથી ઇઝરાયલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના સાત હજાર ઘોડેસવારોને અને ચાલીસ હજાર બીજા લડવૈયાઓનો સંહાર કર્યો. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૯:૧૯આશરે ઈ.પૂ. ૧૦૩૬
જ્યારે હદાદેઝેરના સેવકોએ જોયું કે તેઓ ઇઝરાયલીઓની સામે હારી ગયા છે, ત્યારે તેઓએ દાઉદ સાથે સુલેહ કરી અને તેની સેવા કરી. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરતાં બીવા લાગ્યા. તેથી અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી ન હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૦:૧આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ સામાન્ય રીતે વસંતઋતુ બેસતાં રાજાઓ યુદ્ધ કરવા જાય છે. તે વખતે યોઆબે સૈન્યની આગેવાની કરી અને આમ્મોનના પ્રદેશનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. પછી તેણે રાબ્બા આવીને તેને પણ પોતાને તાબે કર્યું. પણ દાઉદ યરુશાલેમમાં જ રહ્યો. યોઆબે રાબ્બા પર હુમલો કર્યો અને તેને જીતી લીધું.
- 1 કાળવ્રત્તાંત ૨૦:૨આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ દાઉદે રાબ્બાના રાજા મિલ્કોમના મસ્તક પરથી મુગટ લઈ લીધો અને તેને તેના પોતાના મસ્તક પર મૂક્યો. આ મુગટ સોનાનો બનેલો હતો. અને તેમા રત્નો જડેલાં હતા. તેનું વજન એક તાલંત હતું. દાઉદે નગરમાંથી લૂંટનો પુષ્કળ માલ ભેગો કર્યો હતો.
- 1 કાળવ્રત્તાંત ૨૦:૩આશરે ઈ.પૂ. ૧૦૩૫
તેણે નગરના લોકોને બહાર લાવીને તેઓની પાસે કરવતો, તીકમો અને કુહાડીઓથી કામ કરાવ્યું. દાઉદ આમ્મોનીઓના રાજા અને લોકો સાથે આ રીતે વર્તતો હતો. પછી દાઉદ અને તેનું આખું સૈન્ય યરુશાલેમમાં પાછું આવ્યું.
- 1 કાળવ્રત્તાંત ૨૦:૪આશરે ઈ.પૂ. ૧૦૧૮
¶ ત્યાર બાદ પલિસ્તીઓની સાથે ગેઝેરમાં યુદ્ધ થયું. એ વખતે હુશાના સિબ્બખાયે, રફાઈમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓની હાર થઈ.
- 1 કાળવ્રત્તાંત ૨૦:૫આશરે ઈ.પૂ. ૧૦૧૮
પલિસ્તીઓ સાથે ફરી યુદ્ધ થયું. અને યાઈરના પુત્ર એલ્હાનાને, લાહમીને મારી નાખ્યો. તે ગાથના ગિત્તી ગોલ્યાથનો ભાઈ હતો અને તેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.
- 1 કાળવ્રત્તાંત ૨૦:૬આશરે ઈ.પૂ. ૧૦૧૮
¶ ગાથમાં ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર માણસ હતો જેના હાથે છ આંગળીઓ અને પગે પણ છ આંગળી હતી. તે રફાઈમનો વંશજ હતો.
- 1 કાળવ્રત્તાંત ૨૦:૭આશરે ઈ.પૂ. ૧૦૧૮
જ્યારે તેણે ઇઝરાયલના સૈન્યનો ધિક્કાર કર્યો, ત્યારે દાઉદના ભાઈ શિમઆના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.
- 1 કાળવ્રત્તાંત ૨૦:૮આશરે ઈ.પૂ. ૧૦૧૮
આ બધા ગાથના રફાઈમના વંશજો હતા. તેઓ દાઉદના અને તેના સૈનિકોના હાથે માર્યા ગયા.
- 1 કાળવ્રત્તાંત ૨૧:૧આશરે ઈ.પૂ. ૧૦૧૭
¶ ઇઝરાયલની વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે શેતાને દાઉદને ઇઝરાયલની વસ્તી ગણતરી કરવાને લલચાવ્યો.
- 1 કાળવ્રત્તાંત ૨૧:૨આશરે ઈ.પૂ. ૧૦૧૭
દાઉદે યોઆબ અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, “જાઓ, બેરશેબાથી તે દાન સુધી ઇઝરાયલ પ્રજાની વસ્તી ગણતરી કરો. અને પાછા આવીને મને અહેવાલ આપો કે, હું તેઓની સંખ્યા જાણું.”
- 1 કાળવ્રત્તાંત ૨૧:૩આશરે ઈ.પૂ. ૧૦૧૭
યોઆબે કહ્યું, ઈશ્વર તેમના લોકને જેટલા છે તેના કરતા સોગણાં વધારો. પણ મારા માલિક રાજા, શું તેઓ સર્વ મારા માલિકની સેવા નથી કરતા? મારા માલિક કેમ આવું ઇચ્છે છે? શા માટે ઇઝરાયલ પર દોષ લાવવો?”
- 1 કાળવ્રત્તાંત ૨૧:૪આશરે ઈ.પૂ. ૧૦૧૭
¶ પણ રાજાનું ફરમાન યોઆબને માનવું પડ્યું. તેથી યોઆબ ત્યાંથી નીકળીને આખા ઇઝરાયલ દેશમાં ફરીને તે યરુશાલેમમાં પાછો આવ્યો.
- 1 કાળવ્રત્તાંત ૨૧:૫આશરે ઈ.પૂ. ૧૦૧૭
પછી યોઆબે લડવૈયા માણસોની ગણતરીનો કુલ આંકડો દાઉદને જણાવ્યો. ઇઝરાયલમાં અગિયાર લાખ તલવાર ચલાવી શકે તેવા પુરુષો હતા. એકલા યહૂદિયામાં ચાર લાખ સિત્તેર હજાર સૈનિકો હતા.