- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 2 શમુએલ ૨૧:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૮
પછી એમ થયું કે, ત્યાં ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું, ત્યારે હુશાથી સિબ્બખાયે રફાહના વંશજોમાંના સાફને મારી નાખ્યો.
- 2 શમુએલ ૨૧:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૮
વળી પાછું ગોબ પાસે પલિસ્તીઓની સાથે યુદ્ધ થયું, ત્યારે બેથલેહેમી યાઅરે-ઓરગીમના દીકરા એલ્હાનાને ગોલ્યાથ ગિત્તીના ભાઈને મારી નાખ્યો, જેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.
- 2 શમુએલ ૨૧:૨૦આશરે ઈ.પૂ. ૧૦૧૮
¶ ફરીથી ગાથ પાસે યુદ્ધ થયું, ત્યાં એક ઊંચો કદાવર માણસ હતો, તેના બન્ને હાથને છ આંગળી તથા બન્ને પગને છ આંગળી એમ બધી મળીને ચોવીસ આંગળીઓ હતી. તે પણ રફાહનો વંશજ હતો.
- 2 શમુએલ ૨૧:૨૧આશરે ઈ.પૂ. ૧૦૧૮
તેણે ઇઝરાયલના સૈન્યનો તુચ્છકાર કર્યો, તેથી દાઉદના ભાઈ શિમઈના ના દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.
- 2 શમુએલ ૨૧:૨૨આશરે ઈ.પૂ. ૧૦૧૮
¶ આ ચારે જણ ગાથમાંના રફાહના વંશજો હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના સૈનિકોના હાથથી માર્યા ગયા.
- 2 શમુએલ ૨૨:૧આશરે ઈ.પૂ. ૧૦૧૮
¶ દાઉદને ઈશ્વરે તેના સર્વ શત્રુઓના તથા શાઉલના હાથથી છોડાવ્યો, તે દિવસે દાઉદે ઈશ્વરની આગળ આ ગીત ગાયું:
- 2 શમુએલ ૨૨:૨આશરે ઈ.પૂ. ૧૦૧૮
તેણે કહ્યું, “ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે.
- 2 શમુએલ ૨૨:૩આશરે ઈ.પૂ. ૧૦૧૮
ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, તેઓ મને જુલમથી બચાવે છે.
- 2 શમુએલ ૨૨:૪આશરે ઈ.પૂ. ૧૦૧૮
ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ.
- 2 શમુએલ ૨૨:૫આશરે ઈ.પૂ. ૧૦૧૮
કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો.
- 2 શમુએલ ૨૨:૬આશરે ઈ.પૂ. ૧૦૧૮
શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો, મરણની જાળમાં હું સપડાઈ ગયો.
- 2 શમુએલ ૨૨:૭આશરે ઈ.પૂ. ૧૦૧૮
એવી કટોકટીમાં મારા સંકટમાં મેં ઈશ્વરને વિનંતી કરી; મારા પ્રભુને પોકાર કર્યો; તેમણે તેમના સભાસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, મારી અરજ તેમને કાને પહોંચી.
- 2 શમુએલ ૨૨:૮આશરે ઈ.પૂ. ૧૦૧૮
ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા, કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા.
- 2 શમુએલ ૨૨:૯આશરે ઈ.પૂ. ૧૦૧૮
તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. તેનાથી અંગારા સળગી ઊઠ્યા.
- 2 શમુએલ ૨૨:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૮
અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો.
- 2 શમુએલ ૨૨:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૮
પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. વાયુની પાંખો પર દેખાયા.
- 2 શમુએલ ૨૨:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૮
અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, આકાશના ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં.
- 2 શમુએલ ૨૨:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૮
તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા.
- 2 શમુએલ ૨૨:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૮
આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી. પરાત્પરે અવાજ કર્યો.
- 2 શમુએલ ૨૨:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૮
તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા.
- 2 શમુએલ ૨૨:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૮
ત્યારે ઈશ્વરની ધાકધમકીથી, તેમના નસકોરાના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.
- 2 શમુએલ ૨૨:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૮
તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા.
- 2 શમુએલ ૨૨:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૮
તેમણે મારા બળવાન શત્રુથી, જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા.
- 2 શમુએલ ૨૨:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૮
મારી વિપત્તિને દિવસે તેઓ મારી વિરુદ્ધ ઊઠ્યા, પણ મારો આધાર ઈશ્વર હતા.
- 2 શમુએલ ૨૨:૨૦આશરે ઈ.પૂ. ૧૦૧૮
વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા. તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા.