- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 1 કાળવ્રત્તાંત ૨૨:૧આશરે ઈ.પૂ. ૧૦૧૭
¶ પછી દાઉદે કહ્યું, “અહીંયાં, ઈશ્વર યહોવાહનું ભક્તિસ્થાન, ઇઝરાયલ માટેની દહનીયાર્પણની વેદી સાથે થશે.”
- 1 કાળવ્રત્તાંત ૨૨:૨આશરે ઈ.પૂ. ૧૦૧૭
¶ દાઉદે ઇઝરાયલમાં રહેતા સર્વ વિદેશીઓને ભેગા કરવાની આજ્ઞા આપી. તેણે તેઓને, ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવા માટે પથ્થર કાપનારાઓ તરીકે નીમી, પથ્થરો કાપવાના કામે લગાડી દીધા.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૩આશરે ઈ.પૂ. ૧૦૧૭
¶ દાઉદે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોખંડ પૂરું પાડ્યું. તેણે વિપુલ પ્રમાણમાં પિત્તળ પણ પૂરું પાડ્યું,
- 1 કાળવ્રત્તાંત ૨૨:૪આશરે ઈ.પૂ. ૧૦૧૭
અને ઢગલાબંધ દેવદારવૃક્ષ પણ એકઠાં કર્યા. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે એરેજવૃક્ષોનાં અસંખ્ય લાકડાં લાવ્યા હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૫આશરે ઈ.પૂ. ૧૦૧૭
દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન તથા બિનઅનુભવી છે અને યહોવાહ માટે જે ભક્તિસ્થાન બાંધવાનું છે તે ખૂબ ભવ્ય હોવું જોઈએ, જેથી બીજા સર્વ પ્રદેશોમાં તે વિખ્યાત અને શોભાયમાન થાય. તેથી હું તેની તૈયારી કરીશ.” તેથી દાઉદે, પોતાના મૃત્યુ અગાઉ પુષ્કળ તૈયારી કરી.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૬આશરે ઈ.પૂ. ૧૦૧૭
¶ પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવ્યો અને ઇઝરાયલના ઈશ્વર યહોવાહના ભક્તિસ્થાન બાંધવા માટે તેને આજ્ઞા આપી.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૭આશરે ઈ.પૂ. ૧૦૧૭
દાઉદે સુલેમાનને કહ્યું “મારા પુત્ર, મારા ઈશ્વર યહોવાહના નામને માટે, ભક્તિસ્થાન બાંધવાનો મારો ઇરાદો હતો.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૮આશરે ઈ.પૂ. ૧૦૧૭
પણ યહોવાહે મારી પાસે આવીને કહ્યું કે, ‘તેં ઘણું લોહી વહેવડાવ્યું છે અને તું ઘણાં યુદ્ધો લડ્યો છે. તું મારા નામને માટે ભક્તિસ્થાન બાંધશે નહિ કારણ કે તેં, પૃથ્વી પર, મારી નજર સમક્ષ, ઘણું લોહી વહેવડાવ્યું છે.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૯આશરે ઈ.પૂ. ૧૦૧૭
¶ જો કે, તને એક પુત્ર થશે જે શાંતિશીલ માણસ હશે. હું તેને ચારેતરફના શત્રુઓથી રાહત આપીશ. તેનું નામ સુલેમાન અપાશે અને તેના રાજ્યકાળ દરમિયાન ઇઝરાયલમાં સુલેહ તથા શાંતિ જળવાશે.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૭
તે મારા નામને સારુ ભક્તિસ્થાન બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઈશ. હું ઇઝરાયલ પર તેનું રાજ્ય સર્વકાળ માટે સ્થાપિત કરીશ.’”
- 1 કાળવ્રત્તાંત ૨૨:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૭
“હવે, મારા પુત્ર સુલેમાન, યહોવાહ તારી સાથે હો અને સફળ થવા માટે તને સહાય કરો. અને તેમના કહ્યા પ્રમાણે તું ભક્તિસ્થાન બાંધ.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૭
યહોવાહે, તને ઇઝરાયલીઓ પર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને ડહાપણ અને વિવેકબુદ્ધિ આપે, જેથી તું તારા ઈશ્વર યહોવાહનો નિયમ પાળે.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૭
યહોવાહે, ઇઝરાયલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો આપ્યાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે ત્યારે તું સફળ થશે. બળવાન તથા હિંમતવાન થા. બીશ નહિ કે ગભરાઈશ નહિ.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૭
¶ હવે, જો, મેં યહોવાહના ભક્તિસ્થાન માટે પુષ્કળ મહેનત કરીને એક લાખ તાલંત સોનું, દસ લાખ તાલંત ચાંદી, પિત્તળ અને લોખંડ પુષ્કળ પ્રમાણમાં એકત્ર કર્યા છે. લાકડાં અને પથ્થર એ બધું તને આપું છું. તેમા તું વધારો કરી શકે છે.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૭
તારી પાસે ઘણાં પથ્થર કાપનારાઓ, કડિયાઓ, સુથારો અને દરેક કામમાં નિપુણ પુષ્કળ કારીગરો છે,
- 1 કાળવ્રત્તાંત ૨૨:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૭
તેઓ સોના, ચાંદી, કાંસા અને લોખંડના ઉપયોગવાળા કામ પણ કરી શકે છે. માટે હવે બાંધકામ શરૂ કરી દે અને યહોવાહ તારી સાથે હો.”
- 1 કાળવ્રત્તાંત ૨૨:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૭
¶ પછી દાઉદે, પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા, ઇઝરાયલના સર્વ આગેવાનોને કરીને કહ્યું કે,
- 1 કાળવ્રત્તાંત ૨૨:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૭
“યહોવાહ, તમારા ઈશ્વર તમારી સાથે છે અને તેમણે ચારેતરફ તમને શાંતિ આપી છે. પ્રદેશના રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે. યહોવાહ તથા તેમના લોકોની સામે, પ્રદેશ પરાજિત થયો છે.
- 1 કાળવ્રત્તાંત ૨૨:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૭
હવે પૂરા હૃદયથી યહોવાહ તમારા ઈશ્વરની ભક્તિમાં મન લગાડો. તૈયાર થઈ જાઓ અને યહોવાહ ઈશ્વર માટે પવિત્રસ્થાન બાંધો. પછી તમે યહોવાહના કરારકોશને અને ઈશ્વરનાં પવિત્ર પાત્રોને યહોવાહના નામે જે ભક્તિસ્થાન બાંધવામાં આવે છે તેમાં લાવો.”
- 1 કાળવ્રત્તાંત ૨૩:૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ જયારે દાઉદ ઘણો વૃદ્ધ થયો. ત્યારે તેણે રાજપદેથી નિવૃત્તિ લીધી. અને તેણે તેના પુત્ર સુલેમાનને ઇઝરાયલ પર રાજા તરીકે નીમ્યો.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૨આશરે ઈ.પૂ. ૧૦૧૫
દાઉદે ઇઝરાયલના સર્વ આગેવાનોને, યાજકોને અને લેવીઓને એકઠા કર્યા.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૩આશરે ઈ.પૂ. ૧૦૧૫
ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૪આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૫આશરે ઈ.પૂ. ૧૦૧૫
ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૬આશરે ઈ.પૂ. ૧૦૧૫
દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.