Skip to content

Absalom વિશે બાઇબલની કલમો

65 કલમો · 10 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેનો બીજો દીકરો કિલાબ, તે નાબાલ કાર્મેલની વિધવા અબિગાઈલથી જન્મ્યો હતો. ત્રીજો આબ્શાલોમ, ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દીકરો હતો.

  2. આબ્શાલોમે પોતાના ભાઈ આમ્નોનને કશું કહ્યું નહિ, પણ આબ્શાલોમે તેનો તિરસ્કાર કર્યો, કારણ કે તેણે તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો હતો.

  3. ¶ બે વર્ષ થયા પછી એમ થયું કે, એફ્રાઇમે નજીકના બાલ-હાસોરમાં આબ્શાલોમ પાસે ઘેટાં કાતરનારાઓને કામે બોલાવ્યા હતા, ત્યાં આબ્શાલોમે રાજાના સર્વ કુંવરોને આમંત્રણ આપ્યું હતું.

  4. આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજા જો હવે, તારા દાસ પાસે ઘેટાં કાતરનારાઓ છે. કૃપા કરી, રાજા તથા તેના ચાકરોને તમારા સેવક સાથે આવવાની પરવાનગી આપો.”

  5. ¶ રાજાએ આબ્શાલોમને જવાબ આપ્યો કે, “નહિ, મારા દીકરા, અમે સર્વ તો નહિ આવીએ, કારણ કે અમે તને ભારરૂપ થઈએ.” આબ્શાલોમે રાજાને આગ્રહ કર્યો, પણ તે ગયો નહિ, પણ છતાં તેણે તેને આશીર્વાદ આપ્યો.

  6. પછી આબ્શાલોમે કહ્યું કે, “જો એમ નહિ તો, કૃપા કરી મારા ભાઈ આમ્નોનને મારી સાથે આવવા દે.” તેથી રાજાએ તેને કહ્યું, “શા માટે આમ્નોન તારી સાથે આવે?”

  7. ¶ આબ્શાલોમે દાઉદને આગ્રહ કર્યો અને તેથી તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા.

  8. આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, ‘આમ્નોન પર હુમલો કરો,’ ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો.”

  9. તેથી આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને પૂરો કરી નાખ્યો. પછી રાજાના સઘળા પુત્રો ઊઠ્યા અને દરેક પોતપોતાના ગધેડા પર બેસીને નાસી ગયા.

  10. ¶ પણ આબ્શાલોમ નાસીને ગશૂરના રાજા, આમ્મીહૂદના દીકરા તાલ્માયની પાસે ગયો. દાઉદ પોતાના દીકરાને યાદ કરીને દરરોજ આક્રંદ કરતો હતો.

  11. આબ્શાલોમ નાસીને ગશૂર ચાલ્યો ગયો ત્યાં તે ત્રણ વર્ષ સુધી રહ્યો.

  12. ¶ હવે સરુયાના દીકરા યોઆબને લાગ્યું કે, રાજાનું હૃદય આબ્શાલોમને જોવાની અગમ્ય ઇચ્છા ધરાવે છે.

  13. તેથી યોઆબે તકોઆ નગરમાં ખબર મોકલીને ત્યાંથી એક જ્ઞાની સ્ત્રીને તેડાવી પછી તેને કહ્યું, “કૃપા કરીને તું શોક કરનારનાં જેવો ઢોંગ કર અને શોકના વસ્ત્રો પહેર. કૃપા કરી તારા પોતાના પર તેલ ન લગાવ, પણ મૃત્યુ પામેલાંને માટે લાંબા સમયથી શોક કરનાર સ્ત્રીના જેવી તું થા.

  14. પછી હું તને જે કહું તે પ્રમાણે રાજા પાસે જઈને તેને કહે.” પછી યોઆબે તેને એ વાત કહી કે જે તેણે જઈને રાજાને કહેવાની હતી.

  15. ¶ પછી તકોઆની તે સ્ત્રી રાજાની સાથે વાત કરવા ગઈ. ત્યારે તેણે સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, “હે રાજા, મને મદદ કર.”

  16. રાજાએ તેને કહ્યું કે, “તારી સાથે શું ખરાબ થયું છે?” તેણે જવાબ આપ્યો કે, સાચી વાત એ છે કે હું વિધવા છું અને મારો પતિ મરણ પામ્યો છે.

  17. મારે બે દીકરા હતા, તે બન્ને ખેતરમાં લડી પડ્યા. ત્યાં તેઓને અલગ કરનાર કોઈ ન હતું. એક ભાઈએ બીજા ભાઈ પર હુમલો કરીને તેને મારી નાખ્યો.

  18. ¶ અને હવે, આખું કુટુંબ મારી વિરુદ્ધ ઊઠ્યું છે, તેઓએ કહ્યું, ‘જેણે તેના ભાઈને મારી નાખ્યો છે, તેને અમારા હાથમાં સોંપ, કે તેના ભાઈને મારી નાખ્યો તેના બદલામાં અમે તેને પણ મારી નાખીએ.’ આમ કરીને તેઓ વારસનો પણ નાશ કરશે. મારા કુળનો નાશ કરશે અને બાકી રહેલો મારો વંશ, મારા પતિનું નામ કે કુળનું નામ તેઓ પૃથ્વી પર રહેવા દેશે નહિ.”

  19. ¶ તેથી રાજાએ તે સ્ત્રીને કહ્યું કે, “તારા ઘરે જા, તારા વિષે કંઈ કરવા માટે હું હુકમ આપીશ.”

  20. તકોઆની સ્ત્રીએ રાજાને જવાબ આપ્યો, “મારા માલિક રાજા, આ દોષ મારા પર તથા મારા પિતાના ઘર પર આવો. રાજા તથા તેનું રાજ્યાસન નિર્દોષ રહો.”

  21. ¶ રાજાએ કહ્યું, “જો કોઈ તને કશું કહે, તેને મારી પાસે લાવ અને તે હવેથી તારું નામ લેશે નહિ.”

  22. પછી તેણે કહ્યું કે, “કૃપા કરી, હે રાજા પોતાના પ્રભુ ઈશ્વરનું સ્મરણ કર, લોહીનો બદલો લેનારા હવે કોઈનો નાશ કરે નહિ, કે જેથી તેઓ મારા દીકરાનો નાશ કરે નહિ.” રાજાએ જવાબ આપ્યો કે, “જીવતા ઈશ્વરના સમ, તારા દીકરાનો એક વાળ પણ હું જમીન પર પડવા નહિ દઉં.”

  23. ¶ પછી તે સ્ત્રીએ કહ્યું કે, “કૃપા કરી હવે તારી દાસીને એક વાત મારા માલિક રાજાને કહેવા દે.” તેણે કહ્યું, “બોલ.”

  24. તેથી તે સ્ત્રીએ કહ્યું,” શા માટે તેં ઈશ્વરના લોકો વિરુદ્ધ આવી યુક્તિની યોજના કરી છે? કેમ કે આ બાબત બોલતાં રાજા એક દોષી વ્યક્તિ જેવો લાગે છે, કેમ કે રાજા પોતાના દેશનિકાલ કરેલા દીકરાને પાછો ઘરે લાવતો નથી.

  25. કેમ કે આપણા સર્વનું મૃત્યુ નિશ્ચિત છે અને જેમ જમીન ઉપર ઢળેલું પાણી જે ફરીથી ઉપર ભેગું કરાતું નથી, તેના જેવા છીએ. ઈશ્વર કોઈનો જીવ લેતા નથી; પણ, જેને તેમણે પોતાનાથી દૂર કર્યા છે તેને પાછો લાવે છે.