મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 શમુએલ ૨૨:૨૧આશરે ઈ.પૂ. ૧૦૧૮

    ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે.

  2. 2 શમુએલ ૨૨:૨૨આશરે ઈ.પૂ. ૧૦૧૮

    કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી.

  3. 2 શમુએલ ૨૨:૨૩આશરે ઈ.પૂ. ૧૦૧૮

    કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; તેમના વિધિઓથી હું દૂર ગયો નથી.

  4. 2 શમુએલ ૨૨:૨૪આશરે ઈ.પૂ. ૧૦૧૮

    વળી હું તેમની આગળ નિર્દોષ હતો, મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે.

  5. 2 શમુએલ ૨૨:૨૫આશરે ઈ.પૂ. ૧૦૧૮

    તે માટે ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે તથા તેમની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.

  6. 2 શમુએલ ૨૨:૨૬આશરે ઈ.પૂ. ૧૦૧૮

    કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો, નિર્દોષ માણસની સાથે તમે નિર્દોષ દેખાશો.

  7. 2 શમુએલ ૨૨:૨૭આશરે ઈ.પૂ. ૧૦૧૮

    શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો, હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો.

  8. 2 શમુએલ ૨૨:૨૮આશરે ઈ.પૂ. ૧૦૧૮

    દુઃખી લોકોને તમે બચાવશો, પણ ઘમંડીઓને નીચા નમાવવા સારુ તમે તેઓના પર કરડી દ્રષ્ટિ કરો છો. એ સારુ કે તમે તેઓને નીચા નમાવો.

  9. 2 શમુએલ ૨૨:૨૯આશરે ઈ.પૂ. ૧૦૧૮

    કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો. ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે.

  10. 2 શમુએલ ૨૨:૩૦આશરે ઈ.પૂ. ૧૦૧૮

    કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું. મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું.

  11. 2 શમુએલ ૨૨:૩૧આશરે ઈ.પૂ. ૧૦૧૮

    કેમ કે ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે. ઈશ્વરનું વચન શુદ્ધ છે. જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તેઓ ઢાલ છે.

  12. 2 શમુએલ ૨૨:૩૨આશરે ઈ.પૂ. ૧૦૧૮

    કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે?

  13. 2 શમુએલ ૨૨:૩૩આશરે ઈ.પૂ. ૧૦૧૮

    ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે.

  14. 2 શમુએલ ૨૨:૩૪આશરે ઈ.પૂ. ૧૦૧૮

    તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન છે.

  15. 2 શમુએલ ૨૨:૩૫આશરે ઈ.પૂ. ૧૦૧૮

    તેઓ મારા હાથોને યુદ્ધ કરતા શીખવે છે, તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.

  16. 2 શમુએલ ૨૨:૩૬આશરે ઈ.પૂ. ૧૦૧૮

    વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે, તમારી કૃપાએ મને મોટો કર્યો છે.

  17. 2 શમુએલ ૨૨:૩૭આશરે ઈ.પૂ. ૧૦૧૮

    તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે, જેથી મારા પગ લપસી ગયા નથી.

  18. 2 શમુએલ ૨૨:૩૮આશરે ઈ.પૂ. ૧૦૧૮

    મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો નાશ કર્યો છે. તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ.

  19. 2 શમુએલ ૨૨:૩૯આશરે ઈ.પૂ. ૧૦૧૮

    મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ પાછા ઊઠી શકે એવા રહ્યા નથી. તેઓ મારા પગ આગળ પડ્યા છે.

  20. 2 શમુએલ ૨૨:૪૦આશરે ઈ.પૂ. ૧૦૧૮

    કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે.

  21. 2 શમુએલ ૨૨:૪૧આશરે ઈ.પૂ. ૧૦૧૮

    વળી તમે મારા શત્રુને મારી આગળ અવળા ફેરવ્યા છે. કે જેઓ મને ધિક્કારે તેઓનો હું નાશ કરું.

  22. 2 શમુએલ ૨૨:૪૨આશરે ઈ.પૂ. ૧૦૧૮

    તેઓએ મદદને માટે પોકાર કર્યો પણ તેમને બચાવનાર કોઈ ન હતું; તેઓએ ઈશ્વરને વિનંતી કરી પણ તેમણે તેઓને જવાબ આપ્યો નહિ.

  23. 2 શમુએલ ૨૨:૪૩આશરે ઈ.પૂ. ૧૦૧૮

    ત્યારે મેં તેઓ પર પ્રહાર કરીને તેમને ધરતીની ધૂળ જેવા કરી દીધા. મેં તેઓને રસ્તાના કાદવની જેમ મસળી નાખ્યાં. તેઓને ચોગમ વિખેરી નાખ્યા.

  24. 2 શમુએલ ૨૨:૪૪આશરે ઈ.પૂ. ૧૦૧૮

    તમે મારા લોકના વિવાદોથી પણ મને છોડાવ્યો છે. વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે. જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે.

  25. 2 શમુએલ ૨૨:૪૫આશરે ઈ.પૂ. ૧૦૧૮

    વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે. મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે.