- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 1 કાળવ્રત્તાંત ૧૬:૨૦આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૨૧આશરે ઈ.પૂ. ૧૦૪૨
ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૨૨આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”
- 1 કાળવ્રત્તાંત ૧૬:૨૩આશરે ઈ.પૂ. ૧૦૪૨
હે આખી પૃથ્વીના લોકો, યહોવાહના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમના તારણને જાહેર કરો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૨૪આશરે ઈ.પૂ. ૧૦૪૨
રાષ્ટ્રોમાં તેમનો મહિમા પ્રગટ કરો. સર્વ દેશજાતિઓમાં તેમનાં અદ્દ્ભુત કાર્યો જાહેર કરો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૨૫આશરે ઈ.પૂ. ૧૦૪૨
કેમ કે યહોવાહ મહાન છે તથા અતિ વિશેષ સ્તુતિપાત્ર છે, અને બીજા દેવો કરતાં તેઓનું ભય રાખવું યોગ્ય છે.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૨૬આશરે ઈ.પૂ. ૧૦૪૨
કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૨૭આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે. તેમના ભક્તિસ્થાનમાં સામર્થ્ય તથા આનંદ છે.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૨૮આશરે ઈ.પૂ. ૧૦૪૨
હે લોકોનાં કુળો, તમે યહોવાહને, હા, યહોવાહને જ, ગૌરવ તથા સામર્થ્યનું માન આપો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૨૯આશરે ઈ.પૂ. ૧૦૪૨
યહોવાહના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો. પવિત્ર વસ્ત્રો ધારણ કરીને યહોવાહની આગળ નમો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૩૦આશરે ઈ.પૂ. ૧૦૪૨
સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રૂજે. જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય તેમ નથી.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૩૧આશરે ઈ.પૂ. ૧૦૪૨
આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય; વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, “યહોવાહ રાજ કરે છે.”
- 1 કાળવ્રત્તાંત ૧૬:૩૨આશરે ઈ.પૂ. ૧૦૪૨
સમુદ્ર તથા તેમા જે છે તે ગર્જના કરે છે. ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૩૩આશરે ઈ.પૂ. ૧૦૪૨
પછી જંગલનાં વૃક્ષો યહોવાહની આગળ હર્ષનાદ કરશે, કેમ કે તેઓ પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવે છે.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૩૪આશરે ઈ.પૂ. ૧૦૪૨
યહોવાહનો આભાર માનો, કેમ કે તેઓ કૃપાળુ છે, કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૩૫આશરે ઈ.પૂ. ૧૦૪૨
બોલો, “હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર અમારો ઉદ્ધાર કરો. બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો, કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને તમારી સ્તુતિ ગાઈએ.”
- 1 કાળવ્રત્તાંત ૧૬:૩૬આશરે ઈ.પૂ. ૧૦૪૨
ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ. પછી સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાહની સ્તુતિ કરી.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૩૭આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાહના કરારકોશની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૩૮આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા અને તેઓના અડસઠ સંબંધીઓને દ્વારપાળો તરીકે નીમ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૩૯આશરે ઈ.પૂ. ૧૦૪૨
સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઘર્મસ્થાનોમાં યહોવાહના મંડપની સેવા માટે પસંદ કર્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૪૦આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ યહોવાહે, ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાહને દહનીયાર્પણો ચઢાવવા માટે તેઓને નીમ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૪૧આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાહ કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૪૨આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ હેમાન તથા યદૂથૂનને ગીતોને માટે રણશિંગડાં, ઝાંઝ તથા અન્ય વાજિંત્રો આપવામાં આવ્યાં. યદૂથૂનના પુત્રોને દ્વારપાળોનું કામ સોંપવામાં આવ્યું હતું.
- 1 કાળવ્રત્તાંત ૧૬:૪૩આશરે ઈ.પૂ. ૧૦૪૨
પછી સર્વ લોકો પાછા પોતપોતાને ઘરે ગયા અને દાઉદ પોતાના કુટુંબનાં માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.
- 1 કાળવ્રત્તાંત ૧૭:૧આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે.”