- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 1 કાળવ્રત્તાંત ૧૪:૧૬આશરે ઈ.પૂ. ૧૦૪૭
ઈશ્વરે દાઉદને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. તેણે ગિબ્યોનથી તે છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૪:૧૭આશરે ઈ.પૂ. ૧૦૪૭
પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં પ્રસરી ગઈ અને યહોવાહે, સર્વ પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૧આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ દાઉદનગરમાં, દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યાં. તેણે ઈશ્વરના કોશને સારુ જગ્યા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૨આશરે ઈ.પૂ. ૧૦૪૨
પછી દાઉદે કહ્યું, “ફક્ત લેવીઓ આ ઈશ્વરના કોશને ઊંચકે, કેમ કે યહોવાહે, તેઓને કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે પસંદ કર્યા છે.”
- 1 કાળવ્રત્તાંત ૧૫:૩આશરે ઈ.પૂ. ૧૦૪૨
પછી દાઉદે યહોવાહના કોશને માટે જે જગ્યા તૈયાર કરી હતી, ત્યાં તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૪આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૫આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૬આશરે ઈ.પૂ. ૧૦૪૨
મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૭આશરે ઈ.પૂ. ૧૦૪૨
ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૮આશરે ઈ.પૂ. ૧૦૪૨
અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૯આશરે ઈ.પૂ. ૧૦૪૨
હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૧૦આશરે ઈ.પૂ. ૧૦૪૨
ઉઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમ્મીનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૧૧આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ દાઉદે સાદોક અને અબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, અસાયા, યોએલ, શમાયા, અલીએલ તથા આમ્મીનાદાબ લેવીઓને બોલાવ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૧૨આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેણે તેઓને કહ્યું, “તમે લેવીઓનાં કુટુંબોના આગેવાનો છો. તમે તથા તમારા ભાઈઓ બન્ને પ્રકારના સેવકો પોતાને શુદ્ધ કરો, એ માટે કે જે જગ્યા મેં ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના કોશને માટે તૈયાર કરી છે, ત્યાં તમે તેને લઈ આવો.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૧૩આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ તમે અગાઉ તેને ઊંચક્યો ન હતો. તે માટે આપણા ઈશ્વર યહોવાહ, આપણા પર શિક્ષા લાવ્યા કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”
- 1 કાળવ્રત્તાંત ૧૫:૧૪આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહનો કોશ લઈ આવવા સારુ પોતાને શુદ્ધ કર્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૧૫આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેથી ઈશ્વરના વચન પ્રમાણે મૂસાએ જે આજ્ઞા આપી હતી, તે પ્રમાણે લેવીઓએ પોતાના ખભા પર ઈશ્વરનો કોશ તેની અંદરનાં દાંડા વડે ઉપાડ્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૧૬આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ દાઉદે લેવીઓના આગેવાનોને વાજિંત્રો, એટલે સિતાર, વીણા, ઝાંઝ ઊંચે સ્વરે વગાડવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગાયક ભાઈઓને નીમવાને કહ્યું.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૧૭આશરે ઈ.પૂ. ૧૦૪૨
માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને તથા તેઓના ભાઈઓ, એટલે મરારીના વંશજોમાંના કૂશાયાના પુત્ર એથાનને નીમ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૧૮આશરે ઈ.પૂ. ૧૦૪૨
તેઓની સાથે તેઓના બીજા યોદ્ધા ભાઈઓને, એટલે ઝર્ખાયા, બની, યઝીએલ, શમિરામોથ, યહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માત્તિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ તથા યેઈએલને દ્વારપાળો તરીકે નીમ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૧૯આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ હેમાન, આસાફ તથા એથાન, એ ગાયકોને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારુ નીમવામાં આવ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૨૦આશરે ઈ.પૂ. ૧૦૪૨
સિતારો વગાડવા માટે ઝખાર્યા, અઝીએલ, શમિરામોથ, યહીએલ, ઉન્ની, અલિયાબ, માસેયા તથા બનાયાને પસંદ કર્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૨૧આશરે ઈ.પૂ. ૧૦૪૨
વીણા વગાડવા માટે માત્તિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઈએલ તથા અઝાઝયાને નીમવામાં આવ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૨૨આશરે ઈ.પૂ. ૧૦૪૨
¶ લેવીઓનો આગેવાન કનાન્યા ગાયક તરીકે પ્રવીણ હતો. તે ગાયકોને માર્ગદર્શન આપતો હતો.
- 1 કાળવ્રત્તાંત ૧૫:૨૩આશરે ઈ.પૂ. ૧૦૪૨
બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.