- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 1 કાળવ્રત્તાંત ૧૭:૨આશરે ઈ.પૂ. ૧૦૪૨
પછી નાથાને દાઉદને કહ્યું, “જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે.”
- 1 કાળવ્રત્તાંત ૧૭:૩આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ પણ તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી,
- 1 કાળવ્રત્તાંત ૧૭:૪આશરે ઈ.પૂ. ૧૦૪૨
“જા અને મારા સેવક દાઉદને કહે કે, ‘યહોવાહ એવું કહે છે: તારે મારે માટે રહેવાનું ભક્તિસ્થાન બાંધવું નહિ.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૫આશરે ઈ.પૂ. ૧૦૪૨
કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું ભક્તિસ્થાનમાં રહ્યો નથી. પણ એક તંબુથી તે બીજા તંબુમાં તથા એક મંડપથી તે બીજા મંડપમાં ફરતો રહ્યો છું.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૬આશરે ઈ.પૂ. ૧૦૪૨
જે બધી જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલીઓ સાથે ચાલ્યો છું, ત્યાં ઇઝરાયલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી પૂછ્યું છે કે, “મારા માટે તમે દેવદારનું ભક્તિસ્થાન કેમ બાંધ્યું નથી?”
- 1 કાળવ્રત્તાંત ૧૭:૭આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ માટે હવે, મારા સેવક દાઉદને કહે, ‘સર્વસમર્થ યહોવાહનાં આ વચન છે: “તું ઘેટાંને ચરાવતો હતો ત્યાંથી મેં તને મારા ઇઝરાયલીઓનો ઉપરી થવા માટે બોલાવી લીધો.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૮આશરે ઈ.પૂ. ૧૦૪૨
અને તું જ્યાં કહીં ગયો, ત્યાં હું તારી સાથે રહ્યો છું, તારી આગળથી તારા શત્રુઓનો મેં નાશ કર્યો છે. હવે પછી હું તને પૃથ્વીના મહાન પુરુષો જેવો વિખ્યાત બનાવીશ.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૯આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ હું મારા ઇઝરાયલી લોકોને માટે એક સ્થાન ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે જેથી તેઓ પોતાના સ્થળમાં રહે અને તેઓ મુશ્કેલીમાં ન આવે. ફરીથી તેમને કદી કોઈ ખસેડનાર નહિ હોય.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૧૦આશરે ઈ.પૂ. ૧૦૪૨
અગાઉની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયલીઓ પર આધિપત્ય કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ, હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહિ. હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે યહોવાહ તારું કુટુંબ કાયમ રાખશે.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૧૧આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ એમ થશે કે તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની સાથે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા વંશજોને તારી જગ્યાએ સ્થાપિત કરીશ અને તારા વંશજોમાંથી જે રાજા થશે તેનું રાજ્ય હું કાયમ રાખીશ.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૧૨આશરે ઈ.પૂ. ૧૦૪૨
તે મારે માટે ભક્તિસ્થાન બાંધશે અને હું તેનું રાજ્યાસન સદાકાળ રાખીશ.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૧૩આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. તેની પાસેથી મારા કરારનું વિશ્વાસુપણું હું લઈ લઈશ નહિ જેમ મેં તારી અગાઉના શાસક, શાઉલ પ્રત્યેથી લઈ લીધું હતું તેમ.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૧૪આશરે ઈ.પૂ. ૧૦૪૨
હું તેને મારા ઘર તથા મારા રાજ્યમાં સદાકાળ રાખીશ અને તેનું રાજ્યાસન સદાના માટે સ્થાપીશ.”
- 1 કાળવ્રત્તાંત ૧૭:૧૫આશરે ઈ.પૂ. ૧૦૪૨
નાથાને દાઉદને આ સર્વ વચનોનો અહેવાલ તથા સર્વ દર્શન સંબંધી કહ્યું.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૧૬આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાહની સમક્ષ બેઠો અને બોલ્યો, “હે ઈશ્વર યહોવાહ, હું કોણ અને મારું કુટુંબ કોણ કે, તમે મને આવા ઉચ્ચસ્થાને લાવ્યા છો?
- 1 કાળવ્રત્તાંત ૧૭:૧૭આશરે ઈ.પૂ. ૧૦૪૨
હે ઈશ્વર એ પણ તમારી દ્રષ્ટિમાં ઓછું જણાયું, એટલે તમારા સેવકના કુટુંબ સંબંધીના ઉજળા ભાવિ વિષે તમે મને વચન આપ્યું છે. હે ઈશ્વર યહોવાહ, તમે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૧૮આશરે ઈ.પૂ. ૧૦૪૨
તમે આ તમારા સેવક દાઉદને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તમે તમારા સેવકને ખાસ ઓળખો છો.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૧૯આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ હે યહોવાહ, તમારા સેવકની ખાતર તમારા ઉદ્દેશ પૂરા કરો, તમારા અંતઃકરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યાં છે.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૨૦આશરે ઈ.પૂ. ૧૦૪૨
હે યહોવાહ, અમારા સાંભળવા પ્રમાણે તમારા જેવા બીજા કોઈ નથી અને તમારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૨૧આશરે ઈ.પૂ. ૧૦૪૨
પૃથ્વી પર તમારા લોક ઇઝરાયલ કે જેને તમે, ઈશ્વર, મહાન અને અદ્દભુત કૃત્યો કરીને, પોતાના નામના મહિમા સારુ મિસરમાંથી છોડાવ્યા હોય, તેના જેવી બીજી કઈ પ્રજા છે? તમારા લોક જેઓને તમે મિસરમાંથી છોડાવી લાવ્યા તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૨૨આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ તમે તમારા ઇઝરાયલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે અને હે યહોવાહ, તમે તેઓના ઈશ્વર બન્યા છો.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૨૩આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેથી હવે, હે યહોવાહ, તમે તમારા સેવક તથા તેના કુટુંબ સંબંધી જે બોલ્યા છો તે પૂરું કરો.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૨૪આશરે ઈ.પૂ. ૧૦૪૨
જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય અને લોકો કહે કે, ‘સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર છે’ હા, ઇઝરાયલના હકમાં તેઓ ઈશ્વર છે. અને તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ સ્થાપિત થાઓ.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૨૫આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ હે મારા ઈશ્વર, તમારા આ સેવકને તમે સ્પષ્ટ કહ્યું છે કે તમે તેના કુટુંબને ટકાવી રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી છે.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૨૬આશરે ઈ.પૂ. ૧૦૪૨
હવે હે યહોવાહ, તમે જ ઈશ્વર છો અને તમે તમારા સેવકને ખાતરી દાયક વચન આપ્યું છે: