મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 1 કાળવ્રત્તાંત ૨૧:૬આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ પણ લેવી અને બિન્યામીનના વંશજોનો સમાવેશ ગણતરીમાં કર્યો નહોતો કેમ કે યોઆબને રાજાની આજ્ઞા ઘૃણાસ્પદ લાગી હતી.

  2. 1 કાળવ્રત્તાંત ૨૧:૭આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ઈશ્વર આ કામથી નારાજ થયા, તેથી તેમણે ઇઝરાયલને શિક્ષા કરી.

  3. 1 કાળવ્રત્તાંત ૨૧:૮આશરે ઈ.પૂ. ૧૦૧૭

    દાઉદે ઈશ્વરને કહ્યું, “આ કામ કરી મેં મહા પાપ કર્યું છે. હવે તમારા સેવકનો અપરાધ દૂર કરો, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે.”

  4. 1 કાળવ્રત્તાંત ૨૧:૯આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ યહોવાહે, દાઉદના પ્રબોધક ગાદને કહ્યું,

  5. 1 કાળવ્રત્તાંત ૨૧:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૭

    “જા દાઉદને કહે કે: ‘યહોવાહ એમ કહે છે કે: “હું તને ત્રણ વિકલ્પો આપું છું. તેમાંથી ગમે તે એક પસંદ કર.”

  6. 1 કાળવ્રત્તાંત ૨૧:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ તેથી ગાદ દાઉદ પાસે ગયો અને તેને કહ્યું, “યહોવાહ આ મુજબ કહે છે: ‘આ ત્રણમાંથી ગમે તે એક પસંદ કર.

  7. 1 કાળવ્રત્તાંત ૨૧:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ત્રણ વર્ષ દુકાળ પડે અથવા ત્રણ મહિના સુધી તારા શત્રુઓ તારો પીછો કરે અને તેઓની તલવારથી તને પકડી પાડે અથવા ત્રણ દિવસ સુધી દેશમાં યહોવાહની તલવારરૂપી મરકી ચાલે એટલે યહોવાહનો દૂત ઇઝરાયલના આખા પ્રદેશમાં વિનાશ કરતો ફરે.’ તો હવે, મને મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તું નિર્ણય કર.”

  8. 1 કાળવ્રત્તાંત ૨૧:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ પછી દાઉદે ગાદને કહ્યું, “હું ભારે દ્વિધામાં મુકાયો છું. મને માણસોના હાથમાં પડવા કરતાં યહોવાહના હાથમાં પડવું એ વધારે સારું લાગે છે, કેમ કે તેમની કૃપા અત્યંત છે.”

  9. 1 કાળવ્રત્તાંત ૨૧:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૭

    તેથી યહોવાહે, ઇઝરાયલમાં મરકી મોકલી અને સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.

  10. 1 કાળવ્રત્તાંત ૨૧:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા એક દૂતને મોકલ્યો. જયારે તે નાશ કરવાની તૈયારીમાં હતો ત્યારે યહોવાહે, નાશ જોઈ પોતાનો વિચાર બદલ્યો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, “બસ કર! હવે તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે યહોવાહનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો હતો.

  11. 1 કાળવ્રત્તાંત ૨૧:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૭

    દાઉદે ઊંચે નજર કરીને જોયું તો, યહોવાહનો દૂત, આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી તલવાર લઈને, યરુશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. પછી દાઉદ અને વડીલોએ, ટાટ પહેરી, ભૂમિ પર લાંબા થઈ પ્રણામ કર્યા.

  12. 1 કાળવ્રત્તાંત ૨૧:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૭

    દાઉદે ઈશ્વરને કહ્યું, “સૈન્યની ગણતરી કરવાની આજ્ઞા આપનાર શું હું નથી? આ દુષ્ટતા મેં કરી છે. પણ આ ઘેટાંઓ, તેઓએ શું કર્યું છે? હે યહોવાહ, મારા ઈશ્વર, કૃપા કરી તમારા હાથે, મને અને મારા કુટુંબને શિક્ષા કરો, પણ આ મરકીથી તમારા લોકોનો નાશ ન કરો.”

  13. 1 કાળવ્રત્તાંત ૨૧:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ તેથી યહોવાહના દૂતે ગાદને આજ્ઞા કરી કે, દાઉદને કહે કે, તે જઈને યબૂસી ઓર્નાનની ખળીમાં, યહોવાહને માટે એક વેદી બાંધે.

  14. 1 કાળવ્રત્તાંત ૨૧:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૭

    તેથી યહોવાહના નામે, જે સુચના ગાદે આપી હતી, તે અનુસાર કરવાને, દાઉદ ગયો.

  15. 1 કાળવ્રત્તાંત ૨૧:૨૦આશરે ઈ.પૂ. ૧૦૧૭

    જયારે ઓર્નાન ઘઉં મસળતો હતો, ત્યારે તેણે પાછળ નજર કરતાં દૂતને જોયો. તેથી તે તથા તેના ચાર પુત્રો સંતાઈ ગયા.

  16. 1 કાળવ્રત્તાંત ૨૧:૨૧આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ જ્યારે દાઉદ ઓર્નાનની પાસે આવ્યો ત્યારે ઓર્નાને દાઉદને જોયો. તે ખળીમાંથી બહાર આવ્યો અને તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત્ત પ્રણામ કર્યા.

  17. 1 કાળવ્રત્તાંત ૨૧:૨૨આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ત્યારે દાઉદે ઓર્નાનને કહ્યું, “આ ખળી મને આપ, જેથી હું ઈશ્વરને માટે વેદી બાંધુ. હું તેની પૂરેપૂરી કિંમત આપીશ, જેથી લોકોમાં પ્રસરેલી મરકી બંધ થાય.” હું તને એની પૂરેપૂરી કિંમત ચૂકવીશ.”

  18. 1 કાળવ્રત્તાંત ૨૧:૨૩આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ ઓર્નાને દાઉદને કહ્યું, “મારા માલિક રાજા, તે તારું જ છે તેમ સમજીને તેને લઈ લે. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો હું દહનીયાર્પણો માટે બળદો, કણસલાં ઝૂડવા માટે લાકડાંનાં પાટિયાં અને ખાદ્યાર્પણ માટે ઘઉં, એ બધું તને આપીશ.”

  19. 1 કાળવ્રત્તાંત ૨૧:૨૪આશરે ઈ.પૂ. ૧૦૧૭

    રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, “ના, હું તે પૂરેપૂરી કિંમત આપી ખરીદીશ. યહોવાહને દહનીયાર્પણ કરવા માટે, જે તારું છે, જેને માટે મેં કિંમત ચૂકવી નથી, તે અર્પણ હું નહિ લઉં.”

  20. 1 કાળવ્રત્તાંત ૨૧:૨૫આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ દાઉદે એ જગ્યા માટે છસો શેકેલ સોનું આપ્યું.

  21. 1 કાળવ્રત્તાંત ૨૧:૨૬આશરે ઈ.પૂ. ૧૦૧૭

    દાઉદે ત્યાં યહોવાહને માટે વેદી બાંધી અને તેના પર દહનીયાર્પણો અને શાંત્યર્પણો ચઢાવ્યાં. તેણે યહોવાહને વિનંતી કરી, તેમણે દહનીયાર્પણની વેદી પર આકાશમાંથી અગ્નિ મોકલી તેને ઉત્તર આપ્યો.

  22. 1 કાળવ્રત્તાંત ૨૧:૨૭આશરે ઈ.પૂ. ૧૦૧૭

    પછી યહોવાહે, દૂતને આજ્ઞા આપી અને દૂતે પોતાની તલવાર મ્યાન કરી.

  23. 1 કાળવ્રત્તાંત ૨૧:૨૮આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ જ્યારે દાઉદે જોયું કે ઓર્નાન યબૂસીની ખળીમાં યહોવાહે તેને ઉત્તર આપ્યો છે, ત્યારે તે જ સમયે, તેણે ત્યાં યજ્ઞ કર્યો.

  24. 1 કાળવ્રત્તાંત ૨૧:૨૯આશરે ઈ.પૂ. ૧૦૧૭

    કેમ કે મૂસાએ અરણ્યમાં બનાવેલો યહોવાહનો મુલાકાતમંડપ તથા દહનીયાર્પણની વેદી, તે સમયે ગિબ્યોનના ઉચ્ચપ્રદેશમાં હતી.

  25. 1 કાળવ્રત્તાંત ૨૧:૩૦આશરે ઈ.પૂ. ૧૦૧૭

    જોકે, દાઉદ ઈશ્વરના માર્ગદર્શન માટે ત્યાં જઈ શક્યો નહિ, કારણ કે તેને યહોવાહના દૂતની તલવારનો ડર હતો.