- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 1 કાળવ્રત્તાંત ૨૩:૭આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૮આશરે ઈ.પૂ. ૧૦૧૫
લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૯આશરે ઈ.પૂ. ૧૦૧૫
શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૫
શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝીના, યેઉશ, અને બરિયા.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
યાહાથ જ્યેષ્ઠ હતો, તેની પછી બીજા ક્રમે ઝીઝાહ, પણ યેઉશ અને બરિયાને ઘણાં પુત્રો ન હતા, તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ કહાથના ચાર દીકરા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૫
આમ્રામના દીકરા: હારુન અને મૂસા. હારુન અને તેના વંશજોને; પરમપવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવાહ આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે, પસંદ કરવામાં આવ્યા હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૫
પણ ઈશ્વરના સેવક મૂસાના સંદર્ભમાં, તેના દીકરાઓને, લેવીઓમાં ગણવામાં આવ્યા હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૫
મૂસાના દીકરા: ગેર્શોમ અને એલિએઝેર.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૫
ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૫
એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૫
યિસ્હારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૫
હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૨૦આશરે ઈ.પૂ. ૧૦૧૫
ઉઝિયેલના દીકરામાં જ્યેષ્ઠ મિખા અને બીજો યિશ્શિયા.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૨૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૨૨આશરે ઈ.પૂ. ૧૦૧૫
એલાઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કીશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૨૩આશરે ઈ.પૂ. ૧૦૧૫
મુશીના ત્રણ દીકરા: માહલી, એદેર અને યેરેમોથ.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૨૪આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ તેઓ પોતાનાં કુટુંબો પ્રમાણે લેવીઓના દીકરા હતા. જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા. તેઓ વીસ તથા તેથી વધારે ઉંમરના હતા. તેઓ યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરતા હતા. તેઓ પોતાના કુટુંબોનાં મુખ્ય આગેવાનો હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૨૫આશરે ઈ.પૂ. ૧૦૧૫
દાઉદે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહે, તેમના લોકોને વિશ્રામ આપ્યો છે. તેઓ સર્વકાળ યરુશાલેમમાં નિવાસ કરશે.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૨૬આશરે ઈ.પૂ. ૧૦૧૫
હવે લેવીઓને, પવિત્ર મંડપ અને તેની સેવાને સારુ સામગ્રી ઊંચકવાની જરૂર નહિ પડે.”
- 1 કાળવ્રત્તાંત ૨૩:૨૭આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ દાઉદના અંતિમ શબ્દોથી, વીસ અને તેથી વધારે વર્ષની વયના લેવીપુત્રોની ગણતરી કરવામાં આવી હતી.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૨૮આશરે ઈ.પૂ. ૧૦૧૫
તેઓનું કામ, યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાને સારુ હારુનના પુત્રોને મદદ કરવાનું હતું. તેઓએ આંગણાઓમાં, ઓરડાઓમાં, સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવાના કામમાં, હારુનપુત્રોને સહાયરૂપ થવાનું કામ કરવાનું હતું.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૨૯આશરે ઈ.પૂ. ૧૦૧૫
ઈશ્વરને અર્પેલી રોટલી માટે, ખાદ્યાર્પણો માટેના લોટ માટે, ખમીર વગરની રોટલીના કે તવામાં શેકેલા કે તળેલા ખાદ્યાર્પણ માટે અને તમામ વસ્તુઓના તોલ અને માપ માટે પણ તેઓએ ધ્યાન રાખવાનું હતું.
- 1 કાળવ્રત્તાંત ૨૩:૩૦આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ વળી તેઓએ દરરોજ સવારે યહોવાહનો આભાર માનવા અને સ્તુતિ કરવા માટે ઊભા રહેવાનું હતું. એ જ રીતે સાંજે પણ
- 1 કાળવ્રત્તાંત ૨૩:૩૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
તથા યહોવાહની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે વિશ્રામવારે તથા ચંદ્રદર્શન અને નિયત તહેવારોને દિવસે ઠરાવેલી સંખ્યામાં યહોવાહને દહનીયાર્પણો અર્પણ કરવાની સેવામાં ઊભું રહેવાનું હતું.