મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 શમુએલ ૨૩:૨૦આશરે ઈ.પૂ. ૧૦૫૫

    ¶ બનાયા, કાબ્સએલના શૂરવીર તથા પરાક્રમી કૃત્યો કરનાર યહોયાદાનો દીકરો હતો. તેણે મોઆબના અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી હિમ પડવાના દિવસો હતા ત્યારે એક દિવસે તેણે ખાડામાં ઊતરીને સિંહને મારી નાખ્યો હતો.

  2. 2 શમુએલ ૨૩:૨૧આશરે ઈ.પૂ. ૧૦૫૫

    બનાયાએ એક દેખાવડા મિસરી માણસને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા તેની સામે ફક્ત લાકડીથી લડ્યો. તે મિસરીના હાથમાંથી બનાયાએ ભાલો ખૂંચવી લીધો અને તેના જ ભાલાથી તેને ખતમ કર્યો હતો.

  3. 2 શમુએલ ૨૩:૨૨આશરે ઈ.પૂ. ૧૦૫૫

    ¶ આ પરાક્રમી કૃત્યો યહોયાદાના દીકરા બનાયાએ કર્યા તેથી ત્રણ શૂરવીર યોદ્ધાઓના નામમાં તેના નામનો પણ સમાવેશ કરાયો.

  4. 2 શમુએલ ૨૩:૨૩આશરે ઈ.પૂ. ૧૦૫૫

    પેલા ત્રીસ સૈનિકો કરતાં તે વધારે નામાંકિત હતો, પણ તે પહેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાની અંગરક્ષક ટુકડી ઉપર આગેવાન તરીકે નીમ્યો હતો.

  5. 2 શમુએલ ૨૩:૨૪આશરે ઈ.પૂ. ૧૦૫૫

    ¶ યોઆબનો ભાઈ અસાહેલ તે પેલા ત્રીસમાંનો એક હતો અને દોદો બેથલેહેમીનો દીકરો એલ્હાનાન,

  6. 2 શમુએલ ૨૩:૨૫આશરે ઈ.પૂ. ૧૦૫૫

    શામ્મા હરોદી, અલીકા હરોદી,

  7. 2 શમુએલ ૨૩:૨૬આશરે ઈ.પૂ. ૧૦૫૫

    હેલેસ પાલ્ટી, ઇક્કેશ તકોઈનો દીકરો ઈરા,

  8. 2 શમુએલ ૨૩:૨૭આશરે ઈ.પૂ. ૧૦૫૫

    અબીએઝેર અનાથોથી, મબુન્નાય હુશાથી,

  9. 2 શમુએલ ૨૩:૨૮આશરે ઈ.પૂ. ૧૦૫૫

    સાલ્મોન અહોહી, મહારાય નટોફાથી.

  10. 2 શમુએલ ૨૩:૨૯આશરે ઈ.પૂ. ૧૦૫૫

    ¶ બાનાહ નટોફાથીનો દીકરો હેલેબ, બિન્યામીનના વંશજોમાંના ગિબયાના રિબાયનો દીકરો ઇત્તાય,

  11. 2 શમુએલ ૨૩:૩૦આશરે ઈ.પૂ. ૧૦૫૫

    બનાયા પિરઆથોની, ગાઆશના નાળાંનો હિદ્દાય.

  12. 2 શમુએલ ૨૩:૩૧આશરે ઈ.પૂ. ૧૦૫૫

    અબી-આલ્બોન આર્બાથી, આઝમાવેથ બાહુરીમી,

  13. 2 શમુએલ ૨૩:૩૨આશરે ઈ.પૂ. ૧૦૫૫

    એલ્યાહબા શાઆલ્બોની, યાશેનના દીકરાઓમાંનો યોનાથાન.

  14. 2 શમુએલ ૨૩:૩૩આશરે ઈ.પૂ. ૧૦૫૫

    ¶ શામ્મા હારારી, શારાર અરારીનો દીકરો અહીઆમ,

  15. 2 શમુએલ ૨૩:૩૪આશરે ઈ.પૂ. ૧૦૫૫

    માખાથીના દીકરા અહાસ્બાયનો દીકરો અલીફેલેટ, અહિથોફેલ ગીલોનીનો દીકરો અલીઆમ,

  16. 2 શમુએલ ૨૩:૩૫આશરે ઈ.પૂ. ૧૦૫૫

    હેસ્રો કાર્મેલી, પારાય આર્બી,

  17. 2 શમુએલ ૨૩:૩૬આશરે ઈ.પૂ. ૧૦૫૫

    સોબાહના નાથાનનો દીકરો ઈગાલ, ગાદના કુળમાંનો બાની.

  18. 2 શમુએલ ૨૩:૩૭આશરે ઈ.પૂ. ૧૦૫૫

    ¶ સેલેક આમ્મોની, નાહરાય બેરોથી, સરુયાના દીકરા યોઆબના શસ્ત્રવાહકો,

  19. 2 શમુએલ ૨૩:૩૮આશરે ઈ.પૂ. ૧૦૫૫

    ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,

  20. 2 શમુએલ ૨૩:૩૯આશરે ઈ.પૂ. ૧૦૫૫

    ઉરિયા હિત્તી એમ બધા મળીને સાડત્રીસ.

  21. 2 શમુએલ ૨૪:૧આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ ઈશ્વરનો કોપ ફરીથી ઇઝરાયલ ઉપર સળગ્યો, તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, “જા, ઇઝરાયલ તથા યહૂદિયાની વસ્તી ગણતરી કર.”

  22. 2 શમુએલ ૨૪:૨આશરે ઈ.પૂ. ૧૦૧૭

    રાજાએ યોઆબ સેનાપતિને કે જે તેની સાથે હતો તેને કહ્યું, “દાનથી તે બેરશેબા સુધી ઇઝરાયલનાં સર્વ કુળોમાં ફરીને લોકોની ગણતરી કર કે, હું લોકોની કુલ સંખ્યા જાણું કે જેઓ યુદ્ધને માટે તૈયાર છે.”

  23. 2 શમુએલ ૨૪:૩આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ યોઆબે રાજાને કહ્યું, “લોકો ગમે તેટલાં હોય, તો પણ તમારા પ્રભુ ઈશ્વર તેઓને સોગણાં વધારો અને તું મારો માલિક રાજા પોતાની આંખે તે જુએ. પણ હે રાજા આ વાતમાં તું કેમ આનંદ માને છે?”

  24. 2 શમુએલ ૨૪:૪આશરે ઈ.પૂ. ૧૦૧૭

    તોપણ રાજાનું વચન યોઆબની તથા સૈન્યના સરદારોની ઉપર અસરકારક થયું. તેથી યોઆબ તથા સૈન્યના સરદારો ઇઝરાયલના લોકોની ગણતરી કરવાને રાજાની હજૂરમાંથી ગયા.

  25. 2 શમુએલ ૨૪:૫આશરે ઈ.પૂ. ૧૦૧૭

    ¶ તેઓએ યર્દન ઊતરીને દક્ષિણ તરફના નગર અરોએરની ખીણમાં છાવણી કરી. પછી તેઓએ ગાદથી યાઝેર સુધી મુસાફરી કરી.