circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 1 કાળવ્રત્તાંત ૧૦:૬આશરે ઈ.પૂ. ૧૦૫૬
એમ શાઉલ તથા તેના ત્રણ દીકરાઓ મરણ પામ્યા; એમ તેના ઘરના સભ્યો એકસાથે મરણ પામ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૦:૭આશરે ઈ.પૂ. ૧૦૫૬
¶ જયારે ખીણમાં ઇઝરાયલના જે માણસો હતા તે સર્વએ જોયું કે તેઓ નાસી ગયા છે અને શાઉલ તથા તેના દીકરાઓ માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો મૂકીને નાસી ગયા. પછી પલિસ્તીઓ ત્યાં આવીને તે નગરોમાં રહ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૦:૮આશરે ઈ.પૂ. ૧૦૫૬
તેને બીજે દિવસે એમ થયું કે, પલિસ્તીઓ ઘાયલ થયેલાઓને લૂંટવા સારુ ધસી આવ્યા, ત્યારે શાઉલ તથા તેના દીકરાઓના દેહ ગિલ્બોઆ પર્વત પર પડેલા તેઓના જોવામાં આવ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૦:૯આશરે ઈ.પૂ. ૧૦૫૬
¶ તેઓએ એ મૃતદેહ પરથી સઘળું ઉતારી લીધું અને શાઉલનું માથું તથા તેનું કવચ લઈ લીધા. તેઓએ પોતાની મૂર્તિઓને તથા લોકોને શુભ સમાચાર આપવા માટે ચારે તરફ પલિસ્તીઓના દેશમાં સંદેશવાહક મોકલ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૦:૧૦આશરે ઈ.પૂ. ૧૦૫૬
તેઓએ તેનું કવચ પોતાના દેવોના મંદિરમાં મૂક્યું અને દાગોનના મંદિરમાં તેનું માથું લટકાવ્યું.
- 1 કાળવ્રત્તાંત ૧૦:૧૧આશરે ઈ.પૂ. ૧૦૫૬
¶ પલિસ્તીઓએ જે સર્વ શાઉલને કર્યું હતું તે યાબેશ-ગિલ્યાદના બધા લોકોએ સાંભળ્યું,
- 1 કાળવ્રત્તાંત ૧૦:૧૨આશરે ઈ.પૂ. ૧૦૫૬
ત્યારે સર્વ શૂરવીર પુરુષોએ ઊઠીને શાઉલનો મૃતદેહ તથા તેના દીકરાઓના મૃતદેહો લીધા અને તેમને યાબેશમાં લાવ્યા. તેઓએ યાબેશના એલોન ઝાડ નીચે તેઓના મૃતદેહોને દફનાવ્યા અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૦:૧૩આશરે ઈ.પૂ. ૧૦૫૬
¶ શાઉલે ઈશ્વરનું વચન ન પાળવાથી તેમની વિરુદ્ધ જે પાપ કર્યું હતું અને ઈશ્વરને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૦:૧૪આશરે ઈ.પૂ. ૧૦૫૬
આમ ઈશ્વરે તેને મારી નાખ્યો અને રાજયને યિશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૧આશરે ઈ.પૂ. ૧૦૪૮
¶ પછી સમગ્ર ઇઝરાયલે, હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, “જો, અમારો તારી સાથે લોહીનો સંબંધ છે, તારા કુટુંબીઓ છીએ.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૨આશરે ઈ.પૂ. ૧૦૪૮
ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તારા પ્રભુ યહોવાહે તને કહ્યું હતું કે, ‘તું મારા ઇઝરાયલી લોકોનું પાલન કરશે, તું મારા ઇઝરાયલી લોકો પર અધિકારી થશે.”
- 1 કાળવ્રત્તાંત ૧૧:૩આશરે ઈ.પૂ. ૧૦૪૮
પછી ઇઝરાયલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા, દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૪આશરે ઈ.પૂ. ૧૦૪૮
¶ દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ એટલે યબૂસ ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૫આશરે ઈ.પૂ. ૧૦૪૮
યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, “તારાથી અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૬આશરે ઈ.પૂ. ૧૦૪૮
દાઉદે કહ્યું, જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાના દીકરા યોઆબે પ્રથમ હુમલો કર્યો, તે સેનાપતિ બન્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૭આશરે ઈ.પૂ. ૧૦૪૮
¶ પછી દાઉદ કિલ્લામાં રહ્યો. માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૮આશરે ઈ.પૂ. ૧૦૪૮
તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું. યોઆબે બાકીના નગરને સમાર્યું.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૯આશરે ઈ.પૂ. ૧૦૪૮
દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૧૦આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ દાઉદના મુખ્ય યોદ્ધાઓ કે જેઓ, ઇઝરાયલ વિષે ઈશ્વરના વચન પ્રમાણે તેને રાજા બનાવવા માટે ઇઝરાયલની સાથે દ્રઢપણે તેના રાજયમાં તેની પડખે રહ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૧૧આશરે ઈ.પૂ. ૧૦૫૫
તેઓની દાઉદે ગણતરી કરી. તેઓ આ છે: હાખ્મોનીનો દીકરો યાશોબામ એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી ત્રણસો માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૧૨આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૧૩આશરે ઈ.પૂ. ૧૦૫૫
પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારુ એકઠા થયા હતા, લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૧૪આશરે ઈ.પૂ. ૧૦૫૫
ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો, પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૧૫આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ ત્રીસ આગેવાનોમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૧૬આશરે ઈ.પૂ. ૧૦૫૫
દાઉદ તે સમયે ગઢમાં હતો, બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું.