circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 1 કાળવ્રત્તાંત ૧૫:૨૪આશરે ઈ.પૂ. ૧૦૪૨
શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાય, ઝખાર્યા, બનાયા, એલિએઝેર યાજકો, ઈશ્વરના કોશની આગળ રણશિંગડાં વગાડનારા હતા. ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૨૫આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ, આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા ગયા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૨૬આશરે ઈ.પૂ. ૧૦૪૨
જયારે ઈશ્વર યહોવાહનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી, ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંઓનું અર્પણ કર્યું.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૨૭આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ ઝભ્ભો પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૨૮આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેથી સર્વ ઇઝરાયલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૨૯આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ યહોવાહનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો, ત્યારે શાઉલની પુત્રી મિખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને, નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચ્છકાર્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૧આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ તેઓએ ઈશ્વરના કોશને અંદર લાવીને, તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૨આશરે ઈ.પૂ. ૧૦૪૨
જયારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાહને નામે લોકોને આશીર્વાદ આપ્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૩આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેણે ઇઝરાયલના દરેક પુરુષ તથા સ્ત્રીને, એક એક ભાખરી, માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષનો એકેક ઝૂમખો વહેંચી આપ્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૪આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ યહોવાહના કોશની આગળ સેવા કરવા તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાહનાં ગીત ગાવા, આભાર માનવા, સ્તુતિ કરવા તથા તેમની સંમુખ ઉજવણી કરવા માટે દાઉદે કેટલાક લેવીઓને નીમ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૫આશરે ઈ.પૂ. ૧૦૪૨
આસાફ આગેવાન હતો. તેનાથી ઊતરતે દરજ્જે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલિયાબ, બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર અને વીણા વગાડતા હતા. આસાફ મોટેથી ઝાંઝ વગાડતો હતો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૬આશરે ઈ.પૂ. ૧૦૪૨
બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૭આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાહની સ્તુતિ માટે નીમ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૮આશરે ઈ.પૂ. ૧૦૪૨
ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો; લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૯આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો; તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૧૦આશરે ઈ.પૂ. ૧૦૪૨
તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો; યહોવાહના ભક્તોનાં હૃદયો આનંદમાં રહો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૧૧આશરે ઈ.પૂ. ૧૦૪૨
યહોવાહને તથા તેમના સામર્થ્યને તમે શોધો; સદાસર્વદા તેમના મુખને શોધો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૧૨આશરે ઈ.પૂ. ૧૦૪૨
જે અદ્દભુત કામો તેમણે કર્યાં છે તે યાદ રાખો, તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો યાદ રાખો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૧૩આશરે ઈ.પૂ. ૧૦૪૨
તમે ઈશ્વરના સેવક ઇઝરાયલના વંશજો છો, તમે યાકૂબના લોકો, તેમના પસંદ કરેલા છો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૧૪આશરે ઈ.પૂ. ૧૦૪૨
તે આપણા ઈશ્વર, યહોવાહ છે. તેમની સત્તા સમગ્ર પૃથ્વી પર છે.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૧૫આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેમના કરાર તમે સદાકાળ યાદ રાખો, એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું, તે યાદ રાખો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૧૬આશરે ઈ.પૂ. ૧૦૪૨
ઇબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો અને ઇસહાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે કરી.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૧૭આશરે ઈ.પૂ. ૧૦૪૨
એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે અને ઇઝરાયલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૧૮આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેમણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ, તે તારા વારસાનો ભાગ થશે.”
- 1 કાળવ્રત્તાંત ૧૬:૧૯આશરે ઈ.પૂ. ૧૦૪૨
જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા, તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા.