circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 2 શમુએલ ૨૨:૪૬આશરે ઈ.પૂ. ૧૦૧૮
વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે.
- 2 શમુએલ ૨૨:૪૭આશરે ઈ.પૂ. ૧૦૧૮
ઈશ્વર જીવંત છે! મારા ખડકની પ્રશંસા હો! મારા ઉદ્ધારરૂપી ખડક સમાન ઈશ્વર ઊંચા મનાઓ.
- 2 શમુએલ ૨૨:૪૮આશરે ઈ.પૂ. ૧૦૧૮
એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, જે લોકોને મારી સત્તા નીચે લાવે છે.
- 2 શમુએલ ૨૨:૪૯આશરે ઈ.પૂ. ૧૦૧૮
તેઓ મારા શત્રુઓની પાસેથી મને છોડાવે છે. મારી સામે ઊઠનારા પર તમે મને ઊંચો કરો છો. તમે બળાત્કારી માણસથી મને બચાવો છો.
- 2 શમુએલ ૨૨:૫૦આશરે ઈ.પૂ. ૧૦૧૮
એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ.
- 2 શમુએલ ૨૨:૫૧આશરે ઈ.પૂ. ૧૦૧૮
ઈશ્વર પોતાના રાજાને વિજય અપાવે છે, પોતાના અભિષિક્ત પર, એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદા સર્વકાળ સુધી મહેરબાની રાખે છે.”
- 2 શમુએલ ૨૩:૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ હવે દાઉદના અંતિમ વચનો આ છે. યિશાઈનો દીકરો દાઉદ, જે અતિ ઘણો સન્માનનીય માણસ હતો, તે યાકૂબના ઈશ્વરથી અભિષિક્ત થયેલો અને ઇઝરાયલનાં મધુર ગીતોનો સર્જક છે; તે કહે છે.
- 2 શમુએલ ૨૩:૨આશરે ઈ.પૂ. ૧૦૧૫
ઈશ્વરના આત્માએ મારા દ્વારા વાણી ઉચ્ચારી, તેમનું વચન મારી જીભ પર હતું.
- 2 શમુએલ ૨૩:૩આશરે ઈ.પૂ. ૧૦૧૫
ઇઝરાયલના ઈશ્વર બોલ્યા, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્યો પર જે નેકીથી રાજ કરે છે જે ઈશ્વરની બીક રાખીને રાજ કરે છે,
- 2 શમુએલ ૨૩:૪આશરે ઈ.પૂ. ૧૦૧૫
સવારે ઉગતા સૂર્યના પ્રકાશ જેવો, સવારે વાદળો ના હોય ત્યારના અજવાળા જેવો અને વરસાદ પછી ભૂમિમાંથી કુમળું ઘાસ ઊગી નીકળે છે ત્યારના તેજસ્વી પ્રકાશ જેવો થશે.
- 2 શમુએલ ૨૩:૫આશરે ઈ.પૂ. ૧૦૧૫
નિશ્ચે, શું મારું કુટુંબ ઈશ્વર પ્રત્યે એવું નથી? શું તેમણે મારી સાથે સદાનો કરાર કર્યો નથી? શું તે સર્વ પ્રકારે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે? તેમણે મારો ઉદ્ધાર કર્યો છે. અને મારી દરેક ઇચ્છાને પરિપૂર્ણ કરી છે. તેઓ એવા મહાન છે.
- 2 શમુએલ ૨૩:૬આશરે ઈ.પૂ. ૧૦૧૫
પરંતુ તમામ દુષ્ટ લોકો ફેંકી દેવામાં આવનાર કચરા અને કાંટા જેવા થશે, કેમ કે તેઓ હાથ વડે તો તેઓને સ્પર્શ કરાય કે પકડાય નહિ.
- 2 શમુએલ ૨૩:૭આશરે ઈ.પૂ. ૧૦૧૫
પણ જે માણસ તેઓને અડકે તેની પાસે લોખંડનો દંડ તથા ભાલાનો હાથો હોવો જોઈએ, તેઓ જ્યાં હશે ત્યાંજ અગ્નિથી બાળી નાખવામાં આવશે.
- 2 શમુએલ ૨૩:૮આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ દાઉદના મુખ્ય સૈનિકોનાં નામ આ છે: મુખ્ય સરદાર તાહખમોની યોશેબ-બાશ્શેબેથ. અસ્ની અદીનોના નામે પણ ઓળખાતો હતો. એક વેળા એક જંગમાં તેણે એક સાથે આઠસો માણસોને મારી નાખ્યા હતા.
- 2 શમુએલ ૨૩:૯આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ તેની પછી અહોહીનો પૌત્ર અને દોદોનો દીકરો એલાઝાર હતો, જયારે પલિસ્તીઓ યુદ્ધને સારુ એકત્ર થયા અને ઇઝરાયલના માણસોએ પીછે હઠ કરી ત્યારે દાઉદની સાથેના જે ત્રણ શૂરવીરોએ પલિસ્તી સૈન્યને અટકાવ્યું હતું. તેઓમાંનો તે એક હતો.
- 2 શમુએલ ૨૩:૧૦આશરે ઈ.પૂ. ૧૦૫૫
એલાઝારે પલિસ્તીઓ સાથે લાદવામાં એટલી બધી તલવાર ચલાવી કે તેનો હાથ તલવાર પકડી ના શકે એટલો બધો થાકી ગયો. ત્યાં સુધી તે પલિસ્તીઓ સામે લડ્યો. અને તેનો હાથ થાકી જઈને તલવારની પકડથી અક્કડ થઈ ગયો ત્યાં સુધી તે પલિસ્તીઓની સામે લડ્યો. અને તેણે તેઓને માર્યા. ઈશ્વરે તે દિવસે મોટો વિજય અપાવ્યો. એલાઝારે પલિસ્તીઓને હરાવ્યા પછી સૈન્ય તેની પાછળ ફક્ત લૂંટ ચલાવવા માટે ગયું.
- 2 શમુએલ ૨૩:૧૧આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ તેના પછી ત્રીજા ક્રમે આગીનો દીકરો હારારનો શામ્મા હતો. પલિસ્તીઓ એક વખતે લેહી પાસે મસૂરના ખેતરમાં ભેગા થયા હતા તેઓનાથી બીને ઇઝરાયલનું સૈન્ય તેમની સામેથી નાસી ગયું.
- 2 શમુએલ ૨૩:૧૨આશરે ઈ.પૂ. ૧૦૫૫
પણ શામ્માએ ખેતરની વચ્ચે ઊભા રહીને ખેતરનું રક્ષણ કર્યું. અને પલિસ્તીઓને મારી નાખ્યા ઈશ્વરે તેને મોટો વિજય આપ્યો.
- 2 શમુએલ ૨૩:૧૩આશરે ઈ.પૂ. ૧૦૫૫
ત્રીસ સૈનિકોમાંથી ત્રણ લોકો ત્યાંથી કાપણીના સમયે દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગયા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમની ખીણમાં છાવણી નાખેલી હતી.
- 2 શમુએલ ૨૩:૧૪આશરે ઈ.પૂ. ૧૦૫૫
જે સમયે દાઉદ ડુંગર પર ગઢમાં હતો, ત્યારે લૂંટ કરવા આવેલા પલિસ્તીઓએ બેથલેહેમને કબજે કર્યું હતું.
- 2 શમુએલ ૨૩:૧૫આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ દાઉદે તરસથી તલપતાં કહ્યું, “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી પીવાની મને તીવ્ર ઇચ્છા થઈ છે.
- 2 શમુએલ ૨૩:૧૬આશરે ઈ.પૂ. ૧૦૫૫
તે ત્રણ યોદ્ધાઓ પલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા અને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી ભર્યું. તેઓ તે પાણી લઈને દાઉદ પાસે આવ્યા ત્યારે દાઉદે તે પાણી પીવાની ના પાડી. અને તે પાણી ઈશ્વર આગળ રેડી દીધું.
- 2 શમુએલ ૨૩:૧૭આશરે ઈ.પૂ. ૧૦૫૫
પછી તેણે કહ્યું, હે ઈશ્વર, જે માણસોએ પોતાના જીવ જોખમમાં નાખ્યા તેઓનું લોહી શા માટે પીઉં?” માટે તેણે તે પીવાની ના પાડી. અને કહ્યું હે ઈશ્વર, આ પાણી પીવાથી મને દૂર રાખો. આ સાહસ એ ત્રણ શૂરવીરોએ કર્યા હતાં.
- 2 શમુએલ ૨૩:૧૮આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ સરુયાનો દીકરો યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણેમાં મુખ્ય હતો. તે તેના ભાલાથી ત્રણસો માણસો સામે લડ્યો અને તેઓને મારી નાખ્યા. તે ત્રણેમાં તેનો ઉલ્લેખ હતો.
- 2 શમુએલ ૨૩:૧૯આશરે ઈ.પૂ. ૧૦૫૫
શું તે ત્રણેમાં સૌથી શ્રેષ્ઠ ન હતો? એ કારણથી તેને તેઓનો સેનાપતિ બનાવવામાં આવ્યો હતો. તો પણ, તે પેલા ત્રણ સૈનિકોની સમાનતા કરી શકે તેવો ન હતો.